ચા એક એવી વસ્તુ છે જેને પીવાનું બધા લોકો પસંદ કરતા હોય છે. દિવસ માં ૨-૩ વાર ચા નાં પીધી હોય તો આપણું મગજ કામ નથી કરતું એટલે કે કેટલાક લોકો ચા પીવે તોજ તેમને કામ કરવામાં મન લાગે છે. ચા એ સવાર નું પીણું થઈ ગયું છે. જો સવારે આદુ અને ચા નો મસાલો નાખી ચા બનાવવામાં આવે તો બહુ મજા આવે છે પણ કેટલાક લોકોની ચા બધું નાખ્યા પછી પણ સારી બનતી નથી.
જે લોકોની ચા સારી નથી બનતી એ લોકો પછી બહાના બતાવે છે કે આ વખતે ચા ની પત્તી સારી નથી આવી. ચાની પત્તી મોટી એવી છે, નાની ભુક્કા વારી આવી છે એમ કહેતા હોય છે. પણ એમાં ચાની પત્તી નો કોઈ વાંક નથી હોતો. તમારી બનાવવા ની પદ્ધતિ ખોટી હોય છે તેથી તમારી ચા સારી નથી બનતી.
ચા બનાવવાની રીત: જો એક માણસ માટે ચા બનતા હોય તો એક નાની ચમચી ચાની પત્તી નાખવી. ૧૦૦ મિલી પાણી માં ૨ ગ્રામ ચા ની પત્તી નાખવી જોઈએ. પાણીને સારી રીતે પહેલા ઉકાળવું જેથી ચાનો રંગ ખુબ સરસ આવે. જો પાણી સારી રીતે ઉકાળેલું હસે તો ચા નો રંગ અને સુગંધ સારી જ આવશે.
પાણી એકવાર ઉકળી જાય પછી જ તેમાં ચા પત્તી નાખવી. આ ચા પત્તી હંમેશા તમારે એયર ટાઈટ ડબ્બામાં બંધ કરીને રાખવી. ચા બની જાય પછી તેને જો ચીની માટીમાં પીવી જોઈએ તે સૌથી બેસ્ટ હોય છે.
કાળી ચા એટલે કે બ્લેક ટીને પાંચ મિનિટ ઉકાળવું જોઈએ. તેમજ ગ્રીન ટીને વધારે ઉકાળવાની જરૂર નહી હોય છે. તેના માટે માત્ર બે- ત્રણ મિનિટ જ ઘણું છે. બનાવવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે કે પહેલા પાણીમાં ચાપતીને સારી રીતે ઉકાળો અને દૂધ પછી નાખો. તેનાથી ચાનો સ્વાદ સારી રીતે આવે છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.