શિયાળાની સીઝન પુરી થતાંજ જાણે બજારમાંથી લીલા શાકભાજી ગાયબ થઇ જાય છે . ઉનાળામાં ઘણા શાકભાજી જોવા પરંતુ તે શાકભાજી આપણને ભાવતા હોતા નથી જેથી આપણે ઉનાળામાં વધુ કઠોળ ખાવાનું પસંદ કરીયે છીએ. તો આજે તમને જણાવીશું એક એવા કઠોળ વિષે જે કઠોળ ખાવાથી તમને ખુબજ ફાયદા થાય છે.
બજારમાં ઘણી બધી જાતના કઠોળ આવે જેવા કે મગ, મઠ, વાલ, અડદ, ચોળા, મસૂર ચણા, વગેરે. પરંતુ આજે તમને એક એવા કઠોળ વિષે જણાવીશું જે કઠોળ મુખ્ય તો મધ્ય આફ્રિકા નું વતની છે, પણ ઘણા લાંબા સમય થી ભારત માં પણ તેનું વાવેતર થાય છે એવા ‘ચોળા’. આજે આપણે કઠોળ તરીકે સુકા ચોળાના આયુર્વેદિક ઉપચારો અને એક ઔષધી તરીકે તે શું કામ આવે છે તે વિષે જણાવીશું.
હૃદય: આજના સમયમાં હૃદયની બીમારીઓનું જોખમ ખુબજ વધી ગયું છે આથી આવી બીમારીઓથી બચવા માટે ચોળાનું સેવન કરવું ફાયદાકરાક છે કારણકે તેમાં મેટાબોલાઈટસ ફ્લેવોનોઈડ હોય છે.
આ તત્વ હૃદય સબંધી સમસ્યાઓનો ઇલાઝ કરવામાં મદદ કરે છે અને સાથે સાથે તેને હૃદયની બીમારીને વધવા પણ દેતું નથી. અઠવાડિયામાં બે વાર ચોળા નું સેવન કરવાથી હૃદય સબંધી સમસ્યાઓ અને બ્લડ પ્રેશર ની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
વજન ઘટાડવા: ડાયેટ માં નિયમિત રીતે ચોળાનો સમાવેશ કરવાથી વજન ઘટાડી શકાય છે. ચોળામાં ફાઈબર અને પ્રોટીન હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ચોળાનું સેવન એટલા માટે પણ ફાયદાકરાક છે કારણકે તેમાં કેલેરી ખુબ જ ઓછી હોય છે.
અનિદ્રાની સમસ્યા: અનિદ્રાની સમસ્યાથી ઘણા લોકો હેરાન પરેશાન ઠગાઈ જતા હોય છે. જો તમે પણ અનિંદ્રાથી પરેશાન થઇ ગયા છો તો તમારે રાતના ભોજન માં ચોળાનો સમાવેશ કરવો જોઈએ કારણકે તેમાં રહેલા ઔષધીય ગુણો તણાવગ્રસ્ત નસોને આરામ આપવામાં મદદ કરે છે. ચોળામાં રહેલું ટ્રીપટોફેન નામનું તત્વ મગજ ને ખુબ જ કાર્યક્ષમ બનાવે છે.
પેટની સમસ્યા: નબળી પાચનક્રિયાને કારણે પેટમાં ઘણી બધી સમસ્યાઓ થવા લાગે છે. ચોળામાં ઘણા બધા પોષકતત્વો રહેલા હોય છે જે શરીર ના આતરિક અંગો ની સફાઈ કરવામાં મદદ કરે છે. ચોળામાં ફાઈબર રહેલું હોય છે જે પેટની સમસ્યાઓ અને ખાસ કરીને કબજિયાતની સમસ્યા દૂર કરે છે.
ખરતા વાળ : ચોળાનું સેવન નિયમિત રીતે કરવાથી સ્વાસ્થ્ય સાથે સાથે વાળ માટે પણ સારું છે કારણકે કે તે વાળને પોષણ આપે છે. જો તમે ખરતા વાળથી પરેશાન થઇ ગયા હોવ તો નિયમિત રીતે ચોળા નું સેવન કરો. ચોળામાં પ્રોટીન ની માત્રા સારા પ્રમાણ માં હોય છે જે તમારા વાળ ને ખરતા અટકાવવામાં મદદ કરી શકે છે.
એન્ટી એન્જીંગ નું કામ કરે: નાની ઉંમરે ચહેરા પર કરચલીઓ પડવી અને શરીકમાં કમજોરી આવી જવી એ શરીર માટે ખરાબ સંકેત કહી શકાય છે જે ચોળાના સેવનથી દૂર કરી શકાય છે. ચોળામાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ અને ફાઈબર હોય છે. જે તમારી ત્વચા ને નુકસાન પહોચાડનાર ફ્રી રેડીક્સલ ના પ્રભાવ ને પણ ઓછું કરે છે.
કોલેસ્ટ્રોલ ઘટાડે: શરીર માં ભળી જાય એવા ફાઈબર અને પ્રોટીન ચોળા માં હોય છે. જે આપણા શરીર માં જમા થયેલા વધારા ના અને ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે તમને જણાવીએ કે ચોળા કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ માં પણ રાખવાનું કામ કરે છે.
આશા છે કે તમને આ માહિતી સારી લાગી હશે અને આવી જ માહિતી જો તમને વાંચવાની ગમતી હોય તો તમે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને યોગા, હેલ્થ સબંધિત માહિતી મળતી રહેશે.