અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now
મંચુરિયન બનાવવાની રીત: આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવુ બ્રેડ મંચુરિયન બનાવવાની રીત ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.
મંચુરિયન બનાવવાની સામગ્રી
- ૧ વાટકી બ્રેડનો ભુક્કો
- ૧/૨ વાટકી પાતળું અને લાંબુ સમારેલ કોબી
- ૧/૨ દૂધીનું છીણ
- ૧ ચમચી ઝીણું સમારેલ આદુ
- ૧ ચમચી ઝીણું સમારેલ લસણ
- ૧- લીલા મરચા
- ૧ ચમચી લાલ મરચું
- મીઠું
- ૧ ચમચી કોર્ન ફ્લોર
- ૧ ચમચી ચીલી સોસ
- ૧ ચમચી સોયા સોસ
- ૧/૨ ચમચી વિનેગર
- ૨ ચમચી ટોમેટો સોસ
- ૧ વાટકી પાણી
- ૨ ચમચી તેલ
- ૧ ચમચી ઝીણું સમારેલ આદુ
- ૧ ચમચી ઝીણું સમારેલ લસણ
- ૩/૪ વાટકી ઝીણી સમારેલ ડુંગળી
મંચુરિયન બનાવવાની રીત
- સૌ પ્રથમ દુધીના છીણને કપડામાં લઇ દાબી લેવું જેથી પાણી નીકળી જાય. એક બાઉલમાં બ્રેડના ભૂક્કામાં કોબી, દુધી, લીલા મરચાની કટકી, આદુ- લસણની કટકી, લાલ મરચું અને મીઠું ઉમેરી મિક્ષ કરી નાના ગોળ બોલ વાળી લેવા.
- મીડીયમ તાપે તેલમાં ગોલ્ડન તળી લેવા. હવે એક બાઉલમાં સોયા સોસ, ચીલી સોસ, વિનેગર, ટોમેટો સોસ, કોર્ન ફ્લોર અને પાણી ઉમેરી મિક્ષન તૈયાર રાખવું. હવે એક પેનમાં તેલ લઇ તેમાં આદુ અને લસણની કટકી ઉમેરી સાંતળવી.
- પછી તેમાં ડુંગળીમાં મીઠું ઉમેરી સાંતળવી. હવે તેમાં બનાવેલ મિક્ષન ઉમેરી ઘટ ગ્રેવી થાય ત્યાંસુધી હલાવવું.
- ડીશ કે બાઉલમાં મંચુરિયન લઇ ઉપરથી ગ્રેવી રેડવી. કોથમીર અને ડુંગળીથી ગાર્નીશ કરવું. તો તૈયાર છે બ્રેડ મંચુરિયન.
આ પણ વાંચો : પૌંઆ માંથી બનતો મંચુરિયન જેવો જ નવો નાસ્તો. એક વાર બનાવશો તો બધા આંગળા ચાટી ચાટી ને ખાશે
નોંધ લેવી:
- જૈન કરવા હોય તો લસણ ડુંગળી નહિ ઉમેરવાની.
- મંચુરિયનના મિક્ષનમાં ગાજર, કેપ્સીકમ ઘરમાં અને જે સીઝન હોય તે પ્રમાણે ઉમેરી શકાય.
- ગ્રેવી બનાવતી વખતે લીલી ડુંગળી ઉમેરવાથી વધારે સારું લાગે છે પણ સીઝન ન હોય તો તેના વગર ચાલે.
- ૧૧-૧૨ જેવા મંચુરિયન બનશે.