અત્યારના સમયમાં તમે તમારી દાદીને જોશો તો તમને ખબર પડશે કે તેઓ કોઈપણ કસરત વગર 80 વર્ષેની ઉંમરે પણ કેટલા ફિટ છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે પહેલાના જમાનામાં મશીનો કરતાં માણસ પોતે કામ કરતા હતા.
તેઓ પહેલાના જમાનામાં લોટ પણ તે જ ખાતા હતા જે ઘરે હાથ દ્વારા ફેરવવાની પથ્થરની ઘંટીથી દરવામાં આવતો હતો. સરળ શબ્દોમાં કહીએ તો ચક્કીનો અર્થ થાય છે પીસવું અને ચલનાસન એટલે વાહન ચલાવવું.
How to do chakki chalanasana (churning the mill pose) and its benefits https://t.co/Z8pIVQriWd pic.twitter.com/8hZEUKkuKT
— healthlogus (@healthlogus) October 31, 2017
ભારતમાં હાથથી ચાલતી ઘંટી સામાન્ય છે. પરંતુ તે શરીર માટે એક મનોરંજકની સાથે કસરત પણ છે. હાથથી દરવામાં આવતી ઘંટીને કસરતમાં એટલી અસરકારક માનવામાં આવતી છે કે આજે તેને યોગમાં સ્થાન મળેલું છે. આ આસનને ચક્કી ચાલનાસન કહેવાય છે.
ચક્કી ચાલનાસનથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ એક યોગ તમને ફિટ રાખવામાં મદદ કરે છે. દરરોજ માત્ર 10 મિનિટ કરવાથી પેટ અને હાથની ચરબી ઓછી થઇ જાય છે અને તમે ફિટ રહી શકો છો.
દળવાની મુદ્રા કરવાની રીત : આ કસરત કરવા માટે સૌથી પહેલા જમીન પર સીધા બેસો અને તમારા બંને પગને પહોળા રાખીને બેસો. હવે બંને હાથને એકબીજા સાથે પકડો અને ખભાની ઊંચાઈએ તમારી સામે હાથને લાંબા કરો. હવે ઊંડો શ્વાસ લો અને જે રીતે તમે હાથથી ઘંટીને લોટ દરતા હોય તે રીતે શરુ કરો.
જેમ જેમ તમે આગળ જમણી તરફ જાઓ તેમ તેમ શ્વાસ લો અને જ્યારે તમે પાછા ડાબી બાજુ જાઓ ત્યારે શ્વાસ બહાર કાઢો. પીઠના નીચેના ભાગને આગળ ખેંચો અને તમારા બંને પગને સ્થિર રાખો. જેમ જેમ તમારા હાર્ટની સાથે માથાનું હલનચલન થશે તેમ તમારું પગમાં સહેજ હલનચલન સ્વાભાવિક છે. આ તેનો વિડિઓ નીચે પ્રમાણે જોઈ શકો છો.
https://twitter.com/iamgowda_sushma/status/1572412049917083650
આ આસનના ફાયદા : પેટની ચરબી અને પેટની આસપાસની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે.
પીરિયડ્સના દુખાવામાં પણ રાહત આપે છે. તમારું લોહીનું પરિભ્રમણને વધારે છે. પાચનશક્તિ મજબૂત બનાવે છે.
બીજા ફાયદાઓ : સાયટીકા માટે ખૂબ જ સારો યોગ છે. તે પીઠ, પેટ અને હાથના સ્નાયુઓને ટોન કરે છે. છાતી અને કમર ને ખોલે છે. સ્ત્રીઓમાં ગર્ભાશયના સ્નાયુઓને ટોન કરે છે તેથી જો નિયમિતપણે પ્રેક્ટિસ કરવામાં આવે તો તે પીડાદાયક સમયગાળાને રોકવામાં ખૂબ ઉપયોગી છે.
આને દરરોજ 10 મિનિટ કરવાથી પેટની ચરબી ઓછી થાય છે. ગર્ભાવસ્થા પછી વધેલા વજનને ઘટાડવામાં પણ તે ખૂબ જ અસરકારક છે. (જો કે કૃપા કરીને પ્રેગ્નેન્ટ મહિલાઓ આ યોગ પોઝની પ્રેક્ટિસ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો).
સાવધાની : જો તમે ગર્ભવતી હોય, લો બ્લડ પ્રેશરથી પરેશાન હોય, પીઠના નીચેના ભાગમાં વધુ પડતો દુખાવો થતો હોય અને માથાના દુખાવાથી પરેશાન હોય તો આ આસનનો અભ્યાસ કરશો નહીં.