ભારતમાં ગાય અને ભેંસ બંનેનું દૂધ પીવામાં આવે છે. જો કે બંનેના અલગ અલગ ફાયદા છે. દૂધ વર્ષોથી ભારતીય ઘરોનો એક ભાગ છે અને તેને પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ હજુ પણ દૂધ તો પીવે છે પણ તેના ફાયદા વિષે હજુ પણ ઘણા લોકો જાણતા નથી.
જો તમે પણ ગાયના દૂધના ફાયદાઓથી અજાણ છો તો ચાલો જાણીએ ગાયનું દૂધ તંદુરસ્ત આહારનો એક ભાગ કેવી રીતે છે ? તમારે દૂધનો ટબ ભરીને પીવાનું નથી, દિવસમાં માત્ર 1 ગ્લાસ પીવાથી તમને અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે, તો આવો જાણીયે દરરોજ 1 ગ્લાસ ગાયનું દૂધ પીવાના ફાયદાઓ વિશે.
પ્રોટીનથી ભરપૂર : દૂધ પોતે એક આખો ખોરાક છે કારણ કે તેમાં ઘણા પોષક તત્વો હોય છે. ખાસ કરીને પ્રોટીન છે જે મોટાભાગના લોકોને પર્યાપ્ત માત્રામાં મળતું નથી પરંતુ દરરોજ 1 ગ્લાસ ગાયનું દૂધ પીવાથી તમે તેને મેળવી શકો છો. શાકાહારીઓ માટે પહેલો પ્રોટીનનો એકમાત્ર સ્ત્રોત દૂધ છે. સોયા સિવાય દાળથી મેળવેલ પ્રોટીન દ્રિતીય વર્ગનું પ્રોટીન છે.
કેલ્શિયમ : દૂધ અને ડેરી પ્રોડક્ટ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. કેલ્શિયમ એ બાળકો અને કિશોરો માટે મહત્વપૂર્ણ પોષક તત્વ છે જે તેમના હાડકાના વિકાસ માટે જરૂરી છે. તે પુખ્ત વયના લોકો માટે પણ ફાયદાકારક છે તેમાં ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન. તે દાંતના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે કારણ કે તે દાંતના પોલાણ સામે કુદરતી રક્ષણ પૂરું પાડે છે.
ચરબીનું પ્રમાણ ઓછું : ગાયના દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ બંને ભરપૂર માત્રામાં હોય છે પરંતુ કેલરી, ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. એટલા માટે ભેંસના દૂધની તુલનામાં ગાયનું દૂધ વજન નિયંત્રણ માટે ખૂબ સારું માનવામાં આવે છે. જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહયા છો તો દરરોજ 1 ગ્લાસ ગાયનું દૂધ પીવો.
વિટામિન્સ : ગાયનું દૂધ પણ વિટામિન A અને D વિટામિન્સનો ઉત્તમ સ્ત્રોત છે. આ દૂધ દરેક ઉંમરના લોકો માટે જરૂરી તમામ પોષક તત્વો પુરા પાડે છે. ગાયના દૂધમાંથી બનેલું ઘી ભોજનમાં સૌથી સ્વાદિષ્ટ વસ્તુઓમાંથી એક છે. પુલાવ કે જલેબીમાંથી જે સુગંધ અને સ્વાદ આવે છે તે ગાયના ઘીની હોય છે. દિવસમાં ઘીની 1 ચમચી સ્વાસ્થ્યપ્રદ આહારનો એક ભાગ બની શકે છે.
ખાસ કરીને ગાયના દૂધમાંથી બનેલા પનીર અથવા ચીઝ આહાર ઉત્તમ છે. પનીર એક બહુમુખી સામગ્રી છે જેનો ઉપયોગ કટલેટ અને ટિક્કા જેવી મોઢામાં પાણી લાવતી વાનગીઓમાં થાય છે. પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર પનીર માત્ર સ્વાદિષ્ટ હોવાની સાથે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને વજન ઘટાડવા માટે ઉત્તમ છે.
ગાયના દૂધમાંથી બનાવેલું પનીર પ્રોટીન અને કેલ્શિયમનો સમૃદ્ધ સ્ત્રોત હોવાની સાથે સોફ્ટ અને સ્વાદિષ્ટ હોય છે. વધતા બાળકો માટે પ્રોટીન અને કેલ્શિયમ હાડકા અને દાંતના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જો તમને આ માહિતી ગમી હોય તો, આવી જ માહિતી જો તમને વાંચવાની ગમતી હોય તો તમે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ ટિપ્સ અને બ્યુટી ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.
Comments are closed.