અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now
Chinese Maggi Recipe in Gujarati: શું તમે ઘરે મુંબઈ સ્ટ્રીટ સ્ટાઈલ ચાઈનીઝ મેગી બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી અંત સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને મેગીને એક નવી જ રીતે બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.
સામગ્રી
- નૂડલ્સ – 2 પેકેટ
- મીઠું – 1 ચમચી
- રેડ ચીલી સોસ – 1 ચમચી
- સોયા સોસ – 1 ચમચી
- ટોમેટો કેચઅપ – 1 ચમચી
- લીલા મરચાની ચટણી – 1 ચમચી
- તેલ – 2 ચમચી
- લસણ – 1 ચમચી
- સમારેલ આદુ – 1 ચમચી
- ડુંગળી-1
- સમારેલા લીલા મરચા – 2 થી 3
- લીલું કેપ્સીકમ – 2 ચમચી
- લાલ કેપ્સીકમ – 2 ચમચી
- પીળા કેપ્સીકમ – 2 ચમચી
- ગાજર – 2 ચમચી
- કોબી – 2 ચમચી
- કાળા મરી પાવડર – 1/2 ચમચી
- મેગી મસાલા -2 પેકેટ
- સમારેલા લાલ મરચા -2
મુંબઈ સ્ટ્રીટ સ્ટાઈલ ચાઈનીઝ મેગી બનાવવાની રીત
- મુંબઈની સ્ટ્રીટ સ્ટાઈલ ચાઈનીઝ નૂડલ્સ બનાવવા માટે, મેગી નૂડલ્સના બે પેકેટ લો.
- હવે ગેસ પર એક પેન મૂકો, 2 કપ પાણી ઉમેરો અને પાણીને સારી રીતે ઉકાળો. પાણી ઉકળે પછી તેમાં 1 ચમચી મીઠું અને બે પેકેટ નૂડલ્સ ઉમેરો અને રાંધો (મેગી તોડશો નહીં).
- 2 મિનિટ પછી, મેગી બફાઈ જાય પછી ગેસ બંધ કરો, પાણીને ગાળી લો અને મેગીને ઠંડા પાણીથી ધોઈ લો જેથી વધારે બફાઈ ના જાય.
- 2 મિનિટ પછી, તેલના થોડા ટીપાં ઉમેરો અને મેગીને ઉપર નીચે કરો જેથી મેગી એકબીજાને ચોંટે નહીં.
- હવે મેગીમાં, 1 ચમચી ચટણી, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી ટોમેટો કેચપ અને 1 ચમચી લીલા મરચાની ચટણી ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો.
આ પણ વાંચો: 2 મિનિટમાં બનાવો બજાર જેવો જ મેગી મસાલો, એકવાર મેગી ખાશો તો આંગળીઓ ચાટતા રહી જશો
- હવે ગેસ પર એક પેન મૂકો, તેમાં 2 ચમચી તેલ ઉમેરીને ગરમ કરો.
- તેલ ગરમ થયા બાદ તેમાં 1 ચમચી સમારેલુ લસણ અને 1 ચમચી સમારેલુ આદુ નાખીને થોડું સાંતળો.
- 30 સેકન્ડ પછી તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી, 2-3 સમારેલા લીલા મરચા નાખીને થોડું સાંતળો.
- ડુંગળી થોડી નરમ થાય પછી તેમાં 2 ચમચી સમારેલા કેપ્સિકમ, 2 ચમચી લાલ કેપ્સિકમ, 2 ચમચી પીળા કેપ્સિકમ ઉમેરીને સારી રીતે સાંતળો.
- થોડી વાર પછી તેમાં 2 ચમચી ઝીણા સમારેલા ગાજર અને 2 ચમચી સમારેલી કોબીજ નાખીને થોડું હળવું સાંતળી લો.
- 30 સેકન્ડ પછી, સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી કાળા મરીનો પાવડર અને 2 મેગી મસાલાના પેકેટ ઉમેરીને મિક્સ કરો.
- સારી રીતે મિક્સ થયા બાદ તેમાં બે ઉભા સમારેલા પાતળા લાલ મરચા ઉમેરીને બરાબર મિક્ષ કરી ગેસ બંધ કરી દો.
- મેગી મસાલા નૂડલ્સ ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો.
- ગેસ ચાલુ કરો અને 1 મિનિટ માટે હજુ રાંધો.
- 1 મિનિટ પછી, ગેસ બંધ કરો અને સમારેલી લીલી ડુંગળી ઉમેરો.
- હવે તમારી મુંબઈ સ્ટ્રીટ સ્ટાઈલ ચાઈનીઝ મેગી નૂડલ તૈયાર છે.
જો તમને અમારી મુંબઈ સ્ટ્રીટ સ્ટાઈલ ચાઈનીઝ મેગી બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.