બ્રેકફાસ્ટથી લઈને નાસ્તા સુધીની દરેક સમયે બ્રેડ ખાવામાં આવે છે. આજના દિવસોમાં બ્રેડ ખૂબ જ સુવિધાજનક આહાર બની ગયો છે, જે ક્યારેક બ્રેડ સેન્ડવીચ અને ક્યારેક બ્રેડ ટોસ્ટ તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ. પરંતુ ઘણા લોકો હજુ પણ તેનાથી થતા નુકસાનથી સંપૂર્ણપણે અજાણ છે.
ખાસ કરીને સફેદ બ્રેડનું સેવન ના કરવું જોઈએ કારણ કે તેમાં બીજા ખોરાકની સરખામણીમાં મહત્વના પોષક તત્વો નથી હોતા. જો તમે પોષક તત્વોની ઉણપ પૂરી કરવા માંગતા હોય તો તેના બદલે અનાજની રોટલી ખાઓ. ચાલો જાણીએ, બ્રેડ કેમ ના ખાવી જોઈએ.
મોટાભાગની બ્રેડમાં વધુ માત્રામાં મીઠું હોય છે. ખાસ કરીને બજાર અથવા મોલમાંથી ખરીદવામાં આવેલી બ્રેડમાં મીઠું વધારે હોય છે. તેથી, જો તમે બ્રેડ ઓછી ખાશો, તો તમારા શરીરમાં સોડિયમનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછું થઇ જશે.
જો કે બ્રેડના એક ટુકડાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ તેને વારંવાર ખાવાથી સ્વાસ્થ્ય પર અસર દેખાઈ શકે છે. જો તમે તેને ખાવા માંગતા હોય તો તમે તેને મીઠું વાપર્યા વગર ઘરે બેક કરીને ખાઈ શકો છો.
બ્રેડમાં કાર્બ્સ, મીઠું અને રીફાઇન્ડ સુગર હોય છે અને તે સ્વાસ્થ્ય માટે સારું નથી. તેના નિયમિત ખાવાથી તમારું વજન વધી શકે છે. આ સિવાય સફેદ બ્રેડ રીફાઇન્ડ મૈંદા અને સુગરમાંથી બને છે. તેથી તેના વધુ પડતા સેવનથી લોહીમાં સુગરનું સ્તર વધી શકે છે, જેથી વજન વધવા લાગે છે.
જો તમે તંદુરસ્ત આહારને અનુસરવા માંગતા હોય, તો સફેદ બ્રેડનું સેવન કરવાનું ટાળો. પેટ ભરવા માટે ફાઇબરથી ભરપૂર ભોજન લેવાની સલાહ આપવામાં આવે છે. જેથી થોડો સમય પેટ ભરેલું રહે, પણ બ્રેડ થી તમારું પેટ નથી ભરાતું. બ્રેડમાં ગ્લુટેન પદાર્થ હોય છે, જે તમારા પેટને ખરાબ કરી શકે છે.
આ સિવાય તે ઘણા રોગોને પણ આમંત્રણ આપે છે. વધુમાં જોઈએ તો તેમાં સ્ટાર્ચ પણ વધારે હોય છે તે તમારા દાંતમાં સડો થવાનું કારણ બની શકે છે. બ્રેડમાં વધારે માત્રામાં સોડિયમ હોવાને કારણે તે બ્લડ પ્રેશરને વધારી શકે છે. બ્લડ પ્રેશરને વધવાને કારણે હૃદયરોગનું જોખમ પણ વધે છે.
વધારે પ્રમાણમાં બ્રેડનું સેવન કરવાથી તમારા શરીરમાં મીઠાનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ શરૂ થાય છે. બીજી બાજુ જોઈએ તો, સફેદ બ્રેડને કોઈપણ રૂપમાં ખાઓ, તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેથી તેનો વપરાશ ઓછો કરવાનો પ્રયત્ન કરો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.