આપણે ઘણીવાર રોટલી અને પરાઠા શેકાતા હોય ત્યારે પેન બળી જાય છે. રોટલીનો લોટ અને પરાઠાનું તેલ પેન પર ચોંટી જાય છે અને જ્યારે પેનને ગરમ કરવામાં આવે ત્યારે તેના પર એક કાળા કલરનો કાર્બનનું પડ બની જાય છે.
જો તમે આવા તવા કે પેન પર રોટલી કે પરાઠા શેકો છો તો તે બગડી જાય છે અને જો તમે હજુ પણ આવા પેન પર રોટલી કે પરાઠા શેકતા હોય તો આ કાર્બન રોટલીમાં લાગી જાય છે અને તમારા પેટમાં જાય છે અને તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. જો કે ગૃહિણીઓ જાણે જ છે કે બળી ગયેલી લોખંડની તવીને સાફ કરવું સરળ કામ નથી.
ઘણી મહિલાઓ તો બળી ગયેલી તવી પર પણ રોટલી અને પરાઠા બનાવતી રહે છે. આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવીશું જેને અપનાવીને તમે બળી ગયેલી તવીને સાફ કરી શકો છો અને તેને પહેલાની જેમ ચમકાવી પણ શકો છો.
પેનને ગરમ કરીને સાફ કરો : જો તમારી તવી અથવા પેન વધારે બળી ગયું નથી અને તેના પર થોડું જ કાર્બનનું પડ જમા થયું છે તો તેને સાફ કરવા માટે ફૂલ ફ્લેમ પર પેનને રાખો. જ્યારે તે ગરમ થાય ત્યારે તેના પર જમા થયેલા કાર્બનના પડને ચમચી વડે ઉખાડી લો.
આમ કરવાથી તમે તમારા પેનને કોઈ પણ મહેનત કર્યા વગર થોડી જ મિનિટમાં સાફ કરી શકશો. કાર્બન નીકળી ગયા પછી તમારે પેન પર સામાન્ય લીકવીડ ડીશ વૉશનો ઉપયોગ કરો અને તેને લોખંડના સ્ક્રબરથી સાફ કરીને પછી પાણીથી ધોઈ લો. તમારો પેન પહેલાની જેમ ચમકવા લાગશે.
મીઠું અને લીંબુથી કરો સાફ : જો તમારી પેન ખૂબ જ વધારે બળી ગયું હોય અને તેને સાબુથી ધોવાથી પણ સાફ ના કરી શકાતું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે તમારા પેનને વધારે મહેનત કર્યા વગર બીજી રીતથી સાફ કરી શકો છો.
આ માટે તમારે પેનને ગરમ કરીને તેના પર મીઠું ફેલાવવું પડશે. જ્યારે તવો ગરમ થઈ જાય અને મીઠાનો રંગ આછો બ્રાઉન થવા લાગે ત્યારે તમે ચમચીથી નીકળવાનો પ્રયત્ન કરો. આમ કરવાથી પેન પર જમા થયેલ કાર્બનને સરળતાથી દૂર થઇ જશે.
આ પછી પણ જો તવા પર ડાઘા રહી જાય છે તો તમારે તેના પર 1 મોટું લીંબુ નીચોવીને તવા પર લીંબુની છાલથી ઘસો. તેનાથી તમારા તવા પરના ડાઘા પણ દૂર થઈ જશે અને તે ચમકવા પણ લાગશે. પછી પેનને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
વિનેગર : જો તમારે પેનને નવા જેવું ચમકાવવું હોય તો તમારે પહેલા પેનને ઉંધી કરીને ફૂલ ફ્લેમ પર ગરમ કરો. પછી તેમાં વિનેગર નાખીને પેન પર સારી રીતે ફેલાવો અને તેને લોખંડના સ્ક્રબરથી સાફ કરો. તેનાથી તમારી પેન ઘણી હદ સુધી સાફ થઈ જશે. આ પછી જેમ દરરોજ વાસણો ધોતા હોય તે જ રીતે તમે સાબુથી સાફ કરો. તમારું પેન પહેલા જેવું ચમકશે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો : પેન પર રોટલી અને પરાઠાને જ બનાવો. ધ્યાન રાખો કે પેન પર શાક અને ભાતને ક્યારેય ગરમ ના કરો. પેન ને ધોયા પછી હંમેશા લૂછીને જ મુકો કારણ કે ભીના થયેલા પેનમાં કાટ લાગી શકે છે. જો પેન બળી જ ગઈ હોય તો તેનો ફરીથી ઉપયોગ ના કરવો જોઈએ, તેના બદલે પહેલા તેને સાફ કરો અને પછી જ તેનો ઉપયોગ કરો.