bhastrika pranayama benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પ્રાણાયામને સારા સ્વાસ્થ્યની ચાવી છે. પ્રાણાયામ શરીર અને મનને સ્વસ્થ રાખી શકે છે. એટલા માટે દરરોજ યોગ અને પ્રાણાયામ કરવાની સલાહ આપવામાં આવે છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે તમને સમયાંતરે વિવિધ પ્રકારના યોગાસનો અને પ્રાણાયામ વિશે જણાવતા રહીએ છીએ.

યોગમાં સામેલ આ પ્રક્રિયાઓમાંની એક છે ભસ્ત્રિકા પ્રાણાયામ. ભસ્ત્રિકા પ્રાણાયામમાં શ્વાસને ગતિથી અને ઝડપથી અંદરની તરફ લેવામાં આવે છે. યોગની આ પ્રક્રિયા શરીરમાંથી અશુદ્ધિઓ દૂર કરવામાં અને ઓક્સિજનનું સ્તર વધારવામાં મદદ કરે છે અને હેલ્દી શ્વસનતંત્ર જીવનનો આધાર માનવામાં આવે છે.

આજે આ લેખમાં અમે તમને ભસ્ત્રિકા પ્રાણાયામના ફાયદા અને તેને કેવી રીતે કરવું તે વિશે વિગતવાર જણાવીશું. દરરોજ આ યોગાસન કરવાથી અનેક ગંભીર બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. સ્વામી રામદેવજી પણ આ પ્રાણાયામ કરવાની સલાહ આપે છે.

ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાની રીત : આ પ્રાણાયામ કરવા માટે સૌથી પહેલા મેટ પાથરીને પદ્માસનમાં બેસી જાઓ. આ પ્રાણાયામ કરતી વખતે ગરદન, માથું અને કરોડરજ્જુ એકદમ સીધી હોવી જોઈએ. એ પણ ધ્યાનમાં રાખો કે મોં ખુલ્લું ના રહેવું જોઈએ અને નાકથી જ ઊંડા શ્વાસ લો.

શ્વાસ અંદર લેતી વખતે ફેફસાં સંપૂર્ણ રીતે ફૂલવા જોઈએ. ભરેલા શ્વાસને એક જ ઝાટકે બહાર છોડો. શ્વાસ બહાર કાઢવાની ગતિ એટલી ઝડપી હોવી જોઈએ કે ફેફસાં સંકોચાઈ જાય. શ્વાસ લેવાથી શ્વાસ બહાર કાઢવા સુધી તે પ્રાણાયામનું એક ચક્ર પૂરું થાય છે.

શરૂઆતમાં, તમે આ પ્રાણાયામ ધીમે ધીમે કરો અને તેને ઓછામાં ઓછા 10 થી 12 ચક્રમાં પૂર્ણ કરો. પછી તમે તેને તમારી ક્ષમતા મુજબ વધારી શકો છો. પરંતુ શરૂઆતમાં નિષ્ણાતની દેખરેખ હેઠળ જ કરો. કારણ કે ઝડપથી કરવામાં વધારે પ્રેશર ના આપો.

ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાના ફાયદા : મોટાપાની સમસ્યાથી પરેશાન મહિલાઓ માટે ભસ્ત્રિકા પ્રાણાયામ ખૂબ જ ફાયદાકારક છે. આ પ્રાણાયામ નિયમિત કરવાથી શ્વસનતંત્ર મજબૂત બને છે. તેથી નિષ્ણાતો તેને અસ્થમા જેવી શ્વાસ સંબંધી સમસ્યાઓમાં પણ ફાયદાકારક માને છે.

આમ કરવાથી શરીરને વધુ માત્રામાં શ્વાસ મળે છે, જેના કારણે તે શરીરના તમામ ભાગોમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. ભસ્ત્રિકા કરતી વખતે ઝડપી શ્વાસ લેતી વખતે અને બહાર કાઢતી વખતે, આપણે વધારે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ જે ફેફસાંની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને હૃદયની રક્તવાહિનીઓને પણ શુદ્ધ અને મજબૂત રાખે છે.

વાત, પિત્ત અને કફના દોષો દૂર થાય છે અને પાચન, લીવર અને કિડની સારી રીતે કસરત થઇ જાય છે. તણાવ દૂર કરવા માટે ભસ્ત્રિકા પ્રાણાયામ ખૂબ ફાયદાકારક છે. દરરોજ આ પ્રાણાયામ કરવાથી કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

તે વધેલા હૃદયના ધબકારા સુધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે. ભસ્ત્રિકા પ્રાણાયામ કરતી વખતે, ડાયાફ્રેમ ઝડપથી કામ કરે છે, જેના કારણે પેટના અંગો મજબૂત થઈને યોગ્ય રીતે કામ કરે છે અને આપણી પાચન શક્તિ પણ વધે છે.

સાવચેતીનાં પગલાં : ભસ્ત્રિકા પ્રાણાયામ યોગ કરતી વખતે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખો. શરૂઆતમાં ભસ્ત્રિકા પ્રાણાયામ યોગ ધીમી ગતિએ જ કરવો જોઈએ, પહેલીવાર કરતા હોય ત્યારે ખુબ જ ઝડપથી ના કરવો જોઈએ. આ પ્રાણાયામ શરૂ કરતા પહેલા નાકને સારી રીતે સાફ કરો.

આ પ્રાણાયામ હંમેશા ખાલી પેટ જ કરવો જોઈએ. હાઈ બીપી અને હૃદય સંબંધિત ગંભીર સમસ્યાઓથી પીડાતી મહિલાઓએ ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાનું ટાળવું જોઈએ. તમે પણ દરરોજ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીને ફિટ રહી શકો છો. ફિટનેસ સંબંધિત આવી જ વધુ માહિતી વાંચવી ગમતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા