અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now
હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બ્રેડ ટોસ્ટ ચાટ કેવી રીતે બનાવી શકાય તે વિષે જોઈશું. જો તમે આ ચાટ પરફેક્ટ માપ સાથે બનાવશો તો ખાવામા એકદમ ટેસ્ટી બજાર કરતા પણ સારી ચાટ તમે ઘરે બનાવી શકો છો. તો આજની આ રેસિપી જોઈલો અને ઘરે બનાવાનો પ્રયત્ન કરજો.
સામગ્રી :
- બ્રેડ ટોસ્ટ (મીડ્યમ પીસ કરેલા )
- બાફેલા મગ (જરૂરિયાત મુજબ )
- બાફેલા ચણા (જરૂરિયાત મુજબ )
- દહીં (જરૂરિયાત મુજબ )
- ખજુર આંબલી ની ચટણી (સ્વાદ પ્રમાણે )
- કોથમરીની ચટણી(સ્વાદ પ્રમાણે )
- ફુદીનાની ચટની (સ્વાદ પ્રમાણે )
- બાફેલા બટેટા
- મીડ્યમ સુધારેલા કાંદા
- જીણા સમારેલા ટમેટા
- જીણા સમારેલા કોથમરી
- જીણી સેવ
- ચાટ મસાલો
- મરચું
- મીઠું
- ખાંડ
- સેકેલા જીરાનો પાવડર.
રીત :
- બ્રેડ ટોસ્ટ ને નાના મીડ્યમ સાઈઝ ના પીસ કરી લ્યો .બ્રેડ ટોસ્ટ બજાર માં તેયાર મળે છે.
- જો તેયાર ના મળે તો ઘરે બ્રેડ ટોસ્ટર માં પણ તમે બ્રેડ ને ટોસ્ટ કરી શકો છો.
- અથવા લોઢી ઉપર પણ ધીમા તાપે બને બાજુ બ્રેડ ને ફેરવી ટોસ્ટ કરી શકો છો. મગ ચણા ને બે કલાક પલાળી ને બાફી લ્યો.
- ફુદીના, ખજુર આંબલી, કોથમરી ની ચટણી બનાવી લ્યો.
- દહીં માં સ્વાદ મુજબ મીઠુંને ખાંડ નાખીને એકદમ હલાવી લ્યો. હવે સર્વ કરતી વખતે એક સર્વિંગ પ્લેટ માં પહેલા બ્રેડ ટોસ્ટ ના પીસીસ રાખો .તેના ઉપર મગ,ચણા પાથરો.
- તેના ઉપર કોથમરી ની ને ફુદીના ની ચટણી પાથરો ,તેના ઉપર કાંદા, બટેટા, ટમેટા નાખો.દહીં રેડો, ખજુર આંબલીની ચટણી રેડો .
- સ્વાદ અનુસાર ચાટ મસાલો, મરચું, સેકેલા જીરા નો ભૂકો ભભરાવો .છેલે સેવ કોથમરી છાટી ને ગાર્નીશ કરો .આ વાનગી એકદમ લો ફેટ છે.