dahi ni chatni banavani rit
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ખોરાકને સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનાવવાની ઘણી બધી રીતો છે, પણ ભારતમાં કોઈ પણ ખોરાકનો સ્વાદ વધારવા માટે ચટણી સૌથી પ્રખ્યાત છે. ચટણી એક એવી વાનગી છે જેન લગભગ દરેક વાનગી સાથે ખાઈ શકાય છે.

તે સ્વાદ વગરના ખોરાકને પણ મસાલેદાર પણ બનાવે છે. રસપ્રદ વાત એ છે કે જેટલી ચટણી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે તેટલી જ તેને બનાવવી પણ સરળ છે.

જો કે ચટણીઓ ઘણા બધા પ્રકારની હોય છે, પરંતુ આજે અમે તમને દહીંની ચટણી બનાવવાની એક સરળ રીત વિશે જણાવી રહ્યા છીએ, જેને તમે સમોસા, પકોડા સાથે પીરસી શકો છો.

સામગ્રી : 1 કપ દહીં, અડધો કપ કોથમીર, 3 લીલા મરચા, 1/2 નાની ચમચી જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી લસણ

બનાવવાની રેસિપી : દહીંની ચટણી બનાવવા માટે સૌથી પહેલા કોથમીરને સારી રીતે ધોઈ લો. પછી લીલા મરચા, લસણ અને બીજી બધી સામગ્રીને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખો. હવે આ બધી સામગ્રીને સારી રીતે પીસી લો. જો તમે ઇચ્છતા હોય તો તમે તેમાં થોડું પાણી પણ ઉમેરી શકો છો.

જ્યારે મિશ્રણ સારી રીતે પીસાઈ જાય ત્યારે તેમાં દહીં ઉમેરો અને તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લો. હવે તેમાં મીઠું નાખીને થોડીવાર માટે ફ્રિજમાં મૂકી દો. તો તમારી દહીંની ચટણી તૈયાર છે, હવે તમે તેને સમોસા, પકોડા, પરાઠા વગેરે સાથે સર્વ કરી શકો છો.

જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈનીદુનિયા સાથે બીજા આવા લેખો વાંચવા માટે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ફક્ત 2 જ મિનિટમાં દહીંની ચટણી બનાવવાની સરળ રીત, જે સમોસા અને પરાઠા સાથે ખાઈ પીરસવામાં આવે છે”