તમે ઘણીવાર નજીકની બેકરીની દુકાનમાં ક્રીમ રોલ્સ જોયો હશે. બાળપણમાં આ વસ્તુ ના ખાધી હોય એવું લગભગ કોઈ માણસ હશે. ખાસ કરીને બાળકોને ક્રીમ રોલ્સ ખાવાનો ખુબ જ શોખ હોય છે, તેથી આજે અમે લઈને આવ્યા છીએ ક્રીમ રોલ્સ બનાવવાની રીત જણાવીશું.
આ ક્રીમ રોલને માત્ર 10 થી 15 મિનિટના સમયમાં તૈયાર કરી શકો છો, ત્યારબાદ તમારો ક્રીમ રોલ ખૂબ જ સરળતાથી બનીને તૈયાર થઈ જશે. તો રાહ કોની જુઓ છો, ચાલો જાણીએ ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ ક્રીમ રોલની બનાવવાની રીત.
સામગ્રી : વ્હીપ ક્રીમ અથવા લટકાવેલું દહીં 100 ગ્રામ, ખાંડ સ્વાદ મુજબ, બ્રેડ સ્લાઈસ 4 બ્રેડ અને માખણ 2 ચમચી
બ્રેડ ક્રીમ રોલ બનાવવાની રીત : બ્રેડ ક્રીમ રોલ બનાવવા માટે સૌથી પહેલા લટકાવેલું દહીં એટલે કે જાડું દહીં લો. દહીંને ઘટ્ટ કરવા માટે તેને મલમલના કપડામાં દહીંને લપેટીને થોડીવાર માટે ક્યાંક લટકાવી દો, તેનાથી તમારું હેંગ દહીં તૈયાર થઈ જશે.
જ્યારે દહીં બની જાય ત્યારે તેમાં આઈસિંગ સુગર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો અને જો તમે ઈચ્છો તો બજારમાં મળતી વ્હીપ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો. આ પછી બ્રેડ સ્લાઈસ લો અને તેની કિનારી કાપી લો અને વેલણની મદદથી બ્રેડને રોલ કરો, આ પછી બ્રેડ સ્લાઈસના 3 ટુકડા કરી લો.
હવે તમે ક્રીમ રોલ કોન લો અને બ્રેડની સ્લાઈસ પર પાણી લગાવો અને ક્રીમ રોલનો આકાર તૈયાર કરો. હવે માઇક્રોવેવની મદદથી રોલ્સને 5 થી 7 મિનિટ માટે 200 ડિગ્રી પર બેક કરો.
જ્યારે રોલ બેક થઈ જાય ત્યારે તેને થોડો ઠંડુ થવા માટે રાખો અને જ્યારે રોલ ઠંડુ થઈ જાય ત્યારે તેમાં કોન ની મદદથી ક્રીમ ભરો. હવે છેલ્લે રોલ્ડ ક્રીમની ટોચ પર ચેરી અથવા જેમ્સથી ગાર્નિશ કરો. આ સરળ સ્ટેપની મદદથી ક્રીમ રોલ્સ તરત જ તૈયાર થઈ જશે.
તો આ હતી ક્રીમ રોલ બનાવવાની રીત. જો તમને અમારી આ રેસિપી ગમી હોય તો, આવી જ સ્વાદિષ્ટ વાનગીઓ અને અવનવી કિચન ટિપ્સ ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.