તમારા ઘરના મંદિરમાં સૌથી મહત્વની વસ્તુ મૂર્તિ હોય છે અને તેની સ્વચ્છતા પણ ખુબ મહત્વપૂર્ણ છે. મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિઓ કોઈપણ ધાતુની હોય પણ તેને સ્વચ્છ રાખવાથી જ પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે. ખાસ કરીને ચાંદીની મૂર્તિઓ અને પૂજાના વાસણો થોડા સમય પછી તેની ચમક ગુમાવી દે છે અને કાળા દેખાય છે.
ચાંદીના વાસણ હવાના સંપર્કમાં આવવાને કારણે થાય છે. જો કે તમે ચાંદીની મૂર્તિઓને યોગ્ય રીતે રાખીને અને તેની નિયમિત રીતે સફાઈ કરીને તેની ચમક જાળવી શકો છો અને આ માટે કેટલાક લોકો રાખ નો પણ ઉપયોગ કરે છે.
પરંતુ ચાંદીની ચમક જાળવી રાખવી મુશ્કેલ છે. ચાલો અમે તમને કેટલીક સરળ રીતો વિશે જણાવીએ જેના દ્વારા તમે પણ ચાંદીની મૂર્તિઓથી લઈને પૂજા થાળીને સાફ કરી શકો છો અને તેની ચમક જાળવી શકો છો.
ખાવાનો સોડા
જો તમારી ચાંદીની મૂર્તિ કાળી થઈ ગઈ હોય તો પહેલા પાણી ઉકાળો. ત્યાર બાદ ઉકાળેલા પાણીમાં 1 ચમચી ખાવાનો સોડા નાખીને પરપોટા થાય તેની રાહ જુઓ, પછી આ દ્રાવણમાં ચાંદીની મૂર્તિ નાખીને 5 મિનિટ પછી મૂર્તિને બહાર કાઢીને પાણીથી ધોઈ લો. ચાંદીની મૂર્તિ ચમકવા લાગશે.
લીંબુ અને મીઠું
આ પદ્ધતિનો ઉપયોગ મોટેભાગે મૂર્તિઓ અને પૂજાના વાસણો સાફ કરવા માટેજ કરવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે તમારે ફક્ત એક બાઉલમાં 3 ચમચી મીઠું અને ગરમ પાણી સાથે લીંબુ નિચોવીને, કાળી પડી ગયેલી ચાંદીની મૂર્તિને આ મિશ્રણમાં 5 મિનિટ માટે રાખો.
5 મિનિટ પછી આ મિશ્રણમાંથી મૂર્તિને બહાર કાઢીને નરમ કપડાથી સાફ કરી લો. આ પ્રક્રિયા દ્વારા ચાંદીના વાસણો અને પૂજા થાળી મિનિટોમાં સાફ થઈ જશે અને વધારે ઘસ – ઘસ કરવાની જરૂર પણ નહીં પડે.
કપડાં ધોવાનો પાવડર
આ માટે તમારે ગરમ પાણીના બાઉલમાં એક નાનો કપ ડિટર્જન્ટ નાખીને આ દ્રાવણની અંદર ચાંદીના વાસણો અને મૂર્તિઓને 5 મિનિટ માટે રહેવા દો, પછી તેને બહાર કાઢીને સાફ કપડા અને પાણીથી સ્ક્રબ કરીને સાફ કરો.
તમે પણ આ સરળ પદ્ધતિઓથી ઘરમાં રાખેલી ચાંદીની મૂર્તિઓને નવીની જેમ ચમકાવી શકો છો. આશા છે કે તમને અમારો આ લેખ ગમ્યો હશે તો આવા જ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.