dadam facial in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ફેશિયલ કરવાથી ભરાયેલા છિદ્રો, શુષ્ક ત્વચા અને મૃત ત્વચા દૂર થાય છે તેથી મહિલાઓ મહિનામાં ઓછામાં ઓછું એકવાર તો ફેશિયલ અવશ્ય કરાવે જ છે. જો કે આજકાલ વારંવાર ફેસિયલ કરાવાથી ઘણા પૈસા ખર્ચ થાય છે. તેથી જ ઘણી મહિલાઓ પાર્લરમાં જવાનું ટાળે છે.

જો તમે પણ આ મહિલાઓમાંથી એક છો તો તમને જણાવી દઈએ કે તમે ઘરે પણ સરળતાથી ફેશિયલ કરી શકો છો. આ માટે તમારે બજારમાંથી કોઈપણ પ્રોડક્ટ ખરીદવાની જરૂર નથી. તમે રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

શું તમારું ફ્રિજ ફળોથી ભરેલું છે અને તમને ફળ ખાવાનું વધુ ગમે છે? ફળોને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તમે તેનો ઉપયોગ ત્વચાના રંગ માટે પણ કરી શકો છો. દાડમ ખાવાથી શરીરમાં લોહી વધે છે તેવી જ રીતે તેને ચહેરા પર લગાવવાથી ત્વચાને પણ ઘણા ફાયદા મળે છે.

જો અમે તમને દાડમના ફેશિયલની વાત કરીશું તો કદાચ તમને આ વાત મજાક લાગશે. પરંતુ એવું નથી, તમે ઘરે બેસીને માત્ર થોડા જ સ્ટેપમાં ફેશિયલ કરી શકો છો. હવે તમે જાણવા મંગત હશો કે કેવી રીતે ફેશિયલ કરવું? તો આ લેખ તમારા માટે છે.

સ્ટેપ 1 : ફેશિયલનું પહેલું સ્ટેપ હોય છે ચહેરાની સફાઈ કરવાનું. એટલે કે તમારે તમારા ચહેરા પર જામેલી ગંદકી સાફ કરવી પડશે. તમે ચહેરાને સાફ કરવા માટે દાડમનો રસ અને ગુલાબજળનો ઉપયોગ કરો. ગુલાબજળ ચહેરાને સાફ કરવાની સાથે ત્વચાને પણ હાઇડ્રેટ રાખે છે.

અડધા કપ દાડમના રસમાં 10 ટીપા ગુલાબજળ નાખીને મિક્સ કરો. હવે તેમાં એક કોટન બોલ પલાળીને તેને ચહેરા પર ગોળ ગતિમાં લગાવો. થોડીવાર તેને આ રીતે ઘસો અને પછી સાદા પાણીથી ચહેરો સાફ કરો. તમારો ચહેરો સાફ થઇ ગયો.

સ્ટેપ 2 : ફેસિયલમાં હવે બીજું સ્ટેપ આવે છે ચહેરાનું સ્ક્રબિંગ. ત્વચાને સ્ક્રબ કરવું ખૂબ જરૂરી છે. સ્ક્રબ કરવાથી ત્વચા પરની ડેડ સ્કિન નીકળી જાય છે જેનાથી ત્વચા સાફ દેખાય છે. આ માટે તમારે દાડમનો રસ અને ચોખાના લોટની જરૂર પડશે. ધ્યાન રાખો કે લોટ થોડો બરછટ હોવો જોઈએ.

લોટ બરછટ નહીં હોય તો સ્ક્રબ સારી રીતે થશે નહીં. સ્ક્રબ માટે 4 ચમચી ચોખાના લોટમાં 3 ચમચી દાડમનો રસ મિક્સ કરીને જાડી પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને પછી ત્વચાને હળવા હાથે ઘસો. પછી ચહેરો ધોઈ લો. થઇ ગયું સ્ક્રબ.

સ્ટેપ 3 : હવે ત્વચાને ફોસ્ટ બનાવવા માટે ત્વચા પર ક્રીમ લગાવવાની છે. આ માટે 2 ચમચી મલાઈમાં 1 ચમચી દાડમનો રસ મિક્સ કરો. પછી આ ક્રીમ તમારા ચહેરા પર લગાવો અને હળવા હાથે ત્વચાની માલિશ કરો.

સ્ટેપ 4 : ફેશિયલના છેલ્લા સ્ટેપમાં તમારે તમારી ત્વચા પર ફેસ માસ્ક લગાવવાનું છે. આ માટે 1 ચમચી દાડમના રસમાં 1 ચમચી કોકો પાવડર મિક્સ કરો અને તેને ચહેરા પર લગાવો અને સૂકવવા માટે છોડી દો.

જ્યારે ફેસ પેક સુકાઈ જાય ત્યારે તેને સાફ કરી લો. તો તમારું ફેસિયલ થઇ ગયું છે. જોયું ને છે ને એકદમ સરળ. તમે પણ ફેસિયલમાં વધારે પૈસા ખર્ચ કર્યા વગર આ રીતે ઘરે કરી શકો છો. જો આ ફેસિયલ ટિપ્સ ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા