Chiku no halvo banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ફરાળમાં આપણે રાજગરાનો કે શિંગોડાના લોટનો શીરો બનાવતા હોઈએ છીએ પરંતુ, કંઈક નવું બનાવીને ખાવાની ઈચ્છા થાય તો તમે આ રીતનો ચીકુનો હલવો બનાવી શકો છો. ચીકુનો હલવો બનાવવા માટે ગેસ પર એક ફ્રાય પેન મૂકી તેમાં ૧ ટેબલસ્પૂન દેશી ઘી ગરમ ગરમ કરવા મુકો. ગેસની ફ્લેમ ધીમી રાખવી.

ઘી થોડું ગરમ થાય એટલે એક મોટો બાઉલ ચીકુનો છીણ કરીશું. [500 ગ્રામ સારા પાકા અને મીઠા હોય તેવા ચીકુને છોલી અને મોટા છેદવાળી છીણ વડે છીણી લીધા છે]. હવે ગેસ મીડીયમ રાખી શેકી લઈશું. ચીકુને શેકાતા બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે. જયારે ધીમે ધીમે માંથી સુગંધ આવવા લાગઈ ત્યારે હવે તેમાં ખાંડ કરો.

[ચીકૂમાં પોતાની નેશનલ સ્વીટનેસ રહેલી હોવાથી ખાંડનો ઉપયોગ વધુ પ્રમાણમાં ન કરવો]. અત્યારે આપણે ૬૦થી ૭૦ જેટલી ખાંડ કરીશું અને ખાંડ ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી તેને તાવેથા વડે સતત મિક્સ કરો. ગેસની ફ્લેમ મીડીયમ જ રાખવી. ખાંડ એડ કરવાના કારણે મિશ્રણ ડાર્ક બ્રાઉન રંગ થવા લાગશે અને ખાંડનું પાણી બળી ગયા પછી હવે તેમાં આપણે 150 ગ્રામ કરેલો દુધનો મોળો માવો એડ કરીશું અને માવામાં બિલકુલ લમ્સ ન રહે તે રીતે તેને ચીકૂમાં મિક્સ કરી લઈશું.

માવો ઉમેળવાના કારણે એકદમ રિચ અને દાણાદાર હલવો તૈયાર થશે. જો તમારા ઘરમાં દુધનો માવો તૈયાર ન હોય તો ફક્ત પાંચ મિનિટમાં મિલ્ક પાઉડર ના ઉપયોગ થી બનાવી શકો છો.આ રીતે હલવો બનાવી ને તમે શ્રી ઠાકોરજીને પણ ભોગ કરી શકો છો અને જો તમે બાળકો માટે બનાવી રહ્યા હો તો તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ૧ ટેબલસ્પૂન જેટલો ચોકલેટ પાવડર પણ એડ કરી શકાય છે.

ત્રણ મિનિટ બાદ હવે માવો શેકાઈ અને ચીકુ સાથે મિક્સ થઈ ગયો દેખાશે. આ રીતે સાઇડમાંથી થોડું ઘી છૂટું પડે એટલે ગેસ ની ફ્લેમ બંધ કરીશું અને ચીકુના હલવામાં ચપટી જેટલો ઈલાયચી પાઉડર અને ૩ ટેબલસ્પૂન જેટલી સમારેલી બદામ અને કાજુ એડ કરો. તમને જે ડ્રાયફ્રુટ વધારે પસંદ હોય તે તમે લઇ શકો છો.

આ હલવો ગરમ અને ઠંડુ બંને રીતે સર્વ કરી શકાય છે. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ચીકુનો હલવો. આ રીતે બનાવેલો હલવો એક દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર અને ચારથી પાંચ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે. તો આ રેસિપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો.

નોંધ : જ્યારે પણ તમે ચીકુ માંથી બરફી કે હલવો બનાવતા હોવ ત્યારે હંમેશા ચીકુ ને છીણી લેવા જો તમે તેને મેસ કરશો અથવા મિક્ષરમાં ક્રશ કરશો તો તેમાં જે રસ રહેલો હશે તે બધુ નીકળી જશે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા