કાકડી ઉનાળામાં બજારમાં સરળતાથી મળી જાય છે. કાકડી દરરોજ ખાવાથી તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને તેનાથી શરીરમાં નમી જળવાઈ રહે છે અને એનર્જીનું લેવલ જળવાઈ રહે છે. તો કાકડીનો રસ પીવાથી શું ફાયદા થાય છે તે જાણીએ.
કાકડીને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગની મહિલાઓ કાકડીના બ્યુટી ઉપયોગો વિષે જાણે જ છે, પરંતુ જો તમે તેના સ્વાસ્થ્ય લાભો વિશે જાણતા હશો તો તમને રોજિંદા જીવનમાં સ્વસ્થ રહેવામાં મદદ કરશે. અનેક ફાયદાઓ સાથે કાકડી તમારા સ્વાસ્થ્યને કેવી રીતે જાળવી રાખે છે ચાલો જાણીએ.
વજન ઘટાડવા : જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમના માટે કાકડી ખૂબ જ ફાયદાકારક છે. કાકડીમાં પાણી વધારે અને કેલરી ઓછી હોય છે, તેથી તે વજન ઘટાડવા માટે સારો રસ્તો છે. જ્યારે પણ તમને ભૂખ લાગે તો તમે કાકડી ખાઓ. કાકડીનો સૂપ અને તેને સલાડમાં પણ ખાઓ. કાકડીમાં ફાઈબર હોય છે જે તમારી પાચનશક્તિમાં વધારો કરે છે.
પ્રોટીન : સામાન્ય રીતે સલાડમાં ખાવામાં આવતી કાકડીનો રસ પીવાથી શરીરની પ્રોટીન જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે. કાકડીમાં એરેપ્સિન નામનું એન્ઝાઇમ જોવા મળે છે જે પ્રોટીનને પચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કાકડીમાં પાણી ભરપૂર માત્રામાં હોય છે એટલે કે 96% પાણી હોય છે.
એટલું જ નહીં કાકડીમાં વિટામિન A, B1, B6 C, D, પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન જેવા તત્વો ઘણી સારી માત્રામાં જોવા મળે છે. કાકડીનો રસ પીવાથી શરીરમાં પાણીની કમી નથી થતી અને શરીરને અંદરથી મજબૂત બનાવે છે.
જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમારી માટે કાકડીનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક છે. એટલું જ નહીં પણ કાકડીનો રસ પીવાથી અપચો, ગેસની સમસ્યા, બળતરા વગેરેમાં ફાયદો થાય છે.
વાળ માટે : કાકડીમાં એવા તત્વો હોય છે જે વાળને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે. તો આવી સ્થિતિમાં કાકડીનો રસ વાળને પૂરતું પોષણ આપે છે અને જેના કારણે વાળ જાડા થાય છે.
ચહેરાની ચમક વધારે : કાકડીનો રસ પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદરૂપ છે અને તેની અસરથી ત્વચા યુવાન દેખાય છે અને ચહેરાની ઝીણી રેખાઓ હોય છે તે ઘટી જાય છે. આ સાથે કાકડીનો રસ ત્વચાને સૂર્યપ્રકાશના કિરણોથી બચાવવામાં અસરકારક છે. કાકડીનો રસ પીવાથી આંખોની નીચે આવતો સોજો પણ ઓછો થાય છે.
કેન્સર સામે રક્ષણ : દરરોજ કાકડીનો રસ પીવાથી કેન્સરનું જોખમ ઘણી હદ સુધી ઓછું થઇ જાય છે કાકડીમાં psicoisolarycrisnol, laricrisnol અને pinorisnol જેવા તત્વો હોય છે, જે તમામ પ્રકારના કેન્સર, ખાસ કરીને સ્તન કેન્સર સામે રક્ષણ આપવામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે.
ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી રાહત : ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તેનાથી બચવા માટે કાકડીનું નિયમિત સેવન કરવાથી ફાયદો થાય છે. કાકડીના રસમાં એવા તત્વો હોય છે જે સ્વાદુપિંડને સક્રિય કરે છે. સ્વાદુપિંડ સક્રિય થાય ત્યારે શરીરમાં ઇન્સ્યુલિન બને છે.
જ્યારે શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય ત્યારે તે ડાયાબિટીસ સામે લડવામાં મદદ કરે છે. કાકડી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે અને તેનાથી હ્રદયની બીમારીઓ થવાની શક્યતાઓ ઘટી જાય છે. કાકડીમાં ફાઈબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને રાહત આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કાકડી હાઈ અને લો બ્લડ પ્રેશર બંનેમાં એક જ જેવું દવાનું કામ કરે છે.