ભલે ભીંડાનું શાક આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત છે પણ ઘણા લોકો ચીકાસને કારણે તેને ખાવાનું પસંદ કરતા નથી. શાક કાપતી વખતે ચીકણા હોવા ઉપરાંત, તે રસોઈમાં પણ તેની ચિકાસ જાળવી રાખે છે. આ કારણથી, સ્વાદમાં ભરપૂર હોવા છતાં, લોકો તેને ખાવાનું પસંદ કરતા નથી. ખરેખર આ ચીકણું થવાનું કારણ મ્યુસીલેજ અથવા લાળ છે.
આ એજ ચીકણું પદાર્થ છે જે કાપતી વખતે આ શાકભાજીમાંથી બહાર આવે છે. તેના આ ચીકાસના સ્વભાવને કારણે, આ શાકભાજીનો ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ બનાવવી ખૂબ મુશ્કેલ બની જાય છે. તમે પણ કેટલીક સરળ ટિપ્સ અજમાવીને, ભીંડાની ચીકાસને દૂર કરી શકો છો અને ક્રિસ્પી ભીંડી બનાવી શકો છો અને તમે તેને કાપતી વખતે પણ તેની સ્ટીકીનેસથી બચી શકો છો. ચાલો જાણીએ કેટલીક ટિપ્સ.
ભીંડામાં ચીકાસનું કારણ
ભીંડામાં મ્યુસીલેજ નામનો એક પદાર્થ જોવા મળે છે, જે ભીંડાને ચીકણો બનાવે છે. આ પદાર્થ એલોવેરા જેવા બીજા ઘણા છોડમાં પણ જોવા મળે છે. આ પદાર્થની હાજરીના લીધે કોઈપણ છોડમાં ચીકણું થવાનું મુખ્ય કારણ છે. મુખ્યત્વે, આ પદાર્થ છોડ માટે ખોરાક અને પાણીના સંગ્રહમાં મદદ કરે છે, જે કોઈપણ છોડના વિકાસ માટે બે આવશ્યક વસ્તુઓ છે અને તે બીજને અંકુરિત કરવામાં પણ મદદ કરે છે.
ભીંડાની ચીકાસને કેવી રીતે દૂર કરવું
ભીંડી કાપતી વખતે અને તેનું શાક બનાવતી વખતે, તમે કેટલીક સરળ ટિપ્સ અજમાવીને તેમાંથી ચીકાસને દૂર કરીને ક્રિસ્પી ભીંડીનું શાક તૈયાર કરી શકો છો. તો ચાલો ટિપ્સ વિશે જાણીએ. ભીંડાને ધોયા પછી તેને સારી રીતે સુકાવો. ભીંડાને મોટા ટુકડામાં કાપીને તળો. લીંબુનો રસ, દહીં અથવા અન્ય ખાટા પદાર્થોનો ઉપયોગ કરો.
ભીંડાને ધોયા પછી સારી રીતે સુકાવો
ઘણી વાર આપણે ભીંડાને કાપતા પહેલા ધોઈએ છીએ અને તેની યોગ્ય રીતે ચિકાસ દૂર થાય તે પહેલા તેને કાપીએ છીએ.પાણીના સંપ્રકમાં આવવાથી ભીંડાની ચિકાસ વધી જાય છે. તેથી, ભીંડાને કાપવાની સારી ટિપ્સ એ હોઈ શકે છે કે જ્યારે પણ તમે ભીંડા કાપવા જઇ રહ્યા હોવ ત્યારે તેને સારી રીતે ધોઈ લો અને તેને પહેલા ટુવાલમાં મૂકીને સારી રીતે સુકાવો.
જ્યારે પણ તમે ભીંડાને કાપવા જય રહ્યા હોય ત્યારે તપાસી લો કે તેનું પાણી સારી રીતે સુકાઈ ગયું છે કે નહીં. ભીંડાને કાપતા પહેલા ઓછામાં ઓછા એક કલાક પહેલા અથવા તો રાત્રે તેને ધોઈ લો. ભીંડાની ચિકાસ ઘટાડવા માટે ફ્રીઝીંગ પણ એક સારો વિકલ્પ છે આ એક ધોવા અને સૂકવવા કરતાં આ વધુ અસરકારક છે.
જ્યારે તમે ભીંડાને ફ્રિજ કરો છો, ત્યારે તેની ચીકાસ થોડી કઠણ થાય છે અને તેની કેટલીક ચિકાસ દૂર થઇ જાય છે એટલે ભીંડા કાપતી વખતે તે ઓછી સ્ટીકી રહેશે.
ભીંડાને મોટા ટુકડા કરો અને ફ્રાય કરો
જ્યારે પણ તમે ભીંડી કાપી રહ્યા છો, ત્યારે તેને નાના ટુકડાઓમાં કાપવાને બદલે લાંબા ટુકડા કરો. લાંબા ટુકડાઓમાં કાપવાથી તમારા હાથમાં વધુ ચિકાસ ફેલાતી નથી અને શાક ક્રિસ્પી બને છે. આનો અર્થ એ છે કે એક ભીંડાની એક શીંગને વધુમાં વધુ 2-3 જ ટુકડા કરવા જોઈએ.
આ સિવાય ભીંડાને ફ્રાય કરીને તેની સ્ટીકીનેસ દૂર કરવાનો સૌથી અસરકારક ઉપાય છે. જ્યારે તમે એક કડાઈમાં ભીંડીના મોટા ટુકડા ફ્રાય કરો છો, ત્યારે આ શાકમાંથી ચિકાસ દૂર થવા લાગે છે. ભીંડાની સંપૂર્ણપણે ચીકાસને દૂર થઈ જવા માટે લગભગ 10-12 મિનિટ લાગી શકે છે.
લીંબુનો રસ, દહીં અથવા બીજા ખાટા પદાર્થોનો ઉપયોગ
ભીંડાની ચીકાસને દૂર કરવા માટે, જ્યારે તમે ભીંડાનું શાક બનાવો છો, ત્યારે તેમાં થોડો લીંબુનો રસ અથવા દહીં ઉમેરો. આ સમસ્યાને દૂર કરવા માટે એસિડિક સામગ્રી નાખવી સારો ઉપાય છે. આ વસ્તુઓ સામાન્ય રીતે ચીકણા પદાર્થ સાથે પ્રતિક્રિયા આપે છે અને તમારી ભીંડીને ક્રિસ્પી બનાવવામાં મદદ કરે છે.
આ સિવાય શાક બનાવતી વખતે તમે આમલીનો રસ અથવા આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે જો તમે સૂકું શાક બનાવી રહ્યા છો, તો આમચૂર પાવડર અથવા લીંબુનો રસ વાપરો અને તમે કરી બનાવવા માટે આમલીનો રસ અથવા દહીંનો ઉપયોગ કરી શકો છો.
અહીં બતાવવામાં આવેલી કેટલીક સરળ ટીપ્સની મદદથી, તમે ભીંડાની ચિકાસ ઘટાડીને ક્રિસ્પી ભીંડી શાક તૈયાર કરી શકો છો. તો, આજે જ અજમાવો આ ટિપ્સ અને બનાવો ટેસ્ટી ક્રિસ્પી ભીંડાનું શાક.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.