વરસાદની ઋતુ ચાલી રહી છે અને હવામાન જેટલું સુખદ છે તેટલું ત્વચા માટે ખરાબ પણ છે. આ સિઝનમાં ઘણી મહિલાઓની સૌથી મોટી સમસ્યા હોય છે તે છે પગની એડી ફાટવી. ખાસ કરીને જે મહિલાઓની ત્વચા શુષ્ક હોય છે તેમને આ સમસ્યા સૌથી વધુ હોય છે.
તિરાડ પડી ગયેલી એડી તમારા પગની ત્વચાને નુકસાન પહોંચાડે છે અને આ સમસ્યાથી દુખાવો પણ ખૂબ થાય છે. ફાટેલી એડીને ઠીક કરવા માટે બજારમાં તમને ઘણી બધી ક્રીમ મળી જશે પરંતુ તે ઘરેલું ઉપચાર જેટલી અસરકારક નથી હોતી.
આજે અમે તમને આ લેખમાં એવો જ એક સરળ ઘરેલું નુસખો જણાવીશું, જે તમને આ સમસ્યામાંથી ખૂબ જ જલ્દી રાહત આપશે. આ નુસ્ખાની સૌથી સારી વાત એ છે કે તમારે આ માટે વધારે પૈસા પણ નહીં ખર્ચવા પડે.
ફટકડી એક શાનદાર વસ્તુ છે જે દરેકના ઘરમાં હોય છે. તેનો ઉપયોગ રસોડાથી લઈને બાથરૂમ સુધી કરી શકાય છે. તે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે જે તમારી ત્વચાને મુલાયમ બનાવે છે. તો આવો તમને જણાવીએ કે ફટકડીનો ઉપયોગ કેવી રીતે કરવો.
સામગ્રી માં તમારે 3 વસ્તુઓની જરૂર પડશે. 1 ફટકડીનો ટુકડો, 1 મોટા ટબમાં પાણી અને 1 ચમચી નાળિયેર તેલ.
શું કરવું ? એક મોટા ટબમાં હૂંફાળું પાણી લો અને તેમાં ફટકડી નાખીને 30 મિનિટ સુધી રહેવા દો. પછી જે ફટકડી ઓગળી નથી તેને ડોલમાંથી કાઢી લો. હવે ટબમાં 1 ચમચી નારિયેળ તેલ નાખીને મિક્સ કરો.
પછી તમારે લગભગ 10 મિનિટ સુધી તમારા પગને ટબમાં પાણીમાં ડુબાડીને રાખવાના છે. 10 મિનિટ પછી તમારા પગને ટબમાંથી બહાર કાઢો અને ટુવાલથી સારી રીતે લૂછી લો. પછી તમારે ફુટ બ્રશથી પગને ધીમે-ધીમે સ્ક્રબ કરવાના છે.
બ્રશ ઘસતી વખતે તમારા પગને ઇજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. જો તમારી એડીમાં વધારે તિરાડ પડી હોય તો ફૂટ બ્રશનો ઉપયોગ કરશો નહીં. હવે છેલ્લે તમારે પગમાં સરસોનું તેલ લગાવીને હળવો મસાજ કરવાનું છે અને 1 કલાક મોજાં પહેરી લેવાના છે. ધ્યાનમાં રાખો કે રાત્રે સૂતા પહેલા મોજાં ઉતારી લેવાના છે.
ત્વચા માટે ફટકડીના ફાયદા
ફટકડી એન્ટી બેક્ટેરિયલ હોય છે. જો તમને કોઈપણ ચેપને કારણે પગની એડી ફાટવાની સમસ્યા છે તો ફટકડીના ઉપયોગથી ચોક્કસ ફાયદો થશે. ફટકડીનો ઉપયોગ સીધો ત્વચા પર ક્યારેય ના કરવો જોઈએ. પહેલા તમે તેને સાદા પાણીથી ઓગાળી લો પછી તેનો ઉપયોગ કરો.
ફટકડી ત્વચા પર રહેલી ડેડ સ્કિનને દૂર કરવામાં મદદ કરે છે. જો એડીની ઘૂંટીઓમાં મૃત ત્વચાનું પરત હોય તો પણ એડી ફાટી શકે છે. આ કિસ્સામાં ફટકડી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. આવી જ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.