which direction you should sleep: એવું કહેવાય છે કે સાચી દિશામાં અને યોગ્ય રીતે સૂવું કોઈપણ વ્યક્તિના સ્વાસ્થ્ય અને શરીર બંને માટે ફાયદાકારક છે. એટલા માટે લોકો ઘણીવાર તેમના સૂવાના રૂમ અને દિશા વિચારીને નક્કી કરે છે. ઘણા લોકો ઊંઘની સાચી દિશા નક્કી કરવા માટે વાસ્તુશાસ્ત્રની સલાહ લે છે તો કેટલાક લોકો જ્યોતિષ શાસ્ત્રની વાતોને ધ્યાનમાં રાખીને સૂવાની દિશાને નક્કી કરે છે.
એટલું જ નહીં પણ એવું માનવામાં આવે છે કે સૂવા માટે એ પણ મહત્વનું છે કે સૂતી વખતે માથું અને પગ કઈ બાજુ રાખવા જોઈએ જેનાથી શરીર અને મન પર કોઈપણ પ્રકારની આડઅસર ના થાય.
મુખ્યત્વે સાચી દિશામાં માથું રાખીને સૂવાથી લોકોના મન પર ઘણી રીતે અસર થાય છે. તો ચાલો જાણીયે કે સૂતી વખતે માથું કઈ બાજુ અને પગ કઈ બાજુએ હોવા જોઈએ અને સૂવાની સાચી દિશા વિશે જાણીએ.
કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ (which direction to sleep scientifically)
વાસ્તુ સિદ્ધાંતો અનુસાર સૂવા માટે શ્રેષ્ઠ દિશા પૂર્વ અને દક્ષિણ છે. એવું માનવામાં આવે છે કે સૂતી વખતે તમારું માથું પૂર્વ અથવા દક્ષિણ તરફ હોવું જોઈએ અને જ્યારે પગ પશ્ચિમ અથવા ઉત્તર તરફ હોવા જોઈએ.
વાસ્તુશાસ્ત્ર આ બંને દિશાઓને સૂવાની શ્રેષ્ઠ દિશા માને છે અને આ દિશાઓ તરફ માથું અને પગ રાખીને સૂવાથી ગાઢ ઊંઘ આવે છે અને શરીર સ્વસ્થ રહે છે. વાસ્તુ સિવાય પણ આ એક ઊંઘવાની વૈજ્ઞાનિક રીત છે.
આ પણ વાંચો: સૂવાના નિયમો: શાસ્ત્રોમાં જણાવેલા સૂવાના નિયમોનું દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈએ
શા માટે પૂર્વ દિશા જ
એવું માનવામાં આવે છે કે પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે અને તે ધ્યાન અને અન્ય આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે પણ સારી દિશા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પૂર્વ તરફ માથું અને પશ્ચિમ તરફ પગ રાખીને સૂવે છે તો તેને શ્રેષ્ઠ ઊંઘ મેળવવામાં મદદ મળે છે અને આવા વ્યક્તિને શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
પૂર્વ દિશામાં સૂવાથી તમારી યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો થાય છે. જે લોકો આ નિર્ધારિત દિશામાં ઊંઘે છે તેમની યાદશક્તિને તેજ કરવામાં મદદ મળે છે. વાસ્તુ અનુસાર જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઈ રહ્યા છે તેમણે આ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ જેથી તેમને ઊંઘમાં કોઈ અડચણ ના આવે અને તેમની એકાગ્રતા પણ વધે.
દક્ષિણ દિશા સૂવાની શ્રેષ્ઠ દિશા (which side is best for sleeping)
વાસ્તુશાસ્ત્રમાં જ્યારે પણ સૂવાની સાચી દિશાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે ત્યારે દક્ષિણ તરફ માથું અને ઉત્તર તરફ પગ રાખીને સૂવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દક્ષિણ દિશા છે તે મૃત્યુના દેવતા ભગવાન યમની દિશા છે.
વાસ્તુ મુજબ આ દિશામાં સૂવાથી ગાઢ ઊંઘ આવે છે જેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, જેમાં બ્લડ પ્રેશર ઓછું થાય છે અને ઊંઘની ઉણપ અને ચિંતાની સમસ્યા દૂર થાય છે. જે લોકો આ દિશા અનુસાર માથું અને પગ રાખીને સૂવે છે તેમની ઊંઘમાં કોઈ પણ પ્રકારનો અવરોધ નથી આવતો અને ધન – સમૃદ્ધિ તેમની તરફ આકર્ષિત થાય છે.
આ પણ વાંચો: વાસ્તુ ટિપ્સ: પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે સાચી દિશામાં બેસીને અભ્યાસ કરો
દક્ષિણ તરફ માથું રાખીને સૂવાનું મહત્વ શું છે
વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો કોઈ વ્યક્તિ દક્ષિણ દિશામાં માથું રાખીને સુવે છે તો તેનું સ્વાસ્થ્ય હંમેશા માટે સારું રહે છે અને તેનાથી તે અનેક પ્રકારની બીમારીઓથી પણ દૂર રહે છે. જો તમે વાસ્તુમાં માનતા ના હોય તો પણ તેના વિજ્ઞાન સાથે જોડાયેલા કેટલાક કારણો છે જેના કારણેઆ દિશામાં માથું કરીને સૂવું શ્રેષ્ઠ છે.
વિજ્ઞાન મુજબ દક્ષિણ દિશામાં પગ રાખીને સૂવાથી ચુંબકીય પ્રવાહ પગમાંથી અંદર જાય છે અને માથા તરફ બહાર આવે છે જેનાથી માનસિક તણાવ વધે છે અને આવા વ્યક્તિને ડિપ્રેશન જેવી સમસ્યાનો શિકાર બને છે. બીજી બાજુ જો તમે દક્ષિણ તરફ માથું રાખીને સૂઈ જાઓ છો તો તમારા પગ ઉત્તર તરફ છે તો તમને તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
ભૂલથી પણ આ દિશામાં પગ ના કરો
જ્યારે પણ તમે સૂઈ જાઓ ત્યારે તમારે તમારા પગને ક્યારેય પૂર્વ અને દક્ષિણ દિશા તરફ ના રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પૂર્વ દિશા તરફ પગ રાખીને સૂવે છે તો તે સૂર્ય સહિત ઘણા દેવતાઓનું અપમાન કરવા સમાન છે.
તેથી પૂર્વ દિશા તરફ પગ રાખીને સૂવાથી તણાવ વધવાની સાથે શરીર પણ બીમાર થવા લાગે છે. આ સિવાય દક્ષિણ દિશાને પણ પૂર્વજોની દિશા માનવામાં આવે છે તેથી ક્યારેય પણ તે દિશામાં પગ રાખીને સૂવું જોઈએ નહીં, નહીં તો પિતૃ દોષ લાગે છે અને પૂર્વજોના શ્રાપને કારણે ઘરમાં કષ્ટો આવવા લાગે છે.
આ પણ વાંચો: જો તમે ઘરમાં હવન કરાવો છો તમને વાસ્તુના આ નિયમો ખબર હોવા જોઈએ
સૂતી વખતે આ બાબતોનું પણ ધ્યાન રાખો
સાંજે એટલે કે સૂર્યાસ્ત સમયે ક્યારેય સૂવું જોઈએ નહીં. રાત્રે વહેલા સૂવાનો પ્રયાસ કરો અને સવારે વહેલા ઉઠવાનો પ્રયત્ન કરો જેથી કરીને શરીર સ્વસ્થ રહી શકે. સૂવાના રૂમમાં ક્યારેય પૂજા સ્થળ બનાવશો નહિ.
પથારી પર બેસીને ક્યારેય ખોરાક ના ખાવો જોઈએ કારણ કે આમ કરવાથી ખરાબ સપના આવે છે. ઉપર જણાવેલી બાબતોને ધ્યાનમાં રાખીને જ્યારે પણ તમે ઊંઘની સાચી દિશા નક્કી કરો છો તો તે તમારા માટે ઘણી રીતે ફાયદાકારક હોય છે.
જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો, આવી જ જીવનઉપયોગી માહિતી ઘરે બેઠા મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને કિચન ટિપ્સ, રેસિપી, બ્યુટી અને હેલ્થ સબંધિત જાણકારી મળતી રહેશે.
Comments are closed.