અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે રોજીંદા જીવનમાં ઉપયોગ માં લેવાતી ચટણી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.

1. કોઠાની ચટણી

સામગ્રી

  • 2 પાકાં કોઠા
  • મીઠું
  • જીરું
  • ગોળ
  • મરચું

બનાવવા માટે ની રીત

  1. 2 પાકાં કોઠાનો ગળ કાઢી, તેમાં મીઠું અને જીરું નાંખી વાટવો. બી બરાબર વટાઈ જાય એટલેજેટલો ગળ હોય તેથી ડબલ ગોળ નાંખવો. વધારે ગળી ચટણી બનાવવી હોય તો અઢીગણો ગોળ પણ નાંખી શકાય. તેમાં એક ચમચો સૂકું મરચું નાંખી ચટણી વાટવી. વાટતી વખતે પાણી નાંખી, નરમ રાખવી. કારણ થોડીવાર પછી કઠણ થઈ જાય છે.
  2. બીજે દિવસે ચટણીનો ઉપયોગ કરવો હોય તો થોડું તેલ ગરમ કરી, તેમાં થોડી હિંગ નાંખી, તેલ ઠંડું પડે એટલે ચટણીમાં નાંખી, હલાવી, રાખવાથી ચટણી કઠણ થતી નથી.

2. પાઈનેપલ ની ચટણી

સામગ્રી

  • પાઇનેપલનું છીણ – ૨ કપ,
  • રાઇ – ૧ ચમચી,
  • ખાંડ – ૪ ચમચા,
  • કિશમિશ – ૧ ચમચી,
  • ચાટમસાલો – ૧ ચમચી,
  • લાલ મરચાં – ૧ નંગ,
  • તેલ – ૧ ચમચી,
  • મીઠું – પા ચમચી

બનાવવા માટે ની રીત

  1. ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરી તેમાં લાલ મરચાના બે ટુકડા કરીને નાખો. તે સહેજ લાલાશ પડતા થાય એટલે રાઇ નાખી તતડે પછી પાઇનેપલનું છીણ નાખો. ખાંડ અને મીઠું ઉમેરી પંદર મિનિટ રહેવા દો. પછી આંચ પરથી ઉતારી ઠંડી થાય એટલે ચાટમસાલો ભેળવો. આ ચટણી સેન્ડવિચ કે પરોઠા સાથે બાળકોને ખૂબ ભાવશે.

3. લીલાં લસણ ની ચટણી

સામગ્રી

  • 50 ગ્રામ લીલું લસણ
  • 25 ગ્રામ સિંગદાણા
  • 5 લીલાં મરચાં
  • કટકો આદું
  • લીલા ધાણા
  • મીઠું
  • ગોળ

બનાવવા માટે ની રીત

  1. 50 ગ્રામ લીલું લસણ લઈ, ઉપરનાં છોડાં કાઢી, સમારી, ધોઈ, નિતારી, તેમાં 25 ગ્રામ સિંગદાણા, 5 લીલાં મરચાં, કટકો આદું, લીલા ધાણા અને મીઠું નાંખી વાટી તેમાં થોડો ગોળ નાંખી બરાબર વાટી લીલી ચટણી બનાવવી.

4. સૂકા લસણ ની ચટણી

સામગ્રી

  • સૂકું લસણ
  • 25 ગ્રામ સિંગદાણા
  • ત્રણ ચમચા સૂકું મરચું
  • મીઠું
  • પાણી
  • ગોળ

બનાવવા માટે ની રીત

  1. મોટું જીડવું સૂકું લસણ લઈ, ફોલી, તેમાં 25 ગ્રામ સિંગદાણા, ત્રણ ચમચા સૂકું મરચું અને મીઠું નાંખી વાટવું. વાટતી વખતે પાણી લેવું. પછી તેમાં ગોળ નાંખી, વાટી, લાલ ચટણી બનાવવી.

5. દાળિયા ની ચટણી

સામગ્રી

  • 25 ગ્રામ ચણાના દાળિયા
  • 5 લીલાં મરચાં
  • કટકો આદું
  • 25 ગ્રામ લીલા ધાણા
  • થોડું લીલું લસણ
  • મીઠું
  • ખાંડ
  • 50 ગ્રામ દહીં

બનાવવા માટે ની રીત

  1. 25 ગ્રામ ચણાના દાળિયા, 5 લીલાં મરચાં,કટકો આદું, 25 ગ્રામ લીલા ધાણા, થોડું લીલું લસણ, મીઠું અને ખાંડ નાંખી ચટણી વાટવી. 50 ગ્રામ દહીંને વલોવી, તેમાં ચટણી મિક્સ કરવી.

6. એપલ ટામેટાં ની ચટણી

સામગ્રી

  • એપલ-ટામેટાની ચટણી

બનાવવા માટે ની રીત

  1. ટામેટાં અને સફરજનને છોલી, બારીક સમારો. તેમાં થોડું પાણી રેડી પાંચ મિનિટ ઉકાળો. સહેજ ઠંડું થાય એટલે મિકસરમાં ક્રશ કરી તેમાં ખાંડ અને આદું નાખી ફરીથી થોડી વાર ઉકાળો. ઘટ્ટ થવા આવે એટલે આંચ પરથી ઉતારી ઠંડું થવા દો. છેલ્લે બધા મસાલા અને પ્રીઝર્વેટિવ મિક્સ કરીને સ્વચ્છ ડબ્બામાં ભરી લો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા