ice cream banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘરે આઈસ્ક્રીમ બનાવવું આપણને મજા આવે છે અને તે બનાવવી પણ ખૂબ જ સરળ છે, પરંતુ ઘણા લોકોને સમસ્યા હોય છે કે તેમનો આઈસ્ક્રીમ હંમેશા બગડી જાય છે. આઈસ્ક્રીમ ખરાબ થવાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ તેને પરફેકટ રીતે બનાવવા માટે માત્ર થોડા કારણો છે.

જો તમારી આઈસ્ક્રીમ યોગ્ય રીતે ફ્રીઝ નથી થતી, તો પછી અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીએ છીએ જેથી તમારી આઈસ્ક્રીમ ઠીક રીતે બનવા લાગશે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારા ઘરના ફ્રિજમાં બજાર જેવી જ આઈસ્ક્રીમ જમાવી શકો છો અને તમે કોઈપણ સ્વાદની આઈસ્ક્રીમ હોય, તો તમારે આ ટિપ્સ જરૂરથી યાદ રાખવી જોઈએ.

1. આ રીતે આઈસ્ક્રીમને થીજી જવાથી બચાવો : ઘરે આઈસ્ક્રીમ બનાવવાની સૌથી મોટી સમસ્યા એ હોય કે મોટાભાગના લોકોનો આઈસ્ક્રીમમાં બરફ જામી જાય છે અને નાના આઈસ્ક્રીસ્ટલ્સ સ્વાદને ખરાબ કરે છે. તેનાથી બચવા માટે તમે આ ત્રણ ખાસ ટિપ્સ અપનાવી શકો છો

આઈસ્ક્રીમને ક્લિંગ ફિલ્મ અથવા બટર પેપરથી કવર કરીને ફ્રિજમાં રાખો. દર 2-3 કલાકે હલાવતા રહો જેથી આઇસક્રિસ્ટલ જામી ન જાય અને કસ્ટાર્ડ બેઝને સારી રીતે ઠંડુ કરીને તેને ફ્રિજમાં રાખો

2. કોઈપણ ફ્લેવર ઉમેરતા પહેલા, આ વસ્તુ ધ્યાનમાં રાખો : જો તમે આઈસ્ક્રીમમાં કોઈ પણ પ્રકારનો ફ્લેવર ઉમેરવા માંગતા હોય તો, જ્યારે દૂધનું બેટર ઠંડુ થાય ત્યારે જ કરો. ઘણા લોકો જ્યારે તે ગરમ હોય ત્યારે વેનીલા એસેન્સ, બદામ, ચોકલેટ ચિપ્સ વગેરે ઉમેરી દે છે, જેથી આઈસ્ક્રીમની રચનાને બગાડે છે.

આઈસ્ક્રીમ બેટરને ઠંડુ કર્યા પછી ફેટયા પહેલા મિક્સ ન કરો. તેને સીધું ફ્રીઝરમાં ના મુકો, પણ પહેલા તેને નોર્મલ ફ્રિજમાં 1 કલાક માટે રાખો જેથી તે ઠંડુ થાય અને પછી તેને ફ્રીઝરમાં મૂકી દો.

3. આઈસ્ક્રીમ સેટ કરવા માટે આ પ્રકારના કન્ટેનરનો ઉપયોગ કરો : આઈસ્ક્રીમ સેટ કરવા માટે, તમારે એવા કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ જે સપાટ હોય અને ખૂબ ઊંડા ના હોય. ઘણા લોકો બાઉલ વગેરેમાં આઈસ્ક્રીમ ફ્રીઝ કરે છે જે યોગ્ય નથી. આને કારણે આઈસ્ક્રીમની કન્સ્ટિસ્ટન્સી સારી નથી આવતી અને તે ખરાબ દેખાય છે અને સ્વાદ પણ અલગ કન્સ્ટિસ્ટન્સીને કારણે અલગ આવે છે.

ઘરે આ રીતે ઘરે બનાવો ચોકલેટ આઈસ્ક્રીમ : સામગ્રી: 2.5 કપ ફુલ ક્રીમ દૂધ, 1 ચમચી કસ્ટર્ડ પાવડર, 2 ચમચી કોકો પાવડર, 1 કપ ખાંડ, 1/2 ચમચી વેનીલા એસેન્સ, 1.5 કપ ક્રીમ
ગાર્નિશ માટે ચેરી અને બદામ

બનાવવાની રીત : સૌથી પહેલા અડધા કપ દૂધમાં કસ્ટર્ડ પાવડર, કોકો પાવડર, ખાંડ વગેરે મિક્સ કરો. બાકીના દૂધને સારી રીતે ગરમ કરો અને જ્યારે તે ઉકળવા લાગે ત્યારે તેમાં કસ્ટર્ડવાળું મિશ્રણ ઉમેરો અને તેને ફરીથી ઉકાળો અને તેને સતત હલાવતા રહો. જ્યારે તે દૂધ થોડું ઓછું થાય ત્યારે, ગેસ ધીમો કરો અને પછી અડધી મિનિટ પછી તેને બંધ કરો.

જ્યારે તેનું તાપમાન રૂમ ટેમ્પરેચર પર આવે છે, ત્યારે તેમાં ક્રીમ અને વેનીલા એસેન્સ ઉમેરો અને તેને એર ટાઈટ કન્ટેનરમાં બંધ કરો.
હવે તેને થોડા સમય માટે ફ્રીઝ કરો પછી તેને બહાર કાઢીને બ્લેન્ડરમાં પેસ્ટ બનાવો જેથી જો કોઈ આઈસ્ક્રીસ્ટલ જમા થાય તો તે દૂર થઇ જાય અને પછી તે જ કન્ટેનરમાં સ્ટોર કરો.

તેનું ઢાંકણ હંમેશા બંધ હોવું જોઈએ. તેને વધુ એક વખત બહાર કાઢીને તેને બ્લેન્ડ કરો. હવે તેને બે કલાક માટે ફ્રીઝ કરો અને સર્વ કરતી વખતે ચેરી અને બદામથી ગાર્નિશ કરો તો તૈયાર છે આઈસ ક્રીમ.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ઘરે બજાર જેવો જ આઈસ્ક્રીમ બનાવવા માટે, આ 3 ટીપ્સ હંમેશા યાદ રાખો, કોઈ દિવસ બગડશે નહિ”

Comments are closed.