વધતી જતી ઉંમરના બાળકોના આહારમાં યોગ્ય પોષણ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે બાળકોના વિકાસમાં મદદ કરે છે. વધતી ઉંમર સાથે બાળકોની ઊંચાઈ અને વજન પણ વધે છે અને દરેક ઉંમરે અને યોગ્ય ઊંચાઈ પ્રમાણે યોગ્ય વજન હોવું પણ ખુબ જ જરૂરી છે.
પરંતુ કેટલીકવાર ખોરાકમાં પોષણના અભાવના કારણે બાળકોની ઉંચાઈ અને વજન ઘટે છે, હાડકાં નબળાં થવા લાગે છે અને આંખોનો રોશની નબળી પડવા લાગે છે વગેરે જેવી સમસ્યાઓ શરૂ થાય છે. પરંતુ ચિંતા કરશો નહીં કારણ કે આજે અમે તમને એવા 5 સુપરફૂડ વિશે જણાવીશું જે વધતા બાળકોના યોગ્ય વિકાસમાં મદદ કરશે.
1. પાલક : પાલકમાં પ્રોટીન, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરીન, ફોસ્ફરસ, આયર્ન, મિનરલ, વિટામીન ‘એ’ અને ‘સી’ વગેરે હાજર છે અને આ સિવાય આયરન ભરપૂર માત્રામાં હોય છે. પાલક હાડકાંને મજબૂત બનાવવામાં અને લંબાઈ વધારવામાં મદદ કરે છે.
નિયમિત પાલક ખાવાથી બાળકની ઊંચાઈમાં વધારો જોવા મળે છે. જો બાળકને પાલક ખાવું પસંદ નથી તો તેને સેન્ડવીચ અથવા દાળમાં નાખીને ખવડાવી શકો છો.
2. દૂધ : દૂધમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે જે બાળકોના દાંત અને હાડકાંને મજબૂત કરવા માટે ફાયદાકારક છે. દૂધમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ તેમજ પ્રોટીન હોય છે જેના કારણે તેને એક સંપૂર્ણ ખોરાક પણ કહેવામાં આવે છે. તેથી દૂધનું સેવન કરવાથી બાળકોની ઊંચાઈ ઝડપથી વધે છે.
દૂધમાં વિટામિન સી, વિટામિન એ હોય છે જે હાડકાના વિકાસમાં મદદ કરે છે અને તેને તૂટવાથી અને નુકસાન થવાથી બચાવે છે અને તેમાં રહેલું પ્રોટીન તેમને સ્વસ્થ રાખે છે અને નવા હાડકાંના વિકાસમાં પણ મદદ કરે છે. જેમ જેમ બાળકની ઉમર વધે છે તેમ બાળકોના હાડકા પણ વધે છે, તેથી વધતા બાળકોના આહારમાં દૂધ અને દૂધની પ્રોડક્ટ ચીઝ, દહીં વગેરે જરૂર આપો.
3.કઠોળ : કઠોળ એન્ટી-ઓક્સિડેન્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, આયર્ન, વિટામીન B પણ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે, તેથી એનર્જી આપવા અને મૂડને સારો કરવાની સાથે સાથે બાળકોના હૃદયને સ્વસ્થ રાખવાની સાથે કઠોળ બાળકોની ઊંચાઈ વધારવામાં પણ મદદરૂપ થાય છે.
4. ઓટ્સ : ઓટ્સ પણ વધતા બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ઓટ્સ વિટામિન E અને B થી ભરપૂર હોય છે. આ સિવાય તેમાં પોટેશિયમ, ઝિંક પણ હોય છે, જે મગજના વિકાસમાં મદદ કરે છે. ઓટ્સમાં ફાઈબર ભરપૂર હોવાથી બાળકોની પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે અને તેમાં રહેલા પ્રોટીનને કારણે બાળકોની ઊંચાઈ ઝડપથી વધે છે.
5. ઈંડા : ઇંડા એ વધતા બાળકો માટે સુપરફૂડ છે કારણ કે તેમાં પ્રોટીન હોય છે જે મસલ્સના વિકાસ માટે ફાયદાકારક છે. આ સિવાય ઈંડામાં વિટામિન બી પણ હોય છે જે મગજના વિકાસ માટે મદદ કરી શકે છે. દરરોજ 1 ઈંડુ બાળકને ખવડાવવાથી થોડા દિવસોમાં જ બાળકની લંબાઈ વધવા લાગશે.
જયારે બાળકની હાઈટ ઓછી હોય છે તે સમયે માતા-પિતાને ચિંતા થવા લાગે છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કોઈપણ આડઅસર વિના બાળકોની ઊંચાઈ વધારવા માટે તેમના આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો અને તમારા બાળકને થોડી કસરત કરવા માટે પણ કહો.
અમને આશા છે કે આ માહિતી તમને જરૂર પસંદ આવી હશે અને આવી જ માહિતી ઘરે બેઠા જાણવા અને વાંચવાની ગમતી હોય તો તમે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, કારણ કે અહીંયા તમને કિચન ટિપ્સ, હેલ્થ ટિપ્સ, આહાર સબંધીત માહિતી મળતી રહેશે.