ઉફ્ફ… આજે કેટલી બધી ગરમી છે…. યાર. ઘણીવાર આપણે આ વાક્ય બોલતા બોલતા ઘરે આવીએ છીએ અને સીધું જ ફ્રિજ ખોલીને ઠંડુ ઠંડુ પીણું, પાણી કે સોફ્ટ ડ્રિંક કાઢીને પી લઈએ છીએ. પરંતુ દરરોજ ઠંડા પીણા કે બહારના પીણા પીવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. આવી સ્થિતિમાં આપણે હેલ્દી પીણાં પીવા જોઈએ.
હેલ્ધી ડ્રિંક્સ ન માત્ર તરસ છીપાવવાનું કામ કરે છે પરંતુ ઘણી બધી શારીરિક સમસ્યાઓને પણ દૂર કરે છે. તમે છાશ, દહીં શેક અથવા લીંબુ પાણી પીઓ. પણ શું તમે ક્યારેય તડકા બૂંદી છાશ પીધી છે? જો નહીં, તો એક વાર અવશ્ય બનાવો. તે બનાવવામાં પણ ખૂબ સરળ છે અને તેનો સ્વાદ પણ અદ્ભુત છે.
તો ચાલો જાણીએ કે તમે ઘરે મસાલા તડકા બૂંદી છાશ કેવી રીતે બનાવી શકો છો.
વિધિ :
- સૌથી પહેલા એક મોટા વાસણમાં 2 કપ દહીં લો અને તેને સારી રીતે હલાવો. આ ઉપરાંત, દહીંમાં 1 કપ પાણી ઉમેરો અને તેને પાતળું કરો.
આ જરૂર વાંચો :૧ છાશ મસાલા સાથે બનાવો ૩ અલગ અલગ મસાલા છાશ – Chaas Masala Banavani Rit
- જો તમે ઈચ્છો તો મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી આદુ, 1 ચમચી જીરું પાવડર અને 1 ચમચી શિકંજી મસાલો નાખીને સારી રીતે મિક્સ કરો.
- બરાબર મિક્ષ કર્યા પછી તેમાં ફૂદીનાના પાન અને 1 ચમચી કોથમીર નાખીને હલાવો. હવે ગલ્સ્સ ભરીને, ઉપરથી પણ થોડી બૂંદી નાખો.
આ જરૂર વાંચો : શરીર માટે સૌથી હેલ્થી 4 રેસિપી જે તમને તંદુરસ્ત રાખવામા મદદ કરશે
તમારી તડકા મસાલા છાશ તૈયાર છે. આ પીણું બનાવવા માટે છાશનો પણ ઉપયોગ કરી શકાય છે. જો તમને રેસિપી ગમી હોય તો, આવી વધુ રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.