શું વંદાઓ તમારા ઘરમાં ભાડુઆત તરીકે રહે છે? જ્યારે પણ તમે રસોડાની લાઈટ ચાલુ કરો છો ત્યારે વંદાઓ આમથી તેમ દોડતા જોવા મળે છે? તમને કોકરોચ જોઈને ગિન્ન આવે છે અને તમે પરેશાન થઇ ગયા છો?
તો હવે તમે ચિંતા કરશો નહીં કારણ કે અમે તમારા માટે આ વંદાઓથી છુટકારો મેળવવાનો એક આસાન ઉપાય લઈને આવ્યા છીએ. રસોડામાં વંદો દેખાવાનો અર્થ છે કે ઘણી બીમારીઓને આમંત્રણ આપવું.
પણ આ બિનઆમંત્રિત મહેમાનો જાણે પોતાનું ઘર હોય એમ ઘરમાં ફરે છે. જો કે તેમાંથી છુટકારો મેળવવા માટે બજારમાં ઘણા પ્રકારના દવાઓ અને પ્રોડક્ટ મળે છે, પરંતુ તે બધી પ્રોડક્ટ હાનિકારક કેમિકલ્સથી બનેલા હોય છે જે ઝેરી હોઈ શકે છે.
જો તમે આ વંદાઓથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવાનો અસરકારક ઉપાય શોધી રહ્યા છો તો તમારા રસોડામાં રહેલી આ વસ્તુનો ઉપયોગ કરીને તમને આ દુશ્મનોથી છુટકારો અપાવી શકે છે. તો આવો જાણીએ કયો છે આ શક્તિશાળી ઉપાય.
વંદાઓથી થતા રોગો : તમે જોયું જ હશે કે વંદાઓ વરસાદની ઋતુમાં તમારા ઘરમાં પોતાનો વસવાટ બનાવી લે છે. પછી તેમનો આતંક શરૂ થઈ જાય છે કારણ કે તેઓ ખુલ્લી વસ્તુ રાખતા જ ત્યાં પહોંચી જાય છે. ક્યારેક એવું પણ બને છે કે તેમના કારણે બનાવેલું ખાવાનું પણ ફેંકી દેવું પડે છે.
કારણ કે તેનાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. જેમ કે, ફૂડ પોઇઝનિંગ એ એક સામાન્ય સમસ્યા છે જે કોકરોચને કારણે થાય છે, પરંતુ આ સિવાય ટાઇફોઇડ પણ થઇ શકે છે. તેનું કારણ કોકરોચમાં જોવા મળતો સૈલમોનેલા નામનો વાયરસ છે.
આ સિવાય કોકરોચના મોઢામાંથી એક પ્રકારની લાળ નીકળે છે જેના કારણે તમને એલર્જી, ફોલ્લીઓ, આંખોમાં પાણી આવવું, વારંવાર છીંક આવવી વગેરે સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય એક અભ્યાસ મુજબ, સૂડોમોનાસ એરુગિનોસા નામનું બેક્ટેરિયમ વંદોના પેટમાં મોટી માત્રામાં વધે છે અને તે અનેક પ્રકારની બીમારીઓ જેમ કે યુરિન ટ્રેકટ ઇન્ફેક્શન, પેટ સબંધિત ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.
તમાલપત્રના ફાયદા : ગરમ મસાલામાં તમાલપત્ર પણ વધારે ઉપયોગમાં આવતો મસાલો છે. તેના પાનનો ઉપયોગ ખાવામાં સુગંધ માટે કરવામાં આવે છે. તમાલપત્રના તેલમાં ઘણા ઔષધીય ગુણો છે, જેનો ઉપયોગ એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ, બળતરા વિરોધી અને પીડા રાહત આપતા બામ અને જેલમાં થાય છે.
તમાલપત્રના પાંદડામાં આવા ઘણા તત્વો જોવા મળે છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવા અને તેના વિકાસ માટે જરૂરી છે. તેમાં કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં મળી આવે છે.
આ ઉપરાંત, તમાલપત્ર ઘણા પ્રકારના એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે જે લોહીના ગંઠાઈ જવા અને હૃદયની ઘણી ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે, પરંતુ શું તમે જાણો છો કે તમાલપત્રનો ઉપયોગ વંદો દૂર કરવા માટે પણ થાય છે, તો ચાલો જાણીએ કેવી રીતે.
વંદો & જીવડાં : ખાવામાં સુગંધ ઉમેરવા માટે વપરાતું તમાલપત્ર બીજા ઘણા જાદુઈ કામ કરે છે. આવા જાદુઈ કામોમાં એક ઘરમાંથી વંદો ભગાડવાનું પણ છે. તમને આ સાંભળીને નવાઈ જરૂર લાગશે પણ આ સત્ય છે. ચાલો જાણીએ કે આ તમાલપત્ર કોકરોચથી છુટકારો મેળવવા માટે કેવી રીતે કામ કરે છે.
કોકરોચથી છુટકારો મેળવવા માટે તમાલપત્રનો ઉપયોગ : વંદોથી છૂટકારો મેળવવા માટે, સૌથી પહેલા તમાલપત્રના પાનનો ભૂકો કરીને મસળીને તેને તમારા ઘરના ખૂણામાં અને એમાં ખાસ કરીને રસોડામાં દરેક ખૂણામાં મુકો.
તેની ગંધથી જ તમારા ઘરમાં છુપાયેલા બધા વંદાઓ દૂર ભાગી જશે. આ સિવાય બીજો ઉપાય પણ કરી શકાય છે, કે તમાલપત્રને કોઈપણ પાત્રમાં નાખીને બાળી લો અને તેને રૂમ અથવા રસોડામાં રાખો.
આ ઉપાય બીજા કોઈ કેમિકલ્સ પ્રોડક્ટ જેવો નથી પરંતુ કુદરતી ઉપાય છે. તો તમે કોની રાહ જોઈ રહ્યા છો, જો તમે તમારા ઘરમાંથી વંદાઓથી છુટકારો મેળવવા માંગતા હોય તો આજે જ ટ્રાય કરો.