bread recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણીવાર આપણે સાંજે ચા ની સાથે સ્નેક્સ ખાઈએ છીએ એવી જ રીતે ઘણા લોકોને ક્યારેક મોડી રાત્રે કંઇક ખાવાનું મન થાય છે અને તેઓ બ્રેડ ખાવા લાગે છે. કારણ કે બ્રેડ આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ થનારી એક એવી વસ્તુ છે કે જેને આપણે એમ જ ખાઈ શકીયે છીએ અને તેમાંથી અનેક પ્રકારની ડીશ પણ બનાવી શકીએ છીએ.

તેમાંથી ફટાફટ કંઈપણ બનાવી શકાય છે, પરંતુ ઘણી વખત બજારમાં ખરીદી કરવા ગયા પછી બ્રેડ ખતમ થઈ જાય છે અથવા વાસી થઈ જાય છે. વાસી બ્રેડ ખાવી એ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારી નથી, પરંતુ શું તમે જાણો છો કે તમે બજાર જેવી જ ઘરે પણ સરળતાથી હેલ્ધી બ્રેડ બનાવી શકો છો.

જો કે ઘરે બ્રેડ બનાવવા માટે ખમીરની જરૂર હોય છે. કારણ કે તેના ઉપયોગથી બ્રેડ ફૂલે છે. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે તમે ખમીર વગર બ્રેડ નથી બનાવી શકતા. આજકાલ બજારમાં આવી ઘણી બધી વસ્તુઓ મળે છે જેની મદદથી તમે ખમીર વગરની સોફ્ટ બ્રેડ બનાવી શકો છો.

તો રાહ શું જુઓ છો, ચાલો જાણીએ કે તમે યીસ્ટ વગર બ્રેડ કેવી રીતે બનાવી શકો છો, તો તમારે બસ આ કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ ફોલો કરવાની જરૂર છે.

કેવી રીતે તૈયાર કરવી બ્રેડ કણક ? દરરોજ તમે જે રીતે લોટ બાંધો છો તે જ રીતે બ્રેડનો લોટ બાંધવામાં આવે છે. જો કે તેને મૈદાની મદદથી ગૂંદવામાં આવે છે પરંતુ તે રોટલીની કણક જેટલું નરમ ના હોવું જોઈએ. કારણ કે બ્રેડની કણક રોટલીની કણક કરતા સખ્ત બાંધવામાં આવે તેટલી જ બ્રેડ સારી બનશે.

બ્રેડના કણકને ગૂંથવા માટે તમે 2 કપ મેદાનો લોટનો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય તમે તેની સાથે 1 કપ ઘઉં પણ લઈ શકો છો. પછી તેમાં 1 ચમચી ખાવાનો સોડા અને 1/4 નાની ચમચી વેનીલા એસેન્સ ઉમેરો. કણકમાં જો તમે ઈચ્છો તો તેમાં થોડું મીઠું ઉમેરી શકો છો. થોડું મીઠું ઉમેરવાથી બ્રેડ ખારી નહીં થાય પણ કણક સ્મૂધ થઈ જશે અને વેનીલા એસેન્સ ઉમેરવાથી બ્રેડનો રંગ સફેદ જ રહેશે.

આ બાબતો ધ્યાનમાં રાખો : જ્યારે બ્રેડનો લોટ બાંધી દેવામાં આવે ત્યારે તેના પર 1 ચમચી તેલ લગાવવું પડશે. તમે અહીંયા તેલની જગ્યાએ દેશી ઘી પણ લગાવી શકો છો. આમ કરવાથી તમારી બ્રેડ વધારે નરમ બનશે.

હવે તમે કણકને સુતરાઉ કાપડથી ઢાંકીને રાખી શકો છો. ધ્યાન રાખો કે કપડું ભીનું ના હોવું જોઈએ. કણકમાં 1/2 કપ દૂધ અને 1/2 કપ પાણી ઉમેરવાનું ભૂલશો નહીં અને આ સિવાય તમારે ધીમે ધીમે પાણી અને દૂધ ઉમેરીને કણક બાંધવી પડશે. આ રીતે તમારે કણક ઝડપથી ગૂંથાઈ જશે.

