આજે તમને જણાવીશું એવી ૧૦+ કિચન ટિપ્સ જે તમે કદાચ જાણતા નહિ હોય. આ કિચન ટિપ્સ જો તમે જાણતા હશો તો તમ ઘણી મોટી મુશ્કેલીઓ માંથી નીકળી શકો છો.તો આ ટિપ્સ જાણી અને મિત્રો સાથે શેર કરો.
જો ભાત બળી જાય તો શું કરવું? ઉતાવળમાં ચોખા તપેલીમાં મૂક્યા બાદ ગેસ બંધ કરવાનું ભૂલી જવાય છે અને તેના કારણે ભાત બળી જતાં હોય છે. જો આવું થાય તો તમારે તાત્કાલિક ગેસને બંધ કરી ઉપર-ઉપરથી બધા જ ભાતને અલગ પ્લેટમાં કાઢી લો અને તે ભાતને પંખાની નીચે ખુલ્લા મૂકી દો, આમ કરવાથી ભાતની બળવાની વાસ તેમાથી જતી રહેશે.
ફરસી પુરી પર મરી અને જીરૂ ચોંટેલા રહે તે માટે શું કરવું? ફરસી પૂરી બનાવતી વખતે મેંદાના લોટમાં જીરા, મીઠાં અને મરીનાં ભૂકાને ઉકાળેલા પાણીમાં નાખી, તેજ પાણીનો લોટ બાંધવાથી જીરૂ અને મરી ચોંટેલા રહેશે.
શાક બનાવતા વખતે મીઠું વધુ પડી જાય તો શું કરવું? આ માટે શાકની ગ્રેવીમાં ૫-૬ બટેટાં ના મોટા કટકા કરી તેમાં મૂકી દેવા. અને તપેલી કે કઢાઈમાં બટેટાં નાખી તેને ૫ મિનિટ ઢાંકી દેવી, થોડાં સમય પછી આ બટેટાંને અલગ કરી લેવા. અહિયાં બટેટા વધારાનું મીઠું શોષી લે છે. આ બટેટાને ફેંકવા નહીં પણ તેને અલગ શાકમાં પણ વાપરી શકો છે.
જો તમારે થોડાક જ સમય માં બરફ ની જરૂર પડે તો તમે શું કરી શકો? તો તેના માટે તમારે હવેથી ફ્રીઝરમાં ફટાફટ બરફ જમાવવો હોય તો, પાણીને થોડું ગરમ કરો અને પછી બરફ જમાવવા માટે મુકો.આમ કરવાથી તમારો બરફ ફટાફટ તૈયાર થઈ જસે.
ડુંગળી કાપ્યા પછી હાથમા ડુંગળીની ગંધ આવે છે તો શું કરવું? જ્યારે પણ આપણે ડુંગળી કાપીએ છીએ, ત્યારે તેની તીવ્ર ગંધ આપણા હાથમાં રહેરી હોય છે. તે ગંધને હાથમાંથી દૂર કરવા માટે, તમારા હાથમાં થોડો બેકિંગ સોડા નાખો અને તેને ઘસો અને તેને ધોઈ લો. આમ કરવાથી તમે તમારા હાથમાંથી દરેક પ્રકારની ડુંગળીની અથવા શાકભાજીની ગંધને દૂર કરશો.
કાબુલી ચણા જલ્દી બાફવા માટે શું કરવું? કાબુલી ચણા બાફતી વખતે તમારે ૧ ચમચી સાકર ઉમેરવાની છે. અહીયા સાકર ઉમેરવાથી તે ચણા જલ્દી બફાઈ જશે. દહીંવડા સફેદ અને મુલાયમ બનાવવા શું કરવું?. અડદની દાળનાં દહીંવડા બનાવતી વખતે તેની પેસ્ટમાં થોડોક મેંદો ઉમેરવાથી દહીંવડા સફેદ અને મુલાયમ બનશે.
જો શાક તીખું બની જાય તો શું કરવું? તો તેના તેમાં એક મોટી ચમચી ઘી નાખી શકો છો અથવા તમે ઈચ્છો તો ૧-૨ ચમચી દહીં નાખીને પણ ખારાશ ઓછી કરી શકો. ગુવાર નું શાક ખાવાથી પેટ મા ગેસ થાય છે? તો તેના માટે ગુવારના શાકમાં અજમાનો વઘાર કરવાથી પેટમાં ગેસ થતો નથી અને શાક વધુ સ્વાદિષ્ટ લાગે છે.
દાળ બનાવતાં દાળ માં મીઠું વધુ પડે તો શું કરવું? દાળ બનાવતાં હોય અને મીઠું વધુ પડવાથી દાળ ખારી થઈ જાય તો તેમાં લીંબુનો રસ નાખી શકો છો.
ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow અને શેેર તો જરૂર કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.