child makeup harmful to skin
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જ્યારે બાળકોની જીદ પૂરી થાય છે ત્યારે તેમના ચહેરા પર ખુશીઓ ખીલી ઉઠે છે. ઘણી વખત બાળકો આવી જીદ લઈને બેસી જાય છે, જે તેમના માટે હાનિકારક હોય છે. આમાંની એક જીદ છે મેકઅપનો આગ્રહ. જો તમે પણ બાળકનો મેકઅપ કરો છો તો જાણો તેના ગેરફાયદા.

જ્યારે આપણું બાળક પ્રેમથી કંઈક પણ કહે છે ત્યારે એવું કોઈ કારણ નથી કે માતાપિતા બાળકની નાની વાત ના માને. બાળકના ચહેરા પર દેખાતી ખુશી માતા-પિતાના હૃદયને પણ પ્રસન્ન કરે છે. બાળકોની ઘણી જીદ હોય છે પરંતુ તેમાંથી એક નાની જીદ એ છે મેકઅપ કરવાની જીદ.

ઘરની બધી મહિલાઓને જોઈને, જેમ મમ્મી, બહેન અને કાકીને મેક-અપ કરતા જોઈને જોઈને તમારી નાની છોકરી પણ જીદ કરે છે કે, મારે પણ લિપસ્ટિક કરવી છે. આવું જેમના ઘરે દીકરી છે તે બધાના ઘરે જોવા મળે છે. માતા-પિતા પણ બાળકની આ ખુશી અને મૂડને બગાડવા માંગતા નથી, અને તરત જ તેની વાત માનીને તેના ચહેરા, હોઠ અને આંખો પર મેકઅપ કરે છે.

બાળક પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની તમારી આ રીત તેના સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે. ધ હેલ્થસાઇટ માં છપાયેલી એક ખબર અનુસાર બાળકોની મેક-અપ કરવાની જીદ સ્વીકારીને તમે અજાણતા તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહયા છો. જાણો બાળકોને મેકઅપ કેમ ના કરવો જોઈએ.

1. ત્વચાને નુકસાન થઈ શકે છે : નાના બાળકની ત્વચા ખૂબ જ સોફ્ટ અને સંવેદનશીલ હોય છે તેથી જો તેના પર કેમિકલવાળી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો બાળકની ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. મેકઅપના કારણે બાળકની ત્વચા પર ખંજવાર, ફોલ્લીઓ અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

2. શરીરની અંદર જઈ શકે છે ટોક્સિન્સ : જો તમે બાળકની જીદ પર લિપસ્ટિક લગાવો છો તો તમને જણાવી દઈએ કે બાળકોમાં મેટાબોલિઝમ મોટી ઉંમરના લોકો કરતા વધુ હોય છે. આ કારણે, તેમની શોષણ શક્તિ વડીલો કરતાં 10% ઘણી વધુ હોય છે. કેમિકલયુક્ત લિપસ્ટિક અથવા કોસ્મેટિક્સ તેમની ત્વચા પર ઝડપથી શોષાઈ જાય છે જેના કારણે તેમને ત્વચા સબંધિત સમસ્યા થઈ શકે છે.

3. બાળકની ત્વચા ડ્રાઈ થઇ શકે છે : સતત મેકઅપને કારણે બાળકની ત્વચા સૂકી થઇ જાય છે. આવી સ્થિતિમાં તેમને ત્વચા પર ખંજવાળ પણ શરૂ કરી શકે છે, તેથી તમારા નાના બાળકોને મેકઅપ કરતા પહેલા તેનાથી થતા નુકસાનને પણ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

4. બાળક લિપસ્ટિકની જીદ ને આ રીતે પુરી કરો : બાળક લિપસ્ટિક લગાવવાનો વધારે જીદ કરે છે તો તેના માટે ક્યારેય કોસ્મેટિક અથવા કિમીકલવાળી લિસ્પતિકનો ઉપયોગ ના કરો, ફક્ત કુદરતી રંગનો ઉપયોગ કરો. આ માટે, સૌ પ્રથમ બીટને છીણી લો અને તેનો રસ કાઢી લો. હવે તેમાં થોડું નારિયેળ તેલ ઉમેરીને ફ્રીજમાં રાખો.

હવે જયારે પણ છોકરી વારંવાર લિપસ્ટિક લગાવવાનો આગ્રહ કરે ત્યારે તેને બીટનો આ લિપ કલર લગાવો. તેનાથી બાળકને નુકસાન પણ નહીં થાય અને બાળક પણ ખુશ રહેશે. જો તમને પણ આ મહત્વની જાણકરી પસંદ આવી હોય રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા