આજની આ માહિતીમાં આપણે વાત કરવાના છીએ છાશ વિષે. જો તમે રોજ બપોરે છાશ પીવાના આ ફાયદા જાણી લેશો તો એક પણ દિવસ છાશ પીવાનું ભૂલશો નહિ. છાશ પીવાના ફાયદા આમતો ગુજરાતીઓને છાશ વિના ન ચાલે. તમે કોઈપણ ગુજરાતી ના ઘરે જાઓ તો તમને જમવા સાથે છાશ નો ગ્લાસ અવશ્ય જોવા મળશે.
મોટાભાગના લોકો ઉનાળામાં તો રોજ છાશ પીવે છે. તેમ છતાં ઘણા લોકો એવા પણ છે કે જેઓ રોજ છાશ નથી પિતા અથવા તો ઘણાને છાશ પસંદ નથી હોતી. પણ શું તમે જાણો છો કે આ એક ગ્લાસ છાસ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર નીકાળી દે છે? ઉનાળાની ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે.
તમણે જણાવી દઇએ કે છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. છાસ ઉનાળામાં અમૃત સમાન છે પેટના તમામ રોગોને ખતમ કરે છે.છાશ એક એવી વસ્તુ છે જે વાત પિત્ત અને કફને બેલેન્સ કરવામાં કારગર સાબિત થાય છે. છાશ ઘણી પ્રકારની જોવા મળતી હોય છે. તો પ્રશ્ન થાય કે કેવી છાશ પીવી જોઈએ.
આપણામાથી મોટા ભાગના લોકો માને છે કે મોળી છાશ પીવી સારી પરંતુ એ સાચું નથી. તમે જાણતા નહિ હોય કે સાવ જ મોળા દહીંમાંથી બનેલી છાશ કાચી હોય છે અને તેનાથી કફ થાય છે. જ્યારે અતિશય ખાટી થઈ ગયેલી છાશ પિત્ત કરનારી થઈ જાય છે. સામાન્ય રીતે થોડીક ખટાશ આવી હોય એવી ખટમીઠી છાશ ત્રિદોષશામક કહેવાય છે. છાશ હંમેશા બપોરે જ પીવી.
ભોજન સાથે છાશ ના ફાયદા
ભોજન સાથે છાશ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ પોષણ મળે છે. જો તમારાથી શક્ય હોય તો છાશ માં ચપટી મરી, જીરું અને સિંધાલું મીઠું નાખીને પીવી. છાશમા મરી, જીરું અને સિંધાલું મીઠું નાખવાથી તે ગજબનું અસર કરે છે. છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે.
ભેસ કરતા ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. આંતરડાને હેલ્ધી રાખે છે. છાશ ત્રિદોષનાશક છે અને આંતરડાંના કોઈ પણ દર્દમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. છાશ કબજિયાત દૂર કરે છે. છાશ સોજો, હરસ, ગ્રહણી,મૂત્રાવરોધ, મરડો, પાંડુ રોગ, મંદાગ્નિ, જાડા અને આંતરડાની નબળાઈ દૂર થાય છે.
વાત માટે બેસ્ટ
છાશ માં રહેલો ખાટો રસ વાયુને દૂર કરે છે. છાશની ખટાશથી ભૂખ લાગે છે અને રુચિ ઉત્પન્ન થાય છે. છાશ ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન કરીને બળ આપે છે. છાશ વાત પ્રકૃતિવાળી વ્યક્તિઓએ તેમ જ વાતજ વિકારમાં ખાટી છાશ અને સિંધવ લેવું ફાયદાકારક છે. છાશ કફ, દોષને દૂર કરીને શરીરને સ્ફૂર્તિ આપે છે. કફ પ્રકૃતિમાં તેમ જ કફના વિકારોમાં માખણ કાઢેલી છાશમાં પીવી જોઈએ.
આ પણ વાંચો: છાશ આ લોકોએ ભૂલથી પણ પીવાની નથી-પીશો તો પાછળથી પસ્તાવું પડશે
વાળ માટે ઉત્તમ
દરરોજ બપોરના ભોજન પછી છાશ પીવાથી શરીરમા શક્તિ વધે છે અને વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને કસમયે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે.
પેટના રોગો દુર કરે
છાશ પેટના રોગો માટે છાશ આશીર્વાદ સમાન છે. પેટની સમસ્યાઓ જેવી કે અપચો, કબજિયાત જેવી સમસ્યાઓમાં દિવસમાં ત્રણ-ચાર વાર છાસ પીવી જોઈએ. છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે અને એટલે જ ઉનાળામાં લોકો છાશ પીતા હોય છે. છાશ આપણા વાળ અને આંખો માટે પણ અત્યંત લાભકારી હોય છે.
ખોરાક પચાવવામાં મદદ કરે
ભૂખ ન લાગતી હોય, શરીરમાં વાયુને કારણે દુખાવો રહેતો હોય, પાચન બરાબર ન થતું હોય, અવારનવાર છાતીમાં ભાર રહેતો હોય, ગભરામણ થતી હોય અથવા ખાટા ઓડકાર આવતા હોય તો છાશનું નિત્ય સેવન ગુણકારી છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.