જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ તેની અસર ચહેરા પર દેખાવાની શરુ થઇ જાય છે. પરંતુ તેમ છતાં, આપણે બધા યુવાન જ દેખાવા માંગીએ છીએ, સાચું ને? યુવાન દેખાવા માટે તમારી ત્વચાની સંભાળ રાખવી ખુબ જ જરૂરી છે, પરંતુ માત્ર એટલું જ મહત્વનું નથી.
જો તમે કેટલીક સરળ ટીપ્સ અથવા જીવનશૈલીમાં કેટલાક ફેરફારો શોધી રહ્યાં છો જે તમને તમારી ઉંમર કરતા વધુ યુવાન દેખાવા મદદ કરી શકે, તો 50 ની ઊંમર પછી પણ યુવાન દેવાવા માંગતા હોય તો આ લેખ તમારા માટે છે.
આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જેને તમે સવારે ઉઠીને કરીને યુવાન દેખાઈ શકો છો. તો આવો જાણીએ કયા કરવા જરૂરી છે.
પહેલું કામ : દરરોજ સવારે ઉઠીને માલસનમાં બેસીને હુંફાળું પાણી પીવો, કારણ કે દરોજ સવારે એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને નિયમિતપણે આ રીતે બેસવાથી ગેસ અને કબજિયાત દૂર થાય છે અને પેટ સાફ રહે છે એટલે ચહેરા પર પણ ચમક આવે છે.
View this post on Instagram
બીજું કામ : કસરત કરતા પહેલા પલાળેલા ડ્રાય ફ્રૂટ્સ અને કોઈપણ મોસમી ફળ (અખરોટ, બદામ, અંજીર) ખાઓ. જો તમે વર્કઆઉટ પહેલા હેલ્ધી ડાયટ નથી લેતા તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. જીમમાં જતા પહેલા વ્યક્તિએ કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવો જોઈએ.
ત્રીજું કામ : દરરોજ 30 મિનિટ કસરત કરવાની આદત બનાવો. કસરત રક્ત પરિભ્રમણમાં વધારો કરીને, ત્વચાના કોષોને પોષણ આપવામાં મદદ કરે છે. બ્લડ ઓક્સિજન અને પોશાક તત્વોને ત્વચા સહિત આખા શરીરમાં કામ કરનારા કોષો સુધી પહોંચાડે છે.
ઓક્સિજન પ્રદાન કરવા ઉપરાંત, રક્ત પ્રવાહ કામ કરવાનરી કોશિકાઓમાંથી મુક્ત રેડિકલ સહિત ઝેરી પદાર્થોને દૂર કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય દરરોજ વર્કઆઉટ કરવાથી તમારા શરીરનું વજન પણ નિયંત્રણમાં રહે છે.
ચોથું કામ : યોગ, આસાન, પ્રાણાયામ અને પ્રાથના દરરોજ 30 થી 45 મિનિટ કરો. યોગાસન ઊંડા શ્વાસ લેવામાં સક્ષમ બનાવે છે, હોર્મોનલ અસંતુલનને સામાન્ય કરવામાં મદદ કરે છે અને મસલ્સ ને આરામ આપે છે.
પાંચમુ કામ : પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હેલ્દી નાસ્તો કરો. સવારનો હેલ્ધી ડાયટ ખૂબ જ જરૂરી હોય છે, સવારનો નાસ્તો આપણને દિવસભર કામ કરવાની એનર્જી આપે છે. સવારનો હેલ્દી નાસ્તો માત્ર એનર્જી જ નહીં પરંતુ તમારા સમગ્ર સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
તમે આ ટિપ્સ અજમાવીને તમે પણ 50 વર્ષની ઉંમર પછી પણ 40 વર્ષના યુવાન દેખાઈ શકો છો. આ લેખને વધુને વધુ શેર કરો જેથી બીજા સુધી આ ઉપયોગી માહિતી પહોંચી શકે. આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.