cow dung benefits in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ગાયનું મૂત્ર જેટલી જ તેનું છાણ પણ ખૂબ જ ફાયદાકારક છે. ગાયના છાણનો ઉપયોગ વર્ષો પહેલાથી શુદ્ધિકરણ માટે કરવામાં આવતો રહ્યો છે જેને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે હવનમાં પણ તેનો ઉપયોગ થાય છે.

આજે અમે તમને ગાયના છાણના કેટલાક એવા ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે શહેરના લોકો ઓછા જાણે છે. ગામડામાં ગાયના છાણને દીવાલ પર થાપીને સૂકવીને તેનો ઉપયોગ કરતા હોય છે. તમે ગાયના છાણનો ઉપયોગ કરીને આખા ઘરને સુગંધિત બનવી શકો છો.

આ સિવાય, આજના સમયમાં લોકો મચ્છરને ભગાડવા માટે ઑલઓઉટનો ઉપયોગ કરતા હોય છે. પણ તમે ગાયના છાણનો ઉપયોગ કરીને પણ મચ્છરને ઘરમાંથી ભગાડી શકો છો. તો આવી જાણીએ તેના ફાયદા વિશે.

ગાયનું છાણ મચ્છર – જંતુઓને ભગાડવા માટે : ઘરમાંથી મચ્છર જંતુઓથી ત્રાસી ગયા હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે ગાયના છાણનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ફક્ત 2 વસ્તુઓની જરૂર છે, ગાયનું સૂકું છાણ અને દીવો અથવા કોલસા.

દીવામાં ગાયના છાણના 2 થી 3 નાના-નાના ટુકડા કરીને નાખો અને તેને સળગાવી દો અને થોડા સમય માટે આખા ઘરના દરેક ખૂણામાં તેને ફેરવો. આમ કરવાથી આખું ઘર ધુમાડાથી ભરાઈ જશે અને મચ્છર, નાની જીવજંતુઓ ઘરમાંથી ભાગી જશે.

છાણમાંથી બનાવો ઘરને ખુશ્બુદાર : ઘરને સુગંધિત બનાવવા માટે તમે ગાયના છાણને દીવામાં નાખીને બાળવું પડશે. તેમાંથી આવતી સુગંધ ખૂબ જ મજબૂત હોય છે. જેના કારણે આખા ઘરમાં સુગંધ ફેલાઈ જાય છે અને ઘરનું વાતાવરણ સકારાત્મક બની જાય છે.

ઘરને સુગંધી બનાવવાની બીજી રીત : તમે ગાયના છાણ અને ફૂલના સૂકા પાંદડા ઉમેરીને પણ ઘરને સુગંધિત કરી શકો છો. બસ તમારે ફક્ત ફૂલના સૂકા પાંદડાઓને છાણા સાથે સળગાવવાનું છે. આમ કરવાથી ગાયના છાણમાંથી નીકળતા ધુમાડામાંથી ફૂલોની સુગંધ આવે છે અને આખા ઘરમાં સુગંધ પ્રસરી આવે છે.

ઘર કરશે શુદ્ધ : ઉપર જણાવેલ દેશી નુસખાઓ સિવાય તમે ઘરને શુદ્ધ કરવા માટે ગાયના છાણનો ઉપયોગ કરી શકો છો. તમારે ફક્ત છાણાના પાવડરને હવન સમાગ્રીમાં ઉમેરવાનું છે. આમ કરવાથી આખા ઘરનું વાતાવરણ શુદ્ધ થઇ જશે.

તમે ઉપર જણાવેલ ઉપાય સિવાય પણ ઘરના ઘણા કામ માટે ગાયના છાણનો ઉપયોગ કરી શકો છો. આવી વધુ ટીપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા