ઉનાળાની ઋતુમાં સૂર્યનો તાપ ખુબ જ વધી જાય છે, તેની સાથે લૂ ની સિઝન પણ શરૂ થાય છે. આ બધાની ત્વચા પર ઊંડી અસર પડે છે અને ખાસ કરીને આ સિઝનમાં ફૂંકાતા ગરમ પવનો ત્વચાને ઘણું નુકસાન પહોંચાડે છે.
આ સિઝનમાં સૌથી વધુ ત્વચા પર ડાર્ક સ્પોટ્સ ઉભરી આવવાની સમસ્યા વધી થાય છે. ચહેરા પરના કાળા ડાઘ તમારી સુંદરતા પર અસર કરે છે. તમને બજારમાં કાળા ડાઘ દૂર કરવા માટે ઘણી ક્રીમ મળશે. પરંતુ તમે આ સમસ્યાનો ઉકેલ કેટલીક કુદરતી રીતે પણ મેળવી શકો છો.
સૂર્યપ્રકાશ અને ગરમ પવનના વધુ પડતા સંપર્કને કારણે ત્વચા પર ડાર્ક ડાઘ દેખાય છે. મોટેભાગે તે નાક, ગાલ અને કપાળ પર જોવા મળે છે. તમે તમારી ઉનાળાની સ્કિન કેરની રૂટિનમાં કેટલીક બાબતોનો સમાવેશ કરશો તો તમે તમારી ત્વચાને આ સમસ્યાથી ઘણી હદ સુધી બચાવી શકો છો.
સનસ્ક્રીનનો ઉપયોગ જરૂર કરો : આ વાત ઘણી વખત કહેવામાં આવી છે કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે સૌપ્રથમ તમારી ત્વચા પર સનસ્ક્રીન લગાવીને જ બહાર નીકળો. ઋતુ ગમે તે હોય, તમારે ઘરની બહાર નીકળવાના 20 મિનિટ પહેલાં ચહેરા પર સનસ્ક્રીન લગાવવું જોઈએ.
તમે તમારી ત્વચાના પ્રકાર અનુસાર સનસ્ક્રીન પસંદ કરવું મહત્વપૂર્ણ છે. જો કે ઓછામાં ઓછું તમારે SPF 25 વાળી સન સ્ક્રીન લગાવવી જોઈએ. જો તમારી ત્વચા પર વધુ ડાર્ક સ્પોટ જોવા મળે છે તો તમારે SPF 40 વાળા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ.
દહીં નો ઉપયોગ કરો : ઉનાળાની ઋતુમાં દહીં ત્વચા માટે વરદાનથી કઈ ઓછું નથી. તેના સેવનથી પણ ત્વચાને ફાયદો થાય છે અને તેને ત્વચા પર લગાવવાથી પણ ફાયદો થાય છે. તમે દહીંમાંથી છાશ તૈયાર કરી શકો છો અને તેનાથી તમારો ચહેરો ધોઈ શકો છો.
આમ કરવાથી તમને ખૂબ જ સારું પરિણામ મળશે. ચહેરો ધોયા પછી દહીંમાં હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 20 મિનિટ સુધી રાખીને પછી ચહેરો સાફ કરી લો. આવું નિયમિત કરવાથી ડાર્ક સ્પોટ્સ હળવા થઈ જશે.
ડાર્ક સ્પોટ દૂર કરવા માટે સ્ક્રબ : 2 ચમચી બદામ પાવડર, 1 ચમચી દહીં અને 1 ચપટી હળદર. વિધિ : એક બાઉલમાં આ ત્રણ સામગ્રીને મિક્સ કરીને સ્ક્રબ તૈયાર કરો. હવે આ સ્ક્રબથી ચહેરાને 2 મિનિટ સુધી ઘસતા મસાજ કરો. 10 મિનિટ માટે ચહેરા પર રહેવા દો અને પછી તેને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ સ્ક્રબ લગાવો.
કેસર પાણી : ત્વચા માટે કેસરના ફાયદા તમે પણ કદાચ જાણતા હશો. કેસરમાં બ્લીચીંગનો ગુણ હોય છે. સ્વાભાવિક છે કે તેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચાનો રંગ તો સુધરવાની સાથે ચહેરા પરના કાળા ડાઘ પણ દૂર થઈ જશે.
કેસરના કેટલાક દોરાને 20 મિનિટ માટે દૂધમાં પલાળી રાખો અને પછી કોટન બોલની મદદથી ચહેરા પર કેસરના દૂધને લગાવો. તેને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવેલું રહેવા દો અને પછી પાણીથી ચહેરો ધોઈ લો.
તો તમે પણ ગરમીમાં આ ઉપાયો કરી શકો છો. અમને આશા છે કે તમને આ માહિતી જરૂર ગમી હશે. આવી જ માહિતી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો .
Comments are closed.