children tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પરીક્ષાના દિવસોમાં બાળકો દિવસ-રાત મહેનત કરે છે અને તેઓ સમગ્ર અભ્યાસક્રમને સારી રીતે યાદ કેવી રીતે રાખવો તેના માટે પૂરતા પ્રયાસો કરે છે. આટલું કરવા છતાં, કેટલાક બાળકો પેપરમાં જવાબ લખતી વખતે વાંચેલું બધું ભૂલી જાય છે.

શું તમે પેપરની તૈયારી કરી રહ્યા છો કે નિયમિત અભ્યાસમાં વાંચેલું ભૂલી જાવ છો, આ તમારી એક મોટી સમસ્યા છે. આ ફક્ત તમારા બાળકો સાથે જ નહીં પરંતુ ઘણા બાળકો સાથે થઈ શકે છે. જેના કારણે માક્ર્સ પર વિપરીત અસર થાય છે અને ટકાવારી ઘટી જાય છે.

આવી સ્થિતિમાં, પરીક્ષામાં લાંબા સમય સુધી યાદ રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. જો તમારા બાળકને યાદ રાખવામાં મુશેકી પડે છે તો યાદશક્તિ વધારવા માટે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો. તો ચાલો જાણીએ ભૂલવાની સમસ્યાથી બચવા કઇ ટિપ્સ અપનાવી શકાય.

ગોખશો નહીં : ઘણીવાર, બાળકો ભણતી વખતે કોઈ વિષયને સમજવાને બદલે તેઓ ગોખવાનું શરુ કરે છે. આવું કરવું દરેક બાળક માટે બિલકુલ યોગ્ય નથી. ઘણા બાળકો ગોખીને સારા માક્ર્સ મેળવે છે, પરંતુ જરૂરી નથી કે આ ટ્રિક દરેક બાળક માટે સરખી કામ કરે.

આ જ કારણ છે કે ભણતી વખતે તમામ વિષયોને ગોખવાની જગ્યાએ સમજવાની સલાહ આપવામાં આવે છે. માતાપિતા તરીકે, તમારે તમારા બાળકને કંઈપણ યાદ કરાવતા પહેલાં સારી રીતે શીખવવું જોઈએ.

વસ્તુઓને તમારા જીવન સાથે જોડીને શીખવો : ઈતિહાસ જેવા વિષયમાં તારીખો વધારે યાદ રાખવાની હોય છે. આવા વિષયો બાળકોને જીવનના સંબંધને જોડીને શીખવવા જોઈએ. મહત્વપૂર્ણ તારીખને તેમના જન્મદિવસની તારીખ સાથે જોડીને યાદ કરવો. આ રીતે યાદ રાખવાથી બાળકો ઈતિહાસની કોઈપણ તારીખ ભૂલશે નહીં.

ગીતો અને કવિતાઓ બનાવીને યાદ કરાવો : અંગ્રેજી અને હિન્દી જેવા વિષયો ભણતી વખતે કવિતાઓ યાદ રાખવાની હોય છે. કવિતાને જબરજસ્તી યાદ કરાવવાવાને બદલે, કવિતાને ગીતની જેમ ગાઈને યાદ રાખવું વધુ સહેલું છે. આ રીતે યાદ કરેલી કવિતા કોઈ દિવસ ભુલાતી નથી.

બીજી તરફ વિજ્ઞાન જેવા વિષયમાં પિરિયડિક ટેબલ જેવી ઘણી બાબતોને રાખવાનું હોય છે. આને યાદ રાખવાની શ્રેષ્ઠ રીત એ છે કે ટેબલના પ્રથમ અક્ષરોમાંથી ગીત બનાવો. તમને ગૂગલ પર પિરિયડિક ટેબલના ઘણા ગીતો મળશે. કોઈ પણ ટેબલને આ રીતે લાંબા સમય સુધી યાદ રાખી શકાય છે.

ફરી યાદ કરાવવું પણ જરૂરી છે : બાળકો ઘણીવાર એક પાઠ શીખી ગયા પછી તેને ફરી વાંચતા નથી. આ કારણ છે કે, જ્યારે તે પેપરમાં જવાબ લખાતી વખતે અડધાથી વધુ ભૂલી જાય છે. આવી સ્થિતિમાં, તમે જે પણ વાંચો તે ફરી યાદ કરતા રહો જરૂરી છે. વારંવાર ટેસ્ટ કે વાંચવાથી કોઈપણ વિષય લાંબા સમય સુધી યાદ રહે છે.

ભૂલી જવાની સમસ્યાથી બચવા માટે અહીંયા જણાવેલી ટિપ્સની મદદ લઈ શકાય છે. બાળકને વાંચવાની મજા આવશે અને વધુ નંબર આવવાની શક્યતા પણ વધી જશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે સંકળાયેલા રહો.