મોટા ભાગના લોકો ચોખા નો ઉપયોગ બપોરના ભોજનમાં અથવા સાંજે ડિનરમાં જ કરે છે. પરંતુ આજે તમારી સાથે શેર કરવાના છીએ ચોખા ની એક એવી એક રેસીપી જે તમે જેમ બનાવતા જશો તેમ તમે એક્સપર્ટ થતા જશો.
બેટર બનાવવા માટે સામગ્રી
- 1 કપ ચોખા ( રેસિપી બનાવતા પેહલા 3 કલાક પાણીમાં પલાળીને રાખવા ),
- 1/2 કપ દહીં,
- 1/4 કપ પાણી
વઘાર માટે સામગ્રી
- 4 ચમચી તેલ
- 1 ચમચી હિંગ
- અડધી ચમચી રાઈ
- અડધી ચમચી જીરું
- 1 લીલું મરચું ઝીણું સમારેલું
- 1 ઝીણી સમારેલી ડુંગળી
- 13 થી 15 મીઠા લીંમડાના પાન
બેટર બનાવવાની રીત
સૌથી પેહલા એક મિક્સર જારમાં પલાળેલા ચોખાને ઉમેરો અને તેમાં 1/2 કપ દહીં અને 1/4 કપ જેટલું પાણી ઉમેરીને ગ્રાઈન્ડ કરીને એક પેસ્ટ બનાવી લો. હવે આ બેટર ને એક બાઉલ માં કાઢી લો.
વઘાર માટે
ગેસ પર એક પેન મુકો. તેમાં 4 ચમચી તેલ ઉમેરો. ગેસ ને મીડીયમ તાપ પર જ રાખવાનો છે. હવે તેલ ગરમ થાય એટલે 1 ચમચી હિંગ, અડધી ચમચી રાઈ (રાય ને થોડી ચટાકવા દેવાની છે), હવે અડધી ચમચી જીરું ઉમેરીને 15 સેકન્ડ સાંતળો. હવે 1 ચમચી સમારેલું એક લીલું મરચું, 1 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને થોડીવાર સાંતળો.
હવે સ્વાદ ને વધારવા માટે 13 થી 15 મીઠા લીંબડાના ના પાન ઉમેરો. 2 મિનિટ સુધી મીડીયમ તાપ પર સાંતળી લો. હવે આ વધારે ને ગ્રાઈન્ડ કરેલા ચોખા ની પેસ્ટ માં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે આ પેસ્ટ માં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી કિચન કિંગ મસાલા અને 1/4 બેકિંગ સોડા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે ચોખા ના નાસ્તા માટેનું બેટર.
નાસ્તો બનાવવાની રીત: હવે નાસ્તો બનાવવા માટે એક પેનમાં થોડું તેલ ઉમેરીને, સારી રીતે પેનમાં ફેલાઈ જાય તે રીતે બ્રશ કરી લો. તેલ ગરમ થાય એટલે 2 મોટી ચમચી બેટર એડ કરી લો. ઉપર થી અડધી ચમચી જેટલું તેલ ઉમેરીને ફેલાવી લો.
હવે દોઢ થી બે મિનિટ પછી બીજી બાજુ ફેરવી ને કુક કરી લો. આ રીતે 2 મિનિટ પછી ફરીથી ફેરવી લો અને આમ 4 મિનિટ બંને બાજુ કુક કરીને કાઢી લો. તો તૈયાર છે ચોખાનો એકદમ નવો નાસ્તો. તમે આને કોઈ પણ કેચ અપ અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી અને કિચન ટિપ્સ જાણવા માટે રસોઈ ની દુનિયા ને Like & Follow કરો.