cooler repairing tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને ઉનાળાની ઋતુ આવતાની સાથે જ દરેકના ઘરમાં એસી, પંખા, કુલર વગેરેનો ઉપયોગ શરૂ થઈ જાય છે. પરંતુ હજુ પણ મોટાભાગના ઘરોમાં કુલરનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે ઓછા ખર્ચે વધુ ઠંડી હવા આપે છે.

દેખીતી રીતે ઉનાળો તો દર વર્ષે આવે છે પરંતુ દર ઉનાળાની ઋતુમાં તમે નવું કુલર ખરીદશો નહીં. પરંતુ જેમ જેમ કુલર જૂનું થાય છે તેમ તેમ તેમાં ઘણી સમસ્યાઓ આવવા લાગે છે. ઘણા કુલર અવાજ કરવા લાગે છે અને અવાજને કારણે ઘણા લોકો એવું વિચારે છે કે તેમનું કૂલર ખરાબ થઈ ગયું છે, જ્યારે એવું નથી હોતું.

કુલર પણ એક મશીન જ છે તેથી તેને નિયમિત સમયાંતરે યોગ્ય જાળવણીની જરૂર હોય છે. તે જ સમયે, આજે અમે કેટલીક ટિપ્સ વિશે વાત કરીશું જેને અપનાવીને તમે ઉનાળાની શરૂઆતમાં તેને અપનાવી શકો છો.

જાણો તેનું કારણ : તમે તમારા કુલરને સારી રીતે તપાસવું પડશે, જેથી તમે શોધી શકો કે અવાજ ક્યાંથી આવી રહ્યો છે. એવું બની શકે છે કે કૂલરના દરવાજા ઢીલા થઇ ગયા હોય જેના કારણે અવાજ આવતો હોય અથવા ફિટ કરેલા નટ ઢીલા થઈ ગયા હોય. તેથી અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે શોધવું જોઈએ.

કુલરના દરવાજા તપાસો : જો તમારું કૂલર વધારે અવાજ કરે છે તો કૂલરના દરવાજા અથવા બારીઓ એક વાર તપાસો અને જુઓ કે કોઈ દરવાજો ઢીલો તો નથીને. કારણ કે ઘણી વખત દરવાજા અથવા બારીઓ યોગ્ય રીતે સેટ કરવામાં નથી આવતી અને તે અવાજ કરવા લાગે છે. તેથી તમે અવાજને રોકવા માટે દરવાજાની બાજુઓમાં કેટલાક કાર્ડબોર્ડ મૂકી શકો છો.

નટ ઢીલા થવા : ઘણી વખત વધારે ઝડપથી અને સતત કુલર ચાલવાને કારણે કુલરના નટ્સ ઢીલા પડી જાય છે, તેથી, તમારે તપાસવું જોઈએ કે નટ ઢીલા તો નથી થઈ ગયા. જો આવું થયું હોય તો તેને ટાઈટ કરો.જો તેના પર કાટ લાગ્યો હોય તો, કાટ દૂર કરવાને બદલે નવો જ નટ બોલ્ટ ખરીદો અને લગાવો.

કુલરની સાફ સફાઈ કરો : ક્યારેક કૂલરમાં ધૂળ અને માટી જમા થાય છે અને મશીન ધીમી પડી જાય છે. જમા થયેલી ધૂળ અને માટીના કારણે કુલર મશીન, પંપ વગેરે બરાબર કામ કરતા નથી અને અવાજ કરવા લાગે છે. તેથી ચોક્કસ સમય પછી કુલરને સાફ કરવું જોઈએ. આ સિવાય જો પંપ ખરાબ થઈ ગયો છે કે કેમ તે પણ તપાસો .

કુલરની પાંખો બદલો : આ બધા ઉપાયો કર્યા પછી પણ જો કુલરનો અવાજ આવે છે તો તમારે કૂલરની પાંખો તપાસવી જોઈએ અને જોવું જોઈએ કે સફાઈ દરમિયાન તે વાંકી તો નથી ગઈ કારણ કે પાંખો યોગ્ય દિશામાં નથી તો તે અવાજ કરવાનું શરૂ કરે છે. તો પાંખો બદલીને બીજી ખરીદો અને લગાવો.

બીજી ટિપ્સ : તમારી પાસે કુલર છે તો તેને સાફ કરવા સિવાય સર્વિસિંગની પણ જરૂર પડે છે. તેથી દર 3 મહિને મશીનના પાંખોમાં તેલનો ઉપયોગ જરૂર કરો. જો તમારા કૂલરમાંથી અવાજ આવી રહ્યો છે તો આ ટિપ્સ જરૂર અપનાવો.

જો તમને જાણકરી પસંદ આવી હોય તો, આવી જ માહિતી અને બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા