cookies and biscuits difference in gujarati
Image credit : freepik
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમને પણ મનમાં ક્યારેક તો વિચાર આવ્યો જ હશે કૂકીઝ અને બિસ્કિટને એક જ છે કે શું? પરંતુ એવું નથી. કુકીઝ અને બિસ્કીટમાં પણ ફરક છે અને આજે અમે તમને આ લેખમાં તેમની વચ્ચેનો તફાવત જણાવવા જઈ રહ્યા છીએ.

કૂકીઝ શું છે : સામાન્ય રીતે કૂકીઝ બિસ્કિટ કરતાં મોટા અને સોફ્ટ હોય છે. કૂકીઝ ડચ ભાષા ‘koekje’ પરથી આવ્યો છે અને અમેરિકન અંગ્રેજીમાં તેને કૂકીઝ કહે છે, જેનો અર્થ થાય છે ‘નાની કેક’. બિસ્કિટની સરખામણીમાં કૂકીઝ ઘણા ફ્લેવરમાં હોય છે અને તેને બનાવવામાં પણ વધુ સમય લાગે છે.

તેને બનાવવા માટે સોફ્ટ લોટની જરૂર પડે છે અને તેની મીઠાશ બિસ્કીટ કરતાં વધુ હોય છે. તમે ઘરે પણ કૂકીઝ બનાવી શકો છો. તેને બનાવવું કોઈ મુશ્કેલ કામ નથી. જો તમે ઘરે કૂકીઝ બનાવો છો તો તમારા બાળકો પણ ઘરના બનાવેલા તાજા કૂકીઝ ખાશે.

બિસ્કિટ શું છે : બિસ્કિટ કૂકીઝ કરતા ક્રિસ્પી અને પાતળા હોય છે. તેઓ સામાન્ય રીતે માખણ, લોટ, ખાંડ અને નમકીનમાંથી બનાવવામાં આવે છે. પરંતુ ડ્રાય ફ્રૂટ્સ અને ચોકલેટ જેવી કૂકીઝમાં ઘણી ફ્લેવર મિક્સ કરવામાં આવતી હોય છે.

બિસ્કીટ્ને બનાવવા માટે સોફ્ટ લોટની જરૂર નથી હોતી. તે કૂકીઝ કરતા હલકા હોય છે અને કૂકીઝ કરતા થોડા ઓછા મીઠા હોય છે. ઘણા લોકો બિસ્કીટ્ને અલગ અલગ રીતે ખાય છે. તમેર પણ ઘરે બિસ્કિટ બનાવીને બાળકોને ખવડાવી શકો છો.

બિસ્કિટ અને કૂકીઝ સ્ટોર કરવાની રીત : સૌથી સહેલો રસ્તો એ છે કે એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. જો તમારી પાસે ઝિપવાળી પ્લાસ્ટિકની થેલી છે તો તેમાં કૂકીઝ અને બિસ્કિટ સ્ટોર કરી શકો છો.

પ્રયત્ન કરો કે એક પેકેટ પતી ગયા પછી જ બીજું પેકેટ ખોલવાનો પ્રયાસ કરો જેથી ખોલેલા પેકેટના બિસ્કીટ સીલ ન થઈ જાય. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે અલગ અલગ ફ્લેવરવાળી કૂકીઝ અને બિસ્કિટને એકસાથે ના રાખો, અલગ અલગ રાખો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા