મોટાભાગના ઘરોમાં માતાપિતા એક જ ફરિયાદ હોય છે કે તેમના બાળકો તેમની વાત સાંભળતા નથી. તે ક્યારેક બાળકને શાંતિથી અને ક્યારેક ગુસ્સામાં પણ પોતાની વાત સમજાવવાની કોશિશ કરે છે તો પણ ક્યારેક બાળકો તેમની વાત પર ધ્યાન નથી આપતા. ઘણીવાર બાળકો વાત સાંભળ્યા પછી પણ નજરઅંદાજ કરી દે છે અને આ સ્થિતિમાં માતા-પિતા નિરાશ થાય તે પણ સ્વાભાવિક છે.
જો કે આમાં બાળકોનો કોઈ દોષ નથી હોતો. વાસ્તવમાં બાળકોનો સ્વભાવ રમતિયાળ હોય છે અને તેઓ વસ્તુઓ પર વધુ ધ્યાન આપતા નથી અને માત્ર તેમની મોજ મસ્તીમાં જ વ્યસ્ત રહે છે.
આવી સ્થિતિમાં બાળકો વાત ના સાંભળે તો તેમની સામે બૂમો પાડવી પણ યોગ્ય નથી. તેના બદલે તમે એક કામ કરી શકો છે, કે તમે તમારી વાત કરવાની રીતમાં થોડો ફેરફાર કરો. મોટાઓ સાથે વાત કરવી અને બાળકો સાથે વાત કરવી બંનેમાં ઘણો ફરક છે. તો ચાલો જાણીયે એ બાળકો સાથે કેવી રીતે વાત કરવી જોઈએ.
બાળકોની માનસિકતા સમજો : જ્યારે તમે બાળકો સાથે વાત કરો ત્યારે સૌથી પહેલા બાળકોની માનસિકતા સમજવાની કોશિશ કરો. ઘણી વખત આપણે આપણા માઈન્ડ સેટ પ્રમાણે બાળક સાથે વાત કરીએ છીએ. જેના કારણે અપને જરૂર કરતાં વધારે માહિતી આપીએ છીએ અથવા એવા ભારે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ કે તેઓ જાણતા પણ નથી.
આવી સ્થિતિમાં બાળકો વડીલોની વાત સમજી શકતા નથી અને ત્યારે તેઓ પોતાની મસ્તીમાં વ્યસ્ત થઇ જાય છે. તેથી જયારે પણ તેમની સાથે વાત કરો ત્યારે એવા સસરાલ શબ્દોનો ઉપયોગ કરો કે જેથી કરીને તે સરળતાથી સમજી શકે.
ખુશ મૂડ સાથે કરો વાત : આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે કે જે તમારે બાળકો સાથે વાત કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. ક્યારેક આપણે બાળકો સાથે ગુસ્સામાં વાત કરીએ અથવા ક્યારેક આપનો મૂડ ના હોય ત્યારે વાત કરીએ ત્યારે આપણી વાત કરવાની રીત થોડી અલગ હોય છે. આ બાળકોના મનમાં નકારાત્મક લાગણી પેદા કરે છે.
આ સ્થિતિમાં બાળકો કાં તો મૌન થઈ જાય છે અથવા તેઓ તમારી વાતનો જવાબ આપવા લાગે છે ત્યારે તમને લાગે છે કે તેઓ તમારી વિરુદ્ધ બોલી રહ્યા છે. બંને પરિસ્થિતિઓમાં બાળકો તમારી વાતનો અર્થ સમજી શકતા નથી. તેથી જ્યારે પણ તમે બાળકો સાથે વાત કરો ત્યારે ધ્યાન રાખો કે તે સમયે તમે શાંત ચિત્તે વાત કરો, જેથી કરીને બાળક તમારી વાત સમજવાનો પ્રયત્ન કરે.
તેમના રોલ મોડેલ બનો : માતાપિતા જ્યારે તેમના બાળકો સાથે વાત કરે છે ત્યારે તેમની ઈચ્છા હોય છે કે બાળકો તેમની વાત સાંભળે. તે જ સમયે બાળકો મસ્તી કરે છે તો માતા-પિતા તેમના પર ગુસ્સે થાય છે. જ્યારે વાસ્તવમાં મોટાભાગના માતા-પિતા આ ભૂલ જ કરે છે.
જ્યારે બાળકો તેમના માતાપિતા સાથે વાત કરવા માંગે છે ત્યારે માતાપિતા ફોન અથવા લેપટોપમાં વ્યસ્ત હોય છે. આ તમારી બિલકુલ ખરાબ છે. પહેલા તમે તમારી આ આદત બદલો અને પછી બાળકોથી બદલાવની અપેક્ષા રાખો.
એકવારમાં એક જ વાત : જ્યારે પણ તમે બાળક સાથે વાત કરો ત્યારે એક સમયે એક વિષય પર વાત કરવાનો પ્રયાસ કરો અથવા તેને એકવારમાં એક જ સૂચના આપો. કેટલીકવાર માતાપિતા તેમના બાળકો સાથે એક સાથે ઘણા વિષયો પર ચર્ચા શરૂ કરે છે. જેના કારણે બાળકો મૂંઝાઈ જાય છે અને પછી તે તમારી વાતમાં રસ લેતા નથી.
અપનાવો નો ડિસ્ટર્બ પોલિસી : આ પણ એક રીત છે કે તમારું બાળક તમને સાંભળે છે. મોટા ભાગના ઘરોમાં એવું બને છે કે ઘરમાં ટીવી ચાલુ હોય છે અને એજ સસમયે બાળકો અને માતા-પિતા એકબીજા સાથે વાત કરે છે. પરંતુ આ કારણે બાળકોનું મોટાભાગનું ધ્યાન તમારી વાતમાં હોવાની બદલે ટીવીમાં જ હોય છે અને તેઓ તમારી વાત પર ધ્યાન આપતા નથી.
એટલા માટે જો તમે બાળકો સાથે વાત કરી રહ્યા હોવ તો નો ડિસ્ટર્બ પોલિસી અપનાવો, ઉદાહરણ તરીકે, તમારા ફોનને થોડીવાર માટે સાયલન્ટ પર રાખો અને ટીવી ચાલુ હોય તો બંદ કરો અને જ્યારે આજુબાજુ કોઈ ખલેલ ન હોય ત્યારે બાળકનું ધ્યાન તમારી વાત પર રહેશે.
જો તમને પણ આ ટિપ્સ ગમી હોય તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.