body toxins removal home remedy
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કસરત ના કરવી, ખાણીપીણીની ખરાબ આદતો, પૂરતી ઊંઘ ન લેવી વગેરે જેવી ખરાબ આદતોને કારણે આપણા શરીરમાં ઝેરી તત્વો જમા થઇ જાય છે. જેના કારણે શરીર અંદરથી કમજોર પાડવા લાગી જાય છે. ઝેરી તત્વોને કારણે શરીર પર નકારાત્મક અસર પડે છે.

આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જેના શરીરમાં ઝેરી તત્વો એટલે કે ટોક્સિન નહીં હોય. આ ઝેરી તત્વોને કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે.

જ્યારે શરીરમાં ટોક્સિન બનવા લાગી જાય છે ત્યારે ચહેરા પર ખીલ થવા લાગી જાય છે. તમે હંમેશા આળશ માં રહો છો. પેટમાં ગેસ, જલન અને દુખાવો થાય છે ? જો તમે પણ આ બધી સમસ્યાઓથી પરેશાન થઇ રહયા છો, તો તેનો અર્થ એ છે કે તમારે તમારા શરીરને જલ્દીથી અંદરથી સાફ કરવું જોઈએ.

પરંતુ આ માટે તમારે કોઈ સપ્લિમેન્ટ કે કોઈ મોંઘી દવા કે પ્રોડક્ટનું સેવન કરવાની જરૂર નહીં પડે. આ માટે તમે ડિટોક્સ સ્મૂધી ઘરે બનાવીને પી શકો છો. તો તમે પણ તેની રેસીપી જાણવા માંગતા માંગતા હોય તો આ લેખને અંત સુધી વાંચો.

પાઈનેપલ સ્મૂધી

શરીરને ડિટોક્સ કરવા માટે તમે ગાજર અને પાઈનેપલમાંથી બનાવેલી સ્મૂધી પી શકો છો. પાઈનેપલમાં આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન સી હોય છે. આ બધી વસ્તુઓ શરીરને ડિટોક્સ કરે છે અને સફરજનમાં પેક્ટીન મળી આવે છે જે શરીરને સાફ રાખે છે.

જરૂરી સામગ્રી

  • 1/2 કપ સફરજન
  • 2 ચમચી લીંબુનો રસ
  • 1 કપ ગાજર
  • 1 કપ પાઈનેપલ
  • 1 કપ પાણી
  • ફુદીનો
  • 2-3 બરફના ટુકડા

વિધિ

આ બધી સામગ્રીને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો. એટલે તમારી પાઈનેપલ સ્મૂધી તૈયાર થઇ જશે. હવે તેને એક ગ્લાસમાં કાઢી લો અને બરફના ટુકડા અને ફુદીનાના પાન નાખીને સર્વ કરો.

આ પણ વાંચો: તમારા લીવર માટે આ 8 આદતો છે ખતરનાક, આ ખરાબ આદતોને આજે જ છોડો, નહીંતર પહેલા જેવું સ્વસ્થ લીવર નહીં મળે

ગાજર, કેરી, દ્રાક્ષ સ્મૂધી

ગાજર અને મધમાં જરૂરી પોષક તત્વો મળી આવે છે અને તેનું સેવન કરવામાં આવે તો તમારા શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે અને તમારું શરીર સ્વચ્છ થઈ જશે. તમે આ ફળોને મિક્સ કરીને એક હેલ્ધી સ્મૂધી બનાવી શકો છો.

જરૂરી સામગ્રી

  • 1 કપ બદામનું દૂધ
  • 1 કપ ગાજર
  • 2 કપ કેરી
  • 1 કપ દ્રાક્ષ
  • 1 કેળું
  • 1 ચમચી મધ
  • 1 મોટી ચમચી અળસીના બીજ

બનાવવાની રીત

મિક્સર જારમાં બધી સામગ્રી નાખીને તેને બ્લેન્ડ કરો. હવે તેને એક ગ્લાસમાં કાઢી લો અને પીણાને બરફના ટુકડા નાખીને ઠંડુ કરો. તમારી ડિટોક્સ સ્મૂધી તૈયાર છે.

બીટ સ્મૂધી

બીટરૂટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી ડૉક્ટર પણ સલાહ આપે છે કે તેને આહારનો ભાગ બનાવવો જોઈએ. બીટ ખાવાથી પાચન તંત્રને લગતી સમસ્યાઓ થતી નથી. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે.

જરૂરી સામગ્રી 

  • 1 કપ બીટરૂટ
  • 1/2 કપ લાલ ગાજર
  • 1/2 કપ સફરજન
  • 1 કપ પાણી
  • બરફ

વિધિ

સૌથી પહેલા એક કપ બીટરૂટ, લાલ ગાજર અને સફરજનને ધોઈ લો. તે પછી બધી વસ્તુઓને કાપી લો અને મિક્સરમાં પીસી લો. તો તમારી બીટરૂટ સ્મૂધી તૈયાર છે.

આશા છે કે તમને અમારો આ લેખ જરૂર ગમ્યો હશે. તો તમે પણ ઝેરી તત્વોને શરીરમાંથી દૂર કરવા માટે આ સ્મૂધી બાનવીને શરીરને સાફ કરી શકો છો. આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “સપ્લિમેન્ટ કે કોઈ મોંઘી દવા વગર, મહિનામાં 1 વાર આ સ્મુધી પી જાઓ, શરીર કાચ જેવું ચોખ્ખું થઇ જશે”