હવે હવામાન બદલાવા લાગ્યું છે અને આવી સ્થિતિમાં ગરમીના લીધે હંમેશા કંઈક ઠંડુ પીવાની ઈચ્છા થાય છે. જો કે સામાન્ય રીતે ઉનાળાની ગરમીમાં લોકો કોલ્ડ ડ્રિન્ક પીણાનું વધારે પસંદ કરે છે. કોલ્ડ ડ્રિન્ક જ્યાં એક તરફ તે ઠંડુ હોય છે અને તેનો સ્વાદ પણ સારો હોય છે.
ઉનાળામાં લોકો દિવસમાં ઘણી વખત કોલ્ડ ડ્રિન્કનું સેવન કરે છે. આટલું જ નહીં જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવે છે અથવા આપણે મહેમાન તરીકે ક્યાંક જઈએ છીએ ત્યારે ત્યાં કોલ્ડ ડ્રિન્ક જ આપવામાં આવે છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને કોલ્ડ ડ્રિન્ક પીવાનું પસંદ હોય છે.
પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ કોલ્ડ ડ્રિન્ક બિલકુલ સારું માનવામાં આવતું નથી. કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવાથી શરીરમાં શુગરની માત્રા તો વધે છે અને તેની સાથે તેનાથી સ્વાસ્થ્યને બીજા પણ ઘણા નુકસાન પણ થાય છે. તો આજના આ લેખમાં અમે તમને એવા જ કેટલાક કારણો વિશે જણાવી રહ્યાં છીએ, જેને જાણ્યા પછી તમે પણ કોલ્ડ ડ્રિન્ક પીવાનું બંધ કરી દેશો.
વજન વધશે : જો તમને સતત કોલ્ડ ડ્રિન્ક પીવાની આદત છે તો તમારું વજન ઝડપથી વધવા લાગશે. વાસ્તવમાં કોલ્ડ ડ્રિન્કમાં ખાંડની માત્રા ખૂબ જ વધારે હોય છે અને વધુ પડતી ખાંડનું સેવન કરવાથી વજનમાં વધારો અને બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. તમને જણાવી દઈએ કે કોલ્ડ ડ્રિંકના એક ગ્લાસમાં આઠથી દસ ચમચી સુગર હોય છે.
આ રીતે તમે કોલ્ડ ડ્રિન્ક પીને તમારા આહારમાં સુગર વધારી રહયા છો, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. તમને જણાવી દઈએ કે કોલ્ડ ડ્રિંકના એક ગ્લાસમાં લગભગ 150 કેલરી હોય છે અને દરરોજ કોલ્ડ ડ્રિન્ક પીવાની આદતથી કેલરી વધે છે અને વજન વધે છે. જેના કારણે તમારે લાંબા ગાળે બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ફેટી લીવર સમસ્યા : તમને આ વાત જાણીને નવાઈ લાગશે પરંતુ કોલ્ડ ડ્રિંકના કારણે તમને ફેટી લિવરની સમસ્યા પણ થઈ શકે છે. ખરેખર ઠંડા પીણામાં બે પ્રકારની સુગર જોવા મળે છે, એક ગ્લુકોઝ અને બીજું ફ્રુક્ટોઝ. જ્યારે ગ્લુકોઝ શરીરમાં ઝડપથી શોષાય છે અને ચયાપચય થાય છે, ફ્રુક્ટોઝ માત્ર લીવર દ્વારા ચયાપચય કરી શકે છે.
આવી સ્થિતિમાં જો તમે દરરોજ વધારાની માત્રામાં કોલ્ડ ડ્રિન્કનું સેવન કરો છો તો તમારા લીવરમાં ફ્રુક્ટોઝ વધારે પ્રમાણમાં જમા થાય છે. જેના કારણે લીવર પર ઓવરલોડ થાય છે અને તેના કારણે ફેટી લીવરની સમસ્યા થાય છે.
ડાયાબિટીસની સમસ્યા : કોલ્ડ ડ્રિન્કનું વધારે સેવન કરવાથી ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે. હકીકત એ છે કે કોલ્ડ ડ્રિન્કમાં સુગરની માત્રા ખૂબ જ વધારે હોય છે જેના કારણે તમારા શરીરનું હોર્મોન ઇન્સ્યુલિન ડિસ્ટર્બ થાય છે. એટલું જ નહીં કોલ્ડ ડ્રિંક્સ તરત જ શરીરમાં સુગરને સ્પાઇક કરે છે જેના કારણે ઇન્સ્યુલિન ઝડપથી રિલીઝ થાય છે.
પરંતુ જો તમે ઇન્સ્યુલિન હોર્મોનને વારંવાર ખલેલ પહોંચાડો છો, તો તે તેને નુકસાન પહોંચાડશે. તેનાથી તમારા શરીરમાં વધારાની શુગર રિલીઝ કરશે અને તમારે ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરવો પડશે.
દાંતની સમસ્યાઓ : કોલ્ડ ડ્રિન્કનું વધારે સેવન દાંત માટે સારું માનવામાં નથી આવતું. ખરેખર કોલ્ડ ડ્રિન્કમાં ફોસ્ફોરિક એસિડ અને બીજા એસિડ હોય છે, જે તમારા દાંત માટે નુકસાનકારક છે. જે લોકો નિયમિતપણે કોલ્ડ ડ્રિન્ક પીવે છે તેઓને દાંતમાં સડો થવાની સમસ્યા થઇ શકે છે.
જો તમને આ લેખ ગમ્યો હોય તો આવીજ માહિતી તમે ઘર બેઠા વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ આહાર સબંધિત માહિતી મળતી રહેશે.