સામગ્રી : 4 નંગ બ્રેડ, 2 બાફેલા બટાકા, 1 જીણી સમારેલી ડુંગળી, થોડી ઝીણી સમારેલી કોથમીર, લાલ મરચું પાવડર 1 ચમચી, ધાણાજીરું 1 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, ચાટ મસાલો 1/2 ચમચી, મીઠું સ્વાદ મુજબ, 2 ચજો આ રીતે 10 મિનિટમાં ઘરે બ્રેડ પોટેટો રોલ કટલેટ બનાવશો તો આ રેસિપી બાળકોને ખુબ ગમશેમચી મેદાનો લોટ અને અડધો કપ ઠંડુ પાણી.
બનાવવાની રીત : સૌથી પહેલા બધી બ્રેડની ચારે બાજુ કાપીને કાઢી લો. હવે બ્રેડની ચારેબાજુ કાપી છે તે ભાગને મિક્સરમાં પીસીને દરદરો પાવડર બનાવી લો અને તેને અલગ પ્લેટમાં રાખો. આનો ઉપયોગ નાસ્તાને કોટિંગ કરવા માટે કરીશું.
હવે મસાલો તૈયાર કરવા માટે, એક બાઉલમાં 2 બાફેલા બટેટાને મેશ કરો અને તેમાં 1 જીણી સમારેલી ડુંગળી, થોડી ઝીણી સમારેલી કોથમીર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો અને મીઠું ઉમેરો અને બરાબર મિક્ષ કરો, કટલેટનો મસાલો બનીને તૈયાર છે.
હવે આ બટાકાના મસાલામાંથી લાંબા લાંબા કટલેટની જેમ આકાર આપીને, બધા મસાલાની આવી રીતે કટલેટ બનાવી લો. તમે તમારી પસંદ મુજબ આકાર આપી શકો છો.
હવે એક બાઉલમાં 2 ચમચી મેદાનો લોટ અને અડધો કપ ઠંડુ પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. હવે જે બધી કાપેલી બ્રેડ હતી તેને વેલણથી વણી લો. હવે વણેલી બ્રેડની ઉપર બટેટાની કટલેટ મૂકીને વાળી લો અને બ્રેડની કિનારીઓને મેદાના મિશ્રણ છે તેનાથી ચોંટાડી દો.
મસાલો સારી રીતે બ્રેડમાં કવર કર્યા પછી, કટલેટને, મૈદાના પાણીમાં પલાળી દો અને બ્રેડની કિનારીનો પાવડર બનાવ્યો હતો તેમાં ડુબાડીને એક પ્લેટમાં કાઢી લો. હવે ગેસ પર કઢાઈ મૂકીને બધી તૈયાર કરેલી કટલેટને મધ્યમ આંચના તેલમાં સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો.
હવે તમારી કટલેટ તૈયાર છે, તમે તેને ખાટી-મીઠી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો છો. આશા છે કે તમારા બાળકોને આ કટલેટ ખુબજ પસંદ કરશે.