આપણી ખાણી-પીણીની સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડે છે. ઘણા ન્યૂટ્રિશિયન્ટ પણ હેલ્દી ડાઈટનું પાલન કરવાની ભલામણ કરે છે. આ સિવાય ઘણા સંશોધનોએ એ પણ સાબિત કર્યું છે કે સારો આહાર જીવનશૈલીના રોગો જેમ કે ટાઇપ-2 ડાયાબિટીસ, સ્થૂળતા, થાઇરોઇડ, બ્લડ સુગર વગેરેનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.
તેથી, આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે આવી વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ, જેનાથી તમે સ્વસ્થ રહી શકો. ચાલો જાણીએ આવી જ કેટલીક કુદરતી વસ્તુઓ વિશે, જે શરીર માટે સારી હોઈ શકે છે.
નિષ્ણાત કહે છે, “તમારી તબિયત કુદરતી રીતે સુધારવા માંગતા હોય તો તમારા આહારમાં આ પાંચ અદ્ભુત કુદરતી વસ્તુઓનો સમાવેશ કરો.
1. કાળી કિસમિસ
શરીરને સ્વસ્થ રાખવા માટે કાળી કિસમિસને આહારમાં સામેલ કરી શકાય છે.
- હિમોગ્લોબિન સ્તર સુધારે છે અને એનિમિયા અટકાવે છે.
- તેનાથી મન શાંત થાય છે.
- શરીરને પોષણ આપે છે.
- તેમાં હાજર બોરોન મિનરલ હાડકાંને સ્વસ્થ રાખે છે.
- વિટામિન-સીની હાજરીને કારણે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
- તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણોને કારણે ત્વચા ચમકદાર બને છે.
- આયર્ન વાળને મજબૂત બનાવે છે.
આ જરૂર વાંચો : જાણો દાડમ ના ફાયદા, દાડમ બળ અને બુદ્ધિ વધારનાર ફળ છે
2. તલના બીજ
તલના બીજમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. આ સિવાય તેમાં વિટામિન-કે, બી-6, આયર્ન, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે મળી આવે છે.
- હાડકાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.
- વાળનો વિકાસ વધારે છે.
- ફાઈબરને કારણે વજન ઘટે છે.
- બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.
- પાચનક્રિયા બરાબર રહે છે.
- એન્ટિ-ઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલથી બચાવે છે.
3. આમળા
આમળામાં વિટામિન-સી, મેગ્નેશિયમ, આયર્ન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન-એ, બી, ઇ, કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે.
- આ એન્ટી એજિંગ હોય છે.
- તમામ દોષોને સંતુલિત કરે છે.
- વાળનો વિકાસ વધારે છે.
- રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
- શરદી અને ઉધરસથી બચાવે છે.
- પાચનક્રિયા યોગ્ય રાખે છે
- તે આંખો માટે સારું છે.
- તે સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે સારું છે
4. દાડમ
તમે આ કહેવત તો સાંભળી જ હશે, એક દાડમ અને 100 બીમાર. દાડમ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ સારું છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, ફાઈબર, ફોલેટ અને પોટેશિયમ જેવા તત્વો હોય છે.
- તે પોષણથી ભરપૂર ફળ છે.
- એનર્જી આપે છે.
- રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
- હિમોગ્લોબિન સુધારે છે.
- તેના એન્ટી-એજિંગ ગુણધર્મોને કારણે કરચલીઓ અટકાવે છે.
- હૃદયને સ્વસ્થ રાખે છે.
- શરીરમાં થતી બળતરા દૂર કરે છે.
- એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોવાથી તે હાઈ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે.
5. રાગી
તે આખા અનાજનો ખોરાક છે, જે ગ્લુટેન ફ્રી હોય છે. પ્રોટીન, ફાઈબર, આયર્ન, કાર્બોહાઈડ્રેટ્સ, મિનરલ્સથી ભરપૂર હોવાથી તેને સુપરફૂડ કહેવામાં આવે છે.
- કેલ્શિયમ અને ફોસ્ફરસનો કુદરતી સ્ત્રોત છે.
- દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે.
- હિમોગ્લોબિન સુધારે છે.
- ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.
- કરચલીઓ અને ફાઈન લાઈન્સ જેવા વૃદ્ધત્વના ચિહ્નો ઘટાડે છે.
- પાચનશક્તિને મજબૂત બનાવે છે.
- કબજિયાત દૂર કરે છે.
અવશ્ય વાંચો : શરીરમાં લોહીની ઉણપને ઝડપથી દૂર કરે છે આ 3 વસ્તુઓ, આજે જ ખાવાની શરુ કરી દો
આ 5 વસ્તુઓને તમારા આહારમાં સામેલ કરો અને સ્વસ્થ રહો. જો તમને આ લેખ ગમ્યો હોય ઓ શેર કરજો. આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.