જ્યોતિષશાસ્ત્રમાં રસોડાનાં મસાલાનું ખૂબ મહત્વ જણાવેલ છે. મસાલા ગ્રહો સાથે સંબંધિત માનવામાં આવે છે. નાની લીલી ઈલાયચીનો સંબંધ બુધ ગ્રહ સાથે જણાવવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નાની એલચીના કેટલાક ઉપાય કરવાથી બુધ ગ્રહ બળવાન બને છે અને લોકોના જીવનની દરેક સમસ્યા દૂર કરી શકાય છે. ચાલો જાણીએ લીલી ઈલાયચીના ઉપાયો વિશે.
કામ પૂર્ણ કરવા માટે ઇલાઇચી
બે ઇલાયચીને એલ લોટા પાણીમાં ઉકાળો અને પછી તે પાણીને નહાવાના પાણીમાં ભેળવીને દરરોજ સ્નાન કરો.
સ્નાન કરતી વખતે, ‘સર્વ મંગળા માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્રયમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુતે’ મંત્રનો જાપ કરો.
તેનાથી કોઈપણ કાર્યમાં આવતી અડચણો દૂર થઇ જશે અને કાર્ય સિદ્ધ અને સફળ થશે.
આ પણ વાંચો : ઈલાયચી પાવડર બનાવવાની રીત, આ રીતે સ્ટોર કરશો તો 10 મહિના સુધી બગડશે નહીં
આર્થિક તંગી દૂર કરવા માટે ઈલાયચી
- તમારા પર્સમાં 5 ઈલાયચીના દાણા લાલ કપડામાં લપેટી રાખો. આ ઉપાયથી દેવામાંથી મુક્તિ મળશે .
- 5 ઈલાયચીના દાણા લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખવાથી ધનમાં વધારો થાય છે.
- સાથે જ નોકરીના સ્થળે લાલ કપડામાં લપેટી 5 ઈલાયચીના દાણા રાખવાથી આવક વધે છે.
- એક રૂપિયાના સિક્કાની સાથે ઈલાયચીનું દાન કોઈ ગરીબને કરવાથી ઘરમાં પૈસા ટકવા લાગે છે.
જીવન સાથી માટે ઈલાયચી
- 5 ઈલાયચીના દાણા પીળા કપડામાં બાંધીને મંદિરમાં રાખો અને વરનું નામ લો. આમ કરવાથી, તમે ઇચ્છિત છોકરા અથવા છોકરી સાથે લગ્ન કરશો અને સંબંધ પણ મજબૂત રહેશે.
આ પણ વાંચો : ઇલાયચીનું સેવન દુર્ગંધ દૂર કરવા માટે જ નહીં પરંતુ આ 6 સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે!
નોકરી, અભ્યાસ અને વ્યવસાય માટે ઈલાયચી
શિક્ષણમાં સફળતા મેળવવા માટે, પીપળના પાંદડા પર 5 મીઠાઈ અને 5 ઈલાયચીના દાણા મૂકો અને તેને શિવલિંગ પર ચઢાવો.
નોકરીમાં પ્રગતિ મેળવવા માટે હંમેશા તમારા ઓફિસના ડ્રોઅરમાં કાળા કપડામાં લપેટી ઈલાયચીના દાણા રાખો.
બિઝનેસ વધારવા માટે દુકાનમાં ઈલાયચીના દાણા છુપાવીને રાખો અને દર અઠવાડિયે બદલતા રહો. જુના દાણાને મંદિરમાં ચઢાવો.
તો આ હતા લીલી ઈલાયચી સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાય, જેને અજમાવવાથી ન માત્ર કુંડળીમાં બુધ ગ્રહ બળવાન બને છે પરંતુ બીજા પણ ઘણા મળે છે. જો તમારી પાસે અમારા આ લેખ સંબંધિત પ્રશ્ન હોય તો લેખની નીચે કોમેન્ટમાં જણાવો. અમે તમને સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરજો. આવી વધુ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Image credit – Freepik