દહીં ખાવાના ફાયદા: દહીં ભારતીય રસોડાનું એક મહત્વપૂર્ણ ભાગ છે. એક થયેલા સંશોધન અનુસાર દહીં મા રહેલા તત્વો શરીરને ઘણા પ્રકારે ફાયદો કરે છે. દહીંની અંદર પ્રોબાયોટિક ફૂડ કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આમ કેલ્શિયમની ઉપસ્થિતિ દાંત અને હાડકાઓને મજબૂત કરવામાં ખૂબ મદદ કરે છે.
કેલ્શિયમ ઉપરાંત દહીંમાં બીજા ઘણા એવા વિટામિન અને પોષક તત્વો રહેલા છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. દહીં પાચન ક્રિયા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તો ચાલો જોઇલો દહીં ખાવાના ફાયદાઓ વિશે.
૧) પાચન શક્તિ વધે: દહીં ખાવાથી આપણી પાચનશક્તિ વધે છે. આથી દરરોજ દહીં ખાવાથી જે લોકોને ભૂખ ન લાગતી હોય તેને માટે ખૂબ લાભકારી છે. દહીં ખાવાથી તેમને ભૂખ લાગે છે. ૨) મોંમાંથી દુર્ગંધ ને દુર કરે: જે લોકો દરરોજ પોતાના ભોજનમાં દહીંનો ઉપયોગ કરે છે તે.ના મોંમાંથી ક્યારેય દુર્ગંધ આવતી નથી અને તેના દાંત માં કોઈપણ પ્રકારની જીવાત ની તકલીફ રહેતી નથી.
૩) ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બને:- જો દરરોજ દહીં ખાવામાં આવે તો તેનાથી આપણી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બને છે અને આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં ખૂબ જ વધારો થાય છે. ૪)શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે: એવું સાબિત થયું છે કે જે લોકો પોતાના ભોજનમાં દહીંનો ઉપયોગ કરે છે તેમનું શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે દહીં ખૂબ જ લાભકારી છે.
૫) આંતરડા અને પેટ ને લગતી બીમારી માં રાહત: દહીં નું નિયમિત સેવન કરવામાં આવે તો આંતરડાના રોગો અને પેટને સંબંધિત ઘણી બીમારીઓ થતી નથી. ૬) હાડકા મજબુત કરે: દહીની અંદર કેલ્શિયમ વિપુલ માત્રામાં પ્રાપ્ત થાય છે. આથી આપણા શરીરમાં હાડકાંનો વિકાસ સારો થાય છે.
૭) સાંધાના દુખાવામાં લાભ: દહીંમાં ચપટી હિંગ નાખીને ખાવામાં આવે તો સાંધાના દુખાવામાં લાભ થાય છે કારણ કે દહીં સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે. ૮) વજન વધારવા: ખૂબ પાતરા માણસોને દહીંની અંદર કિસમિસ બદામ વગેરે નાખી આપવામાં આવે તો તેનું વજન વધવા લાગે છે.
૯) દાંત આવવામાં તકલીફ : નાના બાળકોને દાંત આવે ત્યારે જ દહીની અંદર થોડું મધ નાખી અને મિક્સ કરીને જો બાળકોને ચટાડવામાં આવે તો દાંત આવવામાં તકલીફ ઓછી થાય છે અને દાંત સહેલાઈથી નીકળી જાય છે. ૧૦) રાત્રે ઊંઘ ન આવવી: જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય તો દહીં સેવન કરે તો તે ખૂબ ફાયદાકારક છે.
૧૧) મગજ માટે: આપણા મગજ માટે દહીંનું સેવન ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં વિટામીન બી૧૨ ઘણું વધારે હોય છે. ૧૨) એન્ટીબાયોટિક દવાઓના સેવનથી થતા દુષ્પ્રભાવથી બચવા માટે દહીં નું સેવન કરવાનું ડોક્ટર પણ સલાહ આપે છે.
૧૩)તણાવ માટે: દહીં ખાવાનું સીધો સંબંધ મસ્તિષ્ક સાથે છે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જે લોકો દહીંનું સેવન કરે છે તેમને તણાવની ફરિયાદ ઘણી ઓછી હોય છે. ૧૪) શક્તિ માટે: જો તમે પોતાને ખૂબ જ થાકેલા અનુભવ કરતા હોય તો દરરોજ દહીંનું સેવન કરો. તેનાથી તમારા શરીરમાં શક્તિનું નિર્માણ થશે.
૧૫) ચહેરા માટે: જ્યાંર ચામડી સુકાયેલી અને કાળી લાગે, ચહેરા પર ખીલ ડાઘ કાઢવાની વધી જાય અને ચહેરો ભયાનક લાગે ત્યારે દહીંની માલિશ કરવી અને પાંચ મિનિટ બાદ ચહેરાને ધોઈ નાખવો. જેથી ચહેરા પર અને નિખાર દેખાશે. ૧૬) ચહેરાને સાફ કરવા: દહીની અંદર બેસન મિક્સ કરીને ચહેરા પર લગાવો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખો. આમ કરવાથી ચહેરાનો રંગ સાફ થઈ જાય છે.
૧૭) બળતરા દુર કરે: દહીંના ખાટા પાણીથી માલિશ કરવાથી હાથ-પગમાં થતી બળતરા શાંત થઈ જાય છે. ૧૮) ભાંગ નો નશો ઉતારવા: તાજુ દહીં ખાવાથી ભાંગ નો નશો થોડીજ વાર માં ઉતરી જાય છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.