જો તમે શહેરમાં રાહો છો તો તમને પૂછવામાં આવે કે તમે દહીં બજારમાંથી કેટલી વાર ખરીદો છો, તો તમારો જવાબ હશે કે અમે બજારમાંથી લાવેલા દહીંથી જ અમારું કામ ચલાવીએ છીએ. આપણા ભારતીય ભોજનમાં દહીંનું ખૂબ મહત્વ રહેલું છે અને તેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે.
તો દર વખતે બજારમાંથી દહીં લાવવું તે યોગ્ય નથી. ઘણા ઘરોમાં દહીં જમાવવાની ક્રિયા એકસરખી જ હોય છે અને ઘણીવાર એ લોકો ફરિયાદ કરે છે કે બજારની જેમ ઘરમાં જાડું દહીં જામતું નથી. પણ જો તમારી દહીં જમાવવાની રીત એક જ સરખી છે તો દહીં પણ એક જ જેવું બનશે ને.
જો તમે ઈચ્છો છો કે અલગ-અલગ પ્રકારનું દહીં જમાવીએ અને ઘરે જ દરેક વાનગી અનુસાર યોગ્ય દહીં બનાવવા માંગો છો, તો અમે તમને ત્રણ અલગ-અલગ ટ્રિક્સ જણાવવા જઈ રહયા છીએ જેના દ્વારા તમે ત્રણ અલગ-અલગ પ્રકારના દહીં જમાવી શકો છો.
1. ઘટ્ટ દહીં બનાવવા માટે : દહીંને ઘટ્ટ જમાવવાની એક ખાસ ટ્રીક છે અને તે છે દૂધના તાપમાન પર નજર રાખવાની. જો તમે ઇચ્છો તો તમારી આંગળીથી દૂધનું તાપમાન માપો. દહીં જમાવવા માટે દૂધનું તાપમાન હૂંફાળું હોવું જોઈએ. ના તો બહુ ઠંડું હોવું જોઈએ કે ના તો બહુ ગરમ. ઘટ્ટ દહીં માત્ર ગરમ તાપમાનમાં જ જામે છે.
સાથે તમારે દૂધ અને દહીંનું પ્રમાણ પણ બરાબર રાખવું પડશે. જો તમે અડધો લીટર દૂધમાં દહીં જમાવવા જઈ રહ્યા છો તો તેમાં એક નાની ચમચી દહીં નાખીને ઝડપથી હલાવો. અને જો તમે વધારે દહીં નાખશો તો તે ઘટ્ટ દહીં નહિ જામે પણ પાતળું દહીં જામી જશે.
અહીંયા ધ્યાન રાખો કે જો તમે કોઈપણ ઋતુમાં દહીંને જમાવવા જય રહયા હોય પણ હુંફાળા દૂધ સિવાય કંઈપણ ગરમ ના હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, ના તો વાસણો, ના દહીં ઢાંકવાવાળું કપડું, ના ચમચી. એક વાર દહીં જામી જાય પછી તેને થોડીવાર માટે ફ્રીજમાં રાખો. તેનાથી દહીં વધારે ઘટ્ટ થશે.
2. પાતળું અને ગંઠાઈ ગયેલું દહીં બનાવવા માટે : આમાં તમારે વિપરીત ક્રિયા કરવાની છે જે આપણે જાડું દહીં જમાવવા માટે વખતે કરી હતી. એટલે કે દૂધનું તાપમાન થોડું વધારે હોવું જોઈએ (પણ વધુ ગરમ નહીં) આ સાથે જો તમારે અડધો લિટર દૂધનું દહીં જમાવવું હોય તો લગભગ મોટી બે ચમચી દહીં ઉમેરો. વધારે પાણીવાળા અને ગંઠાઈ ગયેલું દહીં લસ્સી વગેરે માટે વાપરી શકાય છે.
3. હંગ દહીં બનાવવા માટે : હંગ કાર્ડ બનાવતી વખતે તમારે કપડાંનું ધ્યાન રાખવાનું છે. જો તમે હંગ દહીં બનાવવા જઈ રહ્યા હોય તો થોડા પાણીવાળું દહીં વાપરવું પડશે, પરંતુ જે કપડામાં દહીં બાંધવાનું હોય તે કોટન બદલે મલમલનું કપડું હોય તો હંગ દહીંનું ટેક્ચર વધુ નરમ અને ક્રીમી બનશે.
હંગ દહીંનો ઉપયોગ સ્મૂદી બનાવવા માટે કરી શકાય છે. આ સિવાય હંગ દહીં વાળ માટે પણ ખૂબ સારું છે. જો તમારે દહીં કબાબ બનાવવું હોય તો સૌથી સારું લટકાવેલું દહીં જ સારું હોય છે. તેને બનાવવા માટે એક ઊંડા વાસણ પર ગરણી મૂકો અને પછી તેમાં મલમલનું કપડું નાખીને તેના પર દહીં નાખો.
આ કપડાથી દહીંને નિચોવી લેવાનું છે જેમ આપણે પનીર માટે કરીએ છીએ, પરંતુ ધ્યાન રાખો કે દહીં ખૂબ જ નરમ હોવાથી તેને હળવા હાથે નીચોવી લેવું. હવે તેને 30 થી 40 મિનિટ માટે આ રીતે રાખો જેથી હજુ પણ પાણી હોય તો નીકળી જાય. તમે ઈચ્છો તો કપડાંની પોટલીને ક્યાંક લટકાવી શકો છો.
આ પછી તમે તેને 4 થી 5 કલાક માટે ફ્રીજમાં રાખો. તો તમારું લટકાવેલું દહીં તૈયાર થઈ જશે. જો તમને આ માહિતી ગમી હોય તો આવી જ વધારે રસોઈ સબંધિત જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.