વધારે મહેનત કર્યા વગર, ગમે તેવું ગંદુ કુકર ફક્ત 5 મિનિટમાં જ કુકર નવા જેવું થઇ જશે

cooker saf karvani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સામાન્ય રીતે આપણા રસોડામાં ઘણા પ્રકારના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સ્ટીલ, કાચ, પિત્તળ અને એલ્યુમિનિયમના વાસણોનો સમાવેશ થાય છે. મોટાભાગના ઘરના રસોડામાં સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલના વાસણોનો સૌથી વધારે ઉપયોગ થાય છે.

સ્ટેનલેસ સ્ટીલના વાસણો ખૂબ જ સરસ, આકર્ષક અને ટકાઉ હોય છે જે લાંબા સમય સુધી ચાલે છે. પરંતુ, રસોડામાં સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલના વાસણોનો ઉપયોગમાં સૌથી વધારે પ્રેશર કુકરનો પણ ખુબ ઉપયોગ થાય છે અને સ્ટેનલેસ સ્ટીલના વાસણો એકવાર કાળા થઈ જાય પછી તેને સાફ કરવા મુશ્કેલ બની જાય છે.

તેથી જ તેમને નિયમિતપણે સાફ કરવા અને હઠીલા ડાઘને કેવી રીતે દૂર કરવા તે શીખવું જરૂરી છે. જો પ્રેશર કુકરની યોગ્ય કાળજી લેવામાં ના આવે તો તેની ચમક ખૂબ જ ઝડપથી નષ્ટ થઈ જાય છે. વિવિધ પ્રકારના વાસણો સાફ કરવા માટે વિવિધ પદ્ધતિઓ હોય છે.

અમે તમને પ્રેશર કૂકરને સાફ કરવાની કેટલીક સરળ ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમે તમારા કૂકરને સરળતાથી સાફ કરી શકો છો. ઘણી વખત રસોઈ કરતી વખતે પ્રેશર કૂકરનું તળિયું કાળું થઈ જાય છે. રાંધતી વખતે પ્રેશર કૂકરમાં થોડી આમલી નાખો, આનાથી પ્રેશર કૂકરનું તળિયું ક્યારેય કાળું નહીં થાય.

પ્રેશર કૂકર ખરીદતી વખતે એવો સેટ પસંદ કરો જેનો નીચેનો ભાગ કોપર અથવા એલ્યુમિનિયમનો બનેલો હોય. આ રીતે બનેલું પ્રેશર કૂકર ઝડપથી કાળું પડતું નથી. જો પ્રેશર કૂકર બળીને ભૂરા રંગનું થઇ ગયું હોય તો, ઉકળતા પાણીમાં સેંધા મીઠું ઉમેરીને થોડીવાર રહેવા દો. પછી તેને સાફ કરો, તેનાથી પ્રેશર કૂકરની બધી ગંદકી સાફ થઈ જશે.

જો પ્રેશર કૂકર બળી ગયું હોય તો ખાવાના સોડાથી સાફ કરો. એકદમ સૂકા પ્રેશર કૂકરના તળિયા પર વધારે પ્રમાણમાં ખાવાનો સોડા નાખો અને થોડું પાણી નાખીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને કૂકરની આસપાસ સૂકા કપડાથી અથવા સ્પોન્જથી ઘસો. પછી તેને સારી રીતે ધોઈ લો. પ્રેશર કૂકર નવા જેવું દેખાવા લાગશે.

રાંધ્યા પછી ગંદા પ્રેશર કૂકરમાં થોડું વિનેગર અથવા લીંબુ નિચોવી અને તેને નવશેકા પાણીમાં પલાળી દો. તેનાથી પ્રેશર કૂકર સારી રીતે સાફ થઈ જશે બધી ગંદકી દૂર થઈ જશે. પ્રેશર કૂકરમાં પડેલા ડાઘ સાફ કરવા માટે પાણી, એક ચમચી વોશિંગ પાવડર અને લીંબુ નાખીને થોડીવાર ઉકાળો. ત્યારપછી તેને હળવા સ્ક્રબથી સાફ કરો અને પાણીથી ધોઈ લો. પ્રેશર કૂકર ચમકવા લાગશે.

ડુંગળીનો રસ અને વિનેગર બંનેને સરખી માત્રામાં મિક્સ કરો અને પ્રેશર કૂકરને સારી રીતે ઘસો, તેનાથી કૂકર અંદર અને બહારથી સારી રીતે સાફ થઈ જશે. પ્રેશર કૂકર ધોયા પછી તેને બહાર તડકામાં રાખો, જેથી તેમાં પાણીના ડાઘ ના પડે.

તમે પ્રેશર કૂકરને ચમકદાર બનાવવા માટે પોલિશ કરી શકો છો. સ્વચ્છ કપડા પર થોડી પોલિશ લગાવો અને તેને વાસણ પણ લગાવીને વાસણો ચમકાવી શકો છો. તમે ગ્લાસ ક્લીનર અને સોફ્ટ કપડાથી પ્રેશર કૂકરના બહારના નિશાનને દૂર કરી શકો છો.

પ્રેશર કૂકરમાંથી ડાઘ દૂર કરવા માટે સોફ્ટ બ્રશ અથવા સ્ક્રબનો ઉપયોગ કરો. આ સિવાય સાબુના સોલ્યુશનનો પણ ઉપયોગ કરી શકાય છે, તેનાથી પણ ડાઘ સરળતાથી સાફ થઈ જશે. તમે પણ આ બધી સરળ ટીપ્સનો ઉપયોગ કરીને તમારા પ્રેશર કૂકરને સાફ કરી શકો છો અને કૂકરને હંમેશા નવા જેવું રાખી શકો છો.