શિયાળાની ઋતુમાં બ્લેન્કેટનો સૌથી વધારે ઉપયોગ થાય છે. લોકો તેને ઉઠતી વખતે આખો દિવસ બ્લેન્કેટમાં રહેવાનું પસંદ કરે છે, ત્યારબાદ તેને ફોલ્ડ કરે છે. રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુની અયોગ્ય જાળવણીને કારણે તે ઝડપથી ગંદી થઈ જાય છે અને તેમાં દુર્ગંધ આવાની શરૂઆત થઈ જાય છે.
સાઈઝમાં મોટી હોવાને કારણે લોકો ધોવાનું પણ જલ્દી પસંદ કરતા નથી. જો કે ગંદકી સરળતાથી સાફ કરી શકાય છે પણ દુર્ગંધને દૂર કરવા માટે કેટલીક પદ્ધતિઓ અજમાવવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે સુગંધિત ધાબળો તમને તાજગીનો અનુભવ કરાવે છે અને ઝડપથી ઊંઘવામાં પણ મદદ કરે છે.
ધાબળાને સુગંધિત રાખવા માટે તેની યોગ્ય જાળવણી ખૂબ જ જરૂરી છે. ક્યારેક એક બીજા ઉપર ધાબળા નાખવાથી પણ દુર્ગંધ આવતી હોય છે. તો આજે અમે તમારી સાથે કેટલીક ટિપ્સ શેર કરવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે બ્લેન્કેટને સુગંધિત અને ફ્રેશ રાખી શકો છો.
બેગ નો ઉપયોગ કરો : જ્યારે પણ તમે ધાબળો ફોલ્ડ કરીને હોવ ત્યારે તેને બીજા કપડાં કે બીજા ધાબળા સાથે રાખવાને બદલે સ્વચ્છ બેગમાં મૂકો. હકીકતમાં દરરોજ આ રીતે રાખવું એટલું મુશ્કેલ નથી. જો તમે ઇચ્છો તો તમે લુસ કાપડની થેલીનો ઉપયોગ કરી શકો છો કે જેમાં ધાબળાને સરળતાથી ફોલ્ડ કરી શકાય છે.
બીજી તરફ જોઈએ તો તેને પ્લાસ્ટિકની થેલીમાં રાખવાથી ભેજ આવે છે અને જેના કારણે ફૂગનો ભય રહે છે. તેને તાજી અને સુગંધિત રાખવા માટે, લવંડર તેલને કોટન બોલમાં બોળીને બેગના ચાર ખૂણા પર મૂકી શકો છો. આનાથી ધાબળામાં સુગંધ રહેશે.
સૂર્યપ્રકાશ જરૂરી છે : ભલે તમે દરરોજ ધાબળાને સાફ ના કરી શકો પણ તેમાં હાજર કોઈપણ પ્રકારની ખરાબ ગંધથી છુટકારો મેળવવા માટે અઠવાડિયામાં એક વાર તેને સૂર્યપ્રકાશમાં ચોક્કસ મૂકવો જોઈએ. સૂર્યપ્રકાશના ઘણા ફાયદા છે. દુર્ગંધની સમસ્યા દૂર કરવા ઉપરાંત બેક્ટેરિયા પણ દૂર કરી શકાય છે.
ધાબળાને લાંબા સમય સુધી તડકામાં ના રાખવું એ પણ ધ્યાન રાખો. તમે તેને બપોરે 2 કલાક માટે તડકામાં રહેવા દો અને પછી તેને અંદર લાવો. લગભગ અડધા કલાક પછી ધાબળાને ફોલ્ડ કરીને બેગમાં રાખો.
બ્લેન્કેટ કવર વાપરો : ધાબળાને ગંધ અથવા ગંદકીથી બચાવવા માટે કવરનો ઉપયોગ કરો. તેને બીજા કપડાંની સાથે ધોવાને બદલે તેને અલગથી સાફ કરો. ઘણા ધાબળાઓના કવર હળવા અથવા સફેદ રંગના હોવાથી બીજા કપડાંની સાથે ધોવાથી રંગ બેસવાનો ભય રહે છે.
સામાન્ય ડિટર્જન્ટથી કવર સાફ કર્યા પછી તેને ખાવાનો સોડા અને વિનેગરનો ઉપયોગ કરીને સાફ કરો. વાસ્તવમાં આ બંને સફાઈ માટે શ્રેષ્ઠ છે અને તેનાથી દુર્ગંધ પણ દૂર થશે.
હોમમેઇડ એર ફ્રેશનરનો ઉપયોગ કરો : કેટલાક લોકો ધાબળાને અલમારીમાં રાખે છે પણ તમે એક કામ કરી શકો. આપણે રૂમને સુગંધિત રાખવા માટે એર ફ્રેશનરનો ઉપયોગ કરીએ છીએ. આજ કામ તમે તેને કપડામાં પણ વાપરી શકો છો. આ માટે એક ખુલ્લા બરણીમાં ખાવાનો સોડા લો અને તેમાં કોઈપણ એસેન્સિયલ તેલના 2 થી 4 ટીપાં મિક્સ કરો.
એ તેલ પસંદ કરો કે જેની તમને સુગંધ ગમે છે. હવે આ બરણીને અલમારીના ખૂણા પર રાખો. અઠવાડિયામાં એકવાર ખાવાનો સોડાને બદલો અને દરરોજ તેલના 2 થી 3 ટીપાં મિક્સ કરો. આનાથી અલમારીમાં સુગંધ સારી રહેશે. આશા છે કે તમે આ માહિતી ગમી હશે, આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.