Dahi Papdi Chaat Recipe in Gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે પણ ઘરે દહીં પાપડી ચાટ બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી અંત સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને દહીં પાપડી ચાટ બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.

સામગ્રી

  • પાપડી
  • દહીં
  • બાફેલા બટાકા
  • બારીક સમારેલી ડુંગળી
  • લસણની ચટણી
  • લીલી ચટણી
  • ખજૂર આમલીની ચટણી
  • ચાટ મસાલો
  • શેકેલું જીરું પાવડર
  • પાપડીના ટુકડા
  • સેવ
  • દાડમના દાણા
  • કોથમીર

દહીં પાપડી ચાટ બનાવવાની રીત

  • સૌથી પહેલા એક પ્લેટ લો. પ્લેટમાં પાપડી મૂકો. હવે પાપડીની ઉપર બાફેલા બટાકા, ડુંગળી, લસણની
  • ચટણી, લીલી ચટણી, ખજૂર-આમલીની ચટણી મૂકો.
  • હવે ઉપરથી થોડી દહીં નાખો. દહીંને પેહલાથી થોડી ખાંડ અને સહેજ મીઠું ઉમેરીને મિક્સ કરી લેવાનું છે.
  • હવે ચાટ મસાલો અને શેકેલા જીરાનો પાવડર છાંટો. પાપડીના થોડા ટુકડા, સેવ અને કોથમીર ઉમેરો.
  • તૈયાર છે દહીં પાપડી ચાટ. જયારે તમને હળવો નાસ્તો કરવો હોય ત્યારે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.

આ પણ વાંચો: જે પણ એક વાર આ દહીં બટેટા ચાટ ખાઈ લેશે, તે આંગળીઓ ચાટતા રહી જશે

જો તમને અમારી દહીં પાપડી ચાટ બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા