આપણી સુંદરતા ઘટાડવા માટે એક સફેદ વાળ જ કાફી છે? આજકાલ વાળ ક્યારે કાળાથી સફેદ થઈ જાય છે તે ખબર પડતી નથી. એવું કહેવાય છે કે સફેદ વાળ ઘડપણની નિશાની છે, પરંતુ આજના સમયમાં આ કહેવત ખોટી સાબિત થઈ છે. આજકાલ નાની ઉંમરે પણ વાળ સફેદ થવા લાગ્યા છે.
શું તમે પણ સફેદ વાળને સંતાડવા માટે ડાય અથવા કલરનો ઉપયોગ કરો છો? જો કે તેનાથી વાળ થોડા સમય માટે સંપૂર્ણ કાળા થઈ જાય છે, પરંતુ જો તમે લાંબા સમય માટે વાળ કાળા રહે તેવું વિચારી રહ્યા હોવ તો તમારે કલર અને ડાઇનો ઉપયોગ ટાળવો જોઈએ.
આજે આ લેખમાં અમે તમને એક ઘરેલું ઉપાય જણાવીશું, જેને અજમાવીને તમે કાળા વાળને કુદરતી રીતે કાળા કરી શકો છો. ચાલો જાણીએ સફેદ વાળના કારણો અને તેનાથ બચવા અને ઓછા કરવા માટેની રીત.
વાળ સફેદ કેમ થાય છે?
સફેદ વાળની સમસ્યા આનુવંશિક પણ હોઈ શકે છે. એટલે કે, શક્ય છે કે તમારા માતાપિતાના વાળ બાળપણમાં જ સફેદ થઈ ગયા હોય તો તમારા પણ વાળ સફેદ થઇ શકે છે. તણાવના કારણે પણ વાળનો રંગ બદલાઈ શકે છે.
વિટામિન B-12 ની ઉણપને કારણે પણ વાળ કાળાથી સફેદ થઈ જાય છે. આ વિટામિનની ઉણપને કારણે વાળના સેલ્સ નબળા પડવા લાગે છે. ઉપરાંત, તે મેલાનિનના ઉત્પાદનને અસર કરે છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે તેમને સફેદ વાળ થવા લાગે છે.
કરો આ ઉપાય
વાળને લગતી સમસ્યાને ઓછી કરવા માટે તેલથી સારો કોઈ ઘરગથ્થુ ઉપચાર હોઈ શકે નહીં. આ માટે, 1 ચમચી શુદ્ધ નાળિયેર તેલ, 1 ટીસ્પૂન એરંડાનું તેલ, ટુવાલ અને ગરમ પાણીની જરૂર પડશે.
શુ કરવુ?
એક વાટકીમાં 1 ચમચી શુદ્ધ નાળિયેર તેલ અને 1 ચમચી એરંડાનું તેલ ઉમેરો અને થોડું ગરમ કરો. હવે તેને તમારા વાળમાં સારી રીતે લગાવો. હવે એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા માટે રાખો. પાણી ગરમ થાય એટલે ગરમ પાણીમાં ટુવાલ પલાળીને તેને નિચોવી લો.
હવે વાળને 5 મિનિટ માટે ટુવાલ વડે ઢાંકી દો. આ પ્રક્રિયાને ઓછામાં ઓછા 3 થી 4 વખત પુનરાવર્તિત કરો. આમ કરવાથી માથાની ચામડીમાં તેલ સારી રીતે શોષાઈ જશે અને વાળ મજબૂત બનશે. તમે આ ઉપાય અઠવાડિયામાં બે વાર અનુસરો.
વાળની સંભાળ રાખવાની કેટલીક બાબતો : વાળને સફેદ થતા અટકાવવા માટે, તમારે બજારુ પ્રોડક્ટનો ઉપયોગ બંધ કરીને હોમમેઇડ હેર માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. તમારે તમારા ખાવા-પીવા પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ.
અમુક પોષક તત્વોની ઉણપને કારણે પણ વાળ અકાળે સફેદ થવા લાગે છે. તમારે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન ભરપૂર પ્રમાણમાં મળી આવે. તમે તમારા વાળમાં કુદરતી મહેંદી પણ લગાવી શકો છો.
આને લગાવવાથી તમારા વાળમાં ચમક તો આવશે જ સાથે સાથે તમારા વાળ પણ મુલાયમ બનશે. વાળ પર માત્ર કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ લેખ ગમ્યો હશે. જો તમે આવા જ વાળ સબંધિત બીજી માહિતી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.