નાળિયેર તેલના ઘણા બધા ફાયદા છે તેથી તેનો ઉપયોગ ઘણી બધી રીતે કરી શકાય છે. તે વાળને મજબૂત કરવા સિવાય તે ત્વચા માટે કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે પણ કામ કરે છે. એટલું જ નહીં પણ તેનો ઉપયોગ મસાજ કરવા માટે પણ થાય છે.
જે મહિલાઓની સ્કિન સંવેદનશીલ અથવા ઓઈલી હોય છે તે પણ નાળિયેર તેલનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરે છે, કારણ કે તેનું ટેક્ચર ખૂબ જ લાઈટ હોય છે જે સ્કિનમાં સરળતાથી શોષાઈ જાય છે. આપણે જાણીયે છીએ કે થાક અથવા તણાવ જેવી વસ્તુઓને દૂર કરવા માટે મસાજ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
માલિશ કરવાથી શરીરને ઘણો આરામ મળે છે અને મનને પણ એક સુકુન મળે છે, પરંતુ જ્યારે આપણે તેને ઘરે કરવા જઈએ છીએ ત્યારે આપણને સમજાતું નથી કે આ માટે કયું તેલ વાપરવું જોઈએ.
આ સ્થિતિમાં તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો જે શરીરને આરામ આપવા સિવાય ત્વચાને લગતી સમસ્યાઓને પણ દૂર કરે છે. તો ચાલો જાણો કેવી રીતે ચહેરાની મસાજથી લઈને બોડી મસાજ માટે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકાય.
નાળિયેર તેલથી ચહેરા પર મસાજ : નારિયેળ તેલ ચહેરા પર માત્ર મોઈશ્ચરાઈઝર તરીકે જ કામ નથી કરતુ, પણ તેની સાથે તે ત્વચાને પણ ટાઈટ કરે છે. તમને જણાવી દઈએ કે વધતી ઉંમરની સાથે કરચલીઓ કે બીજી ઘણી સમસ્યાઓ શરૂ થઇ જાય છે,
આ સ્થિતિમાં તમે ઈચ્છો તો નારિયેળ તેલથી માલિશ કરી શકો છો. તમારે આ માટે કંઈ વધારે કરવાની જરૂર નથી. નારિયેળ તેલ અને ગુલાબજળને મિક્સ કરો. હવે તેને તમારા ચહેરા પર લગાવો અને ગોળ ગોળ ગતિમાં 4 થી 5 મિનિટ માટે મસાજ કરો. આ પછી તેને 1 કલાક માટે આમ જ છોડી દો અને પછી તેને ઠંડા પાણીથી સાફ કરી લો.
માલિશ કર્યા પછી સ્ટીમ લો અને પછી 10 થી 15 મિનિટ રાહ જોઈને પછી ચોખ્ખા પાણીથી ચહેરો ફરીથી સાફ કરો. અઠવાડિયામાં એકવાર આ પ્રક્રિયા કરો. પ્રયત્ન કરો કે સ્નાન કરતા પહેલા આ કામ કરો.
નાળિયેર તેલથી માથાની મસાજ કરો : માથાના સ્કેલ્પ પર મસાજ કરવાથી વાળ હેલ્ધી રહે છે સાથે સાથે તણાવ પણ દૂર થાય છે. ભાગદોડ ભરેલી જીંદગીમાં તણાવની અસર ખૂબ જ નાની ઉંમરે જ થવા લાગી છે એવામાં તમારે તમારી દિનચર્યામાં સ્કેલ્પ મસાજ જરૂર કરવી જોઈએ.
આ માટે તમે નારિયેળ તેલને ગરમ કરી શકો છો અને જો તમે ઇચ્છો તો તેમાં બીજી વસ્તુઓ પણ મિક્સ કરી શકો છ કે જે તમારા વાળ માટે સારી છે. હવે હૂંફાળા નારિયેળ તેલથી માથાની ચામડી પર સારી રીતે મસાજ કરો. જો તમને મોડા ઊંઘ આવે છે અથવા ઊંઘ આવતી નથી તો તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર નારિયેળ તેલથી માલિશ કરો.
નાળિયેર તેલથી બોડી મસાજ : બોડી મસાજ માટે ખાલી નારિયેળ તેલ પૂરતું છે. આ માટે જો તમે માત્ર નાળિયેર તેલનો ઉપયોગ કરો તો તે વધારે સારું છે, પણ કેટલાક લોકો તેમાં એસેન્સિયલ તેલને પણ મિક્સ કરે છે.
ફક્ત નારિયેળ તેલથી માલિશ કરીને થોડીવાર માટે સૂર્યના પ્રકાશમાં સૂઈ જાઓ. તેનાથી તમને ઘણો આરામ મળશે પણ ધ્યાન રાખો કે વધુ પડતા સૂર્યપ્રકાશમાં સૂવું નહીં. સ્નાન કરતા પહેલા બોડી મસાજ કરવાનો પ્રયત્ન કરો.
પગ અથવા કમરના થાકને સંપૂર્ણપણે દૂર કરવા માટે સાદા નાળિયેર તેલથી મસાજ કરવું એ વધારે ફાયદાકારક છે. નાળિયેર તેલથી માલિશ કર્યાના એક કલાક પછી જ્યારે તમારી ત્વચા સંપૂર્ણપણે તેલને શોષી લે પછી જ સ્નાન કરવા જાઓ.
ચહેરા અથવા શરીરની મસાજ માટે તમે પણ નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો, પરંતુ જો તમને તેનાથી કોઈપણ પ્રકારની સમસ્યા થાય છે તો તરત જ બંધ કરી દો. આ સિવાય અમને આશા છે કે આ લેખ તમને સારો ;લાગ્યો હશે અને આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.