જ્યારે આપણા શરીરની છબીની વાત આવે છે, ત્યારે ઘણા લોકો એકદમ પરફેક્ટ રહે તેવું પસંદ કરે છે. આવી સ્થિતિમાં ઘણા લોકોને એવી સમસ્યા હોય છે કે તેમનો ચહેરો અને હાથ-પગ સુંદર દેખાય છે, પરંતુ માથા પરના વાળ અને હાથ-પગના નખ તૂટતા રહે છે.
એક રીતે જોવામાં આવે તો, ખરતા અને પાતળા થતા વાળ અને તૂટેલા નખ ન તો સારા લાગે છે અને ન તો તે સ્વાસ્થ્ય માટે સારા છે. તમને જણાવી દઈએ કે, તમારા આંતરિક સ્વાસ્થ્યની જાણકારી એ તમારા ત્વચા અને વાળમાંથી દેખાય છે અને જો શરીરમાં કોઈ ખામી હોય તો તેની અસર સૌથી પહેલા નખ અને વાળમાં જોવા મળે છે.
જો વાળ અને નખ સાથે આવું થઈ રહ્યું છે, તો તેનો અર્થ એ છે કે તમારા શરીરમાં કોઈ વસ્તુની ઉણપ છે એ પાક્કું છે. તો અહીંયા તમને કેટલાક કારણો જણાવીશું જે તમારા વાળ ખરવા, પાતળા થવા અને નખ તૂટવા માટેના કારણો હોઈ શકે છે.
પ્રોટીનની અછતને કારણે આવું થઇ શકે છે: વાળ ખરવા અને નખ તૂટવા એ પ્રોટીનની ઉણપને કારણે થઈ શકે છે. દરેક વ્યક્તિએ દિવસભર તેના વજન પ્રમાણે પ્રોટીન લેવું જોઈએ. હવે જાણીએ કે કેવી રીતે જાણી શકાય કે શરીરમાં પ્રોટીનની ઉણપ છે: જો શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તો આ વસ્તુઓ જોવામાં આવે છે.
જો તમારા વાળ અચાનક ઉગતા બંધ થઈ જાય અને તે લાંબા ન હોય તો સમજી લો કે તેમાં પ્રોટીનની ઉણપ છે. જો તમારા નખ અચાનક તૂટવા લાગે અને વધતા બંધ થઈ જાય અને તમને તેમને કાપવાની જરૂર ન લાગે તો સમજી લો કે તેમાં પ્રોટીનની ઉણપ છે.
જો તમને હંમેશા ભૂખ લાગે છે અને જમ્યા પછી થોડી વાર પછી પણ તમને લાગે છે કે હજી કંઈક ખાવું પડશે, તો શરીર તમને પ્રોટીનની કમી હોવાનો સંકેત આપી રહ્યું છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ અચાનક બગડવા લાગે છે, શરીરમાં ઘણી જગ્યાએ દુખાવો થાય છે, તો તમારામાં પ્રોટીનની ઉણપ હોઈ શકે છે.
આવી સ્થિતિમાં રાહ ન જોવી જોઈએઅને ડૉક્ટર પાસે જય અને તમારું ચેકઅપ કરાવવું જોઈએ. ત્વચાની ચમક માટે પ્રોટીન જરૂરી છે. જો શરીરમાં પ્રોટીનની પૂરતી માત્રા હશે, તો તે તમારી ત્વચામાં પણ દેખાશે. જો તમારા શરીરમાં પ્રોટીનની પૂરતી માત્રા હશે તો શરીરમાં એનર્જી જળવાઈ રહેશે. તેથી પ્રોટીન સતત લેવું વધુ સારું છે.
નાસ્તા અને લંચમાં પ્રોટીન લેવું જરૂરી છે: જો તમે સવારના નાસ્તામાં ઉપમા, પોહા, ઈડલી જેવી વસ્તુઓ ખાઈ રહ્યા છો, તો ચોક્કસપણે અમુક પ્રોટીન શરીરમાં જઈ રહ્યું છે, પરંતુ તે પૂરતું નથી. તેના બદલે તમારા નાસ્તામાં ઈંડા, દૂધ-દહીં, ભુર્જી, પનીર જેવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ. બાફેલા ચણા વગેરે ખાવા જોઈએ.
એ જ રીતે બપોરના ભોજનમાં પ્રોટીનયુક્ત ખોરાક જેમ કે કઠોળ, સોયાબીન, પનીર વગેરેનો સમાવેશ કરો. ઘણા લોકો વિચારે છે કે જો દાળ અને ચોખાને ઘી સાથે ખાવામાં આવે તો તેનાથી પ્રોટીન વધે છે, પરંતુ એવું નથી. તે પ્રોટીનની જરૂરિયાતને પૂર્ણ કરશે નહીં અનેએટલા માટે તમારે તમારા આહારનું પ્રોટીન મુજબ સંચાલન કરવું જોઈએ.
જો તમને લાગતું હોય કે શરીરમાં કોઈ વસ્તુની કમી છે અને તેમાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ વગેરે જેવા કે વાળ ખરવા, નખ ફાટવા, ત્વચા પર ફોલ્લીઓ, આંખોની નીચે ડાર્ક સર્કલ વગેરે જેવા ચિહ્નો છે, તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ.
તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.