જો તમારે સહેજ ખારી બ્રેડ બનાવવી હોય તો થોડું વધારે મીઠું ઉમેરી શકો છો. જો તમારે સામાન્ય બ્રેડમાં કોઈપણ વસ્તુનું સ્ટફિંગ કરવા માંગતા હોય જેમ કે મગફળી વગેરે તો તમારે બ્રેડના લોટને થોડો નરમ બાંધવો જોઈએ. આ સાથે હુંફાળા પાણીથી બાંધેલી કણક હંમેશા નરમ બને છે અને બ્રેડ પણ નરમ બને છે કારણ કે કણક જેટલો નરમ હશે તેટલી બ્રેડ વધારે ફુલશે.

દાદીમાનો ખાસ નુસખો : દાદીમાના સ્પેશિયલ નુસખા મુજબ બ્રેડમાં યીસ્ટ સિવાય તમે સ્વાદ વધારવા માટે લોટમાં થોડું દહીંને પણ ઉમેરી શકાય છે. દહીં ઉમેરવાથી બ્રેડનો સ્વાદ વધશે અને બ્રેડને પણ નરમ બનાવશે.

બ્રેડ બનાવવા માટે સામગ્રી : 5 મોટી ચમચી મૈંદા લોટ, 2-3 મોટી ચમચી તેલ, 1 ઈંડું, 1 ચમચી વેનીલા એસેન્સ, 2 મોટી ચમચી પાણી, 1 નાની ચમચી બેકિંગ પાવડર અને 2-3 મોટી ચમચી દૂધ

બ્રેડ બનાવવાની રીત : બ્રેડ બનાવવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં મૈંદાનો લોટ, બેકિંગ પાવડર, વેનીલા એસેન્સ, એક ઈંડું અને દૂધને એકસાથે નાખીને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણમાં થોડું પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં થોડું તેલ નાખો, અહીંયા તમે ઓલિવ તેલ, નાળિયેર તેલ અથવા બીજું કોઈપણ વનસ્પતિ તેલનો ઉપયોગ કરી શકો છો.

તેલ ઉમેર્યા પછી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. હવે બ્રેડના લોટને ગૂંથવા માટે તમારા બંને હાથનો ઉપયોગ કરો. હવે કણક સારી રીતે બંધાઈ જાય પછી તેના પર X નું નિશાન બનાવો જેથી કરીને જ્યારે તે માઇક્રોવેવમાં ચઢે ત્યારે તે ફૂટે એટલે કે કણક ફાટે નહિ. હવે આ કણકને માઈક્રોવેવ સેફ કન્ટેનરમાં મૂકો અને 5 મિનિટ માટે હાઈ ફ્લેમ પર માઈક્રોવેવને બંધ કરો.

5 મિનિટ પછી તેને માઇક્રોવેવમાંથી બહાર કાઢો અને તેને થોડું ઠંડુ થવા દો અને પછી તેના બ્રેડ સ્લાઈસ પ્રમાણે કાપી લો. તો તમારી સોફ્ટ હોમમેઇડ બ્રેડ બનીને તૈયાર છે.

કેટલીક ટિપ્સ : બ્રેડ બનાવતી વખતે ઓવનને વારંવાર ખોલીને ચેક ના કરવું જોઈએ કારણ કે આમ કરવાથી બ્રેડ નરમ નહીં થાય.
જો તમે બ્રેડ ઓવનમાં બનાવી રહયા છો તો તો તેને ઓવનમાં મૂકતા પહેલા તેને પહેલાથી ગરમ કરો. આમ કરવાથી જ્યારે તમે બ્રેડના મિશ્રણને ઓવનમાં મુકશો ત્યારે તેના પર કોઈ અલગ પરપોટા નહીં બને.

બ્રેડ બનાવતી વખતે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે જે પણ સામગ્રીનો ઉપયોગ કરો તે રૂમ ટેમ્પરેચર (ઓરડાના તાપમાને) હોવો જોઈએ. તેનાથી બ્રેડ વધારે નરમ બનશે. બ્રેડમાં તમે ઈંડા, દૂધ અને માખણ અથવા જે પણ સામગ્રી વાપરી રહ્યા છો તે સામાન્ય તાપમાને જ હોવું જોઈએ.

બેકિંગ કરવું ખરેખર એટલું જ સરળ પણ નથી. આ સમય દરમિયાન તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે બધી વસ્તુઓનું માપ સાચું લો. આ હતી કેટલીક ટિપ્સ, જેને તમે પણ અપનાવીને ઘરે જ એક પરફેક્ટ સોફ્ટ બ્રેડ બનાવી શકો છો. જો તમને આ રેસિપી ગમી હોય તો આવી જ બીજી વાનગીઓ અને કિચન શસ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા