દિવસભર કામ કરીને ક્યારેક એવું લાગે છે કે તમે તમારું આખું જીવન તમારા ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવામાં વિતાવશો તો પણ કંઈક તો રહી જ જશે. ઘરની સફાઈ માટે તમે ગમે તેટલી કોશિશ કરી લો પણ ઘરનો અમુક હિસ્સો તો બાકી રહી જ જશે. ક્યારેક સમય ઓછો હોવાને કારણે આપણા ઘરને જોઈએ તેટલું સ્વચ્છ રાખી શકતા નથી.
તમારી પાસે સમય ઓછો હોવાનો અર્થ એ નથી કે તમે તમારા ઘરને તમે ઇચ્છો તે રીતે સ્વચ્છ ના રાખી શકો. તમારા ઘરને ઓછા સમયમાં કેવી રીતે ચમકાવવું તે ખરેખર ચિંતાનો વિષય હોઈ શકે છે. તમારે ઘરનો દરેક ખૂણો સાફ કરવો હોય કે તાજગીની લાગણી જગાડવી હોય, તમારે ફક્ત થોડો સમય કાઢવાનો છે.
તમારા જટિલ કામોને ઉકેલવા માટે અમારી પાસે કેટલીક સરળ રીતો છે. જી હા, આજે અમે તમને એવા જ કેટલાક ઘરેલુ ઉપાય વિષે જણાવીશું જે તમારા જીવનને ઉપયોગી થઇ શકે છે અને તમારા ઘણા કાર્યોને સરળ બનાવી શકે છે. આ ટિપ્સ તમારો ઘણો સમય પણ બચાવશે અને કામ પણ થઇ જશે, તો ચાલો જાણીએ આવી કેટલીક ટિપ્સ વિષે.
1) સિંક સાફ કરવા માટે ગ્રાઉન્ડેડ કોફી : બેકિંગ સોડા અને વિનેગર નો ઉપયોગ કરીને સાફ કરી શકાય તે તમે જાણતા હશો. પરંતુ અમે તમને જણાવવા જઈ રહયા છે તે ટિપ્સ તમે નહિ જાણતા હોય. કોફી દરેકના રસોડામાં હોય છે. તમારે ફક્ત કોફીનો ઉપયોગ કરીને ભરાયેલા સિંકને સાફ કરવાનું છે.
સિંકમાં ગણું બધું જતું હોય છે તો ઘણીવાર બ્લોક થઇ જાય છે. જાણો કોફીથી સિંક સાફ કરવાની રીત. સામગ્રી : 1 ચમચી કોફી, 1 ચમચી ડીશ સોપ અને 1 ગ્લાસ ગરમ પાણી.
સાફ કરવા માટે : સૌથી પહેલા એક બાઉલમાં કોફી, ડીશ સોપ અને થોડું પાણી ઉમેરીને લીકવીડ તૈયાર કરો. આ લિકવિડને તમારા બ્લોક થયેલા સિંકમાં રેડો. થોડી વાર 5-10 મિનિટ રાહ જુઓ અને પછી ગરમ પાણી રેડો. તમે માત્ર કોફી ગ્રાઉન્ડ્સ અને પાણી રેડીને પણ સિંક સાફ કરી શકો છો.
2) માઉથવોશથી ટોઇલેટને સાફ કરો : માઉથવોશ તમારા મોંમાંથી કીટાણુઓને દૂર કરે છે અને તમારા મોં ફ્રેશ રાખે છે. માઉથવોશ ગંદા ટોઇલેટ સાથે આવું જ કામ કરે છે. હવે જ્યારે ટોયલેટ ગંદુ છે અને ટોયલેટ ક્લીનર ખતમ થઇ ગયું છે તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી, ફક્ત તમારા માઉથવોશને લો અને ટોઇલેટને સાફ કરો.
સામગ્રી : અડધો કપ માઉથવોશ અને ટોયલેટ બ્રશ. શું કરવું : અડધા કપમાં માઉથવોશને ભરો. તેને ટોઇલેટ બાઉલમાં રેડો અને 30 મિનિટ માટે રહેવા દો. 30 મિનિટ પછી ટોઇલેટને બ્રશથી સ્ક્રબ કરીને સાફ કરી લો. તમે પણ જોશો કે માઉથ વોશ પણ તમારા ટોયલેટ ક્લીનરની જેમ ટોયલેટને સાફ કરશે અને સુગંધ આપશે.
3) ડીશ સોપથી બ્લેન્ડરને સાફ કરો : ઘણી વખત એવું થાય છે કે તમે બ્લેન્ડરને પાણીથી ધોઈ લો, તેમ છતાં બ્લેન્ડરનો ગ્લાસ જ બરાબર સાફ નથી થતો તો ક્યારેક ધોયા પછી પણ તેમાંથી દુર્ગંધ આવે છે. જ્યારે તમે ચટણી, સ્મૂધી, જ્યુસ વગેરે બનાવતા હોવ ત્યારે તેમાં પણ આ ગંધ આવવા લાગે છે. તમારા બ્લેન્ડરમાંથી ગંધને દૂર કરવા માટે અને સારી રીતે સાફ કરવા માટે ડીશ સાબુનો ઉપયોગ કરો.
સામગ્રી : 1 ચમચી ડીશ સોપ, 1 ચમચી લીંબુનો રસ અને અડધો કપ ગરમ પાણી. શુ કરવુ : તમારા બ્લેન્ડર જારમાં ડીશ સોપ, ગરમ પાણી અને લીંબુનો રસ ઉમેરો. પછી જારને ઢાંકીને લગભગ 1 મિનિટ સુધી ચલાવો અને 1 મિનિટ પછી જારને ધોઈ લો. ના તો તમારે તેને સ્ક્રબથી ઘસવાની જરૂર છે. તેમાંથી ગંધ પણ દૂર થઇ જશે અને જાર સ્વચ્છ રહેશે.
4) લાકડાના ફર્નિચર અને કેબિનેટને એસેન્સિયલ ઓઇલથી ચમકાવો : રસોડાની લાકડાની કેબિનેટ હોય કે ઘરનું કોઈપણ લાકડાનું ફર્નિચરને સાફ કરતી વખતે આપણે થાકી જઈએ છીએ તો પણ કોઈ ચમક નથી આવતી. આવી સ્થિતિમાં તમે મોંઘી પોલિશ લાવો છો, પરંતુ શું તમે જાણો છો કે તમારા અલમારીમાં પડેલું એસેન્સિયલ ઓઇલ તમારું આ કામ સરળ બનાવી શકે છે. તમે એસેન્શિયલ ઓઈલની મદદથી લાકડાના ફર્નિચરને પોલિશ કરી શકો છો.
સામગ્રી : 1 ચમચી લીંબુ/ટી ટ્રી એસેન્સિઅલ ઓઇલ, એક સ્વચ્છ કપડું અને એક બ્લોટિંગ પેપર. શુ કરવુ : સૌથી પહેલા લાકડાના ફર્નિચરના ડાઘ સાફ કરો. આ માટે એસેન્સિયલ ઓઈલના થોડા ટીપાં ડાઘ પર લગાવો અને તેને 10 થી 15 મિનિટ માટે રાખો.
ત્યાર બાદ તેને બ્લોટિંગ પેપરથી સાફ કરી લો. હવે એક કપડામાં માત્ર 1 ટીપું તેલ લો અને આખું ફર્નિચર સાફ કરો. તમે જોશો કે તમારી કેબિનેટ અથવા ફર્નિચર પરથી ડાઘ પણ નીકળી જશે અને ચમકવા પણ લાગશે.
5) ફર્નિચરમાંથી મીણને દૂર કરો : ઘણી વખત એવું બને છે કે આપણે ફર્નિચર પર મીણબત્તી રાખીએ છીએ અને તેનું મીણ ફર્નિચર પર બેસી જાય છે અને તે ગંદુ લાગે છે. તેને દૂર કરવા માટે પોઇન્ટેડ વસ્તુઓનો ઉપયોગ કરીએ તો તમારા ફર્નિચરને બગાડી શકે છે. શું તમે જાણો છો કે બરફની મદદથી તે મીણને સરળતાથી કાઢી શકો છો?
સામગ્રી : 2 ટુકડા બરફ, પ્લાસ્ટિકની થેલી, સ્વચ્છ કાપડ અને એસેન્સિયલના ઓઈલના 2 ટીપાં.
શુ કરવુ : સૌથી પહેલા બરફના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં મુકો અને તેને મીણની ઉપર મૂકો. થોડીવાર પછી મીણ ઠંડું થઈ જાય અને બરફથી સખત થઈ જાય ત્યારે તેને હળવા હાથે દૂર કરી લો. ભીના વિસ્તારને સાફ કરી લો અને કાપડમાં એસેન્સિયલ ઓઇલનું એક ટીપું ઉમેરીને ફર્નિચર સાફ કરો.
અમે આશા રાખીએ છીએ કે આ અદ્ભુત ટિપ્સ તમને જરૂરથી ઉપયોગી થશે. જો તમે આવી જ બીજી હોમ ટિપ્સ વિશે જાણવા માંગતા હોય તો અમને જણાવો. જો તમને આ જાણકરી ગમી હોય તો આવી જ બીજી વાંચતા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